સફળતા તરફની એક કેડી …!!!


સફળતાને સમજવા પહેલા નિષ્ફળતાને સમજવી પડે છે …પ્રયત્ન પહેલું પગથીયું છે …એની સાચી દિશા અને સાચો સમય એટલો જ અગત્યનો છે …અને એક વધુ અગત્યનો પહેલુ એ પણ છે કે તમારા કાન થોડા સમય માટે બંધ હોવા જરૂરી પણ હા એમાં આપના પ્રયત્નો માટેનું કોઈ માર્ગદર્શન હોય તો જ સાંભળવું …કેમ કે દુનિયાનો દસ્તુર છે કે નવા પ્રયત્નો પર ટીકાઓનો વરસાદ વરસે છે અને એ ટીકાઓ કાચાપોચા લોકોને ત્યાં જ રોકી પાડે છે …આ માટે જરૂરી છે પોતા પર પોતાનો વિશ્વાસ …..એ સૌથી અગત્યનું પગલું છે ….અને આ પ્રયત્નો નિષ્ફળ બને ત્યારે તેનું પોસ્ટ મોર્ટમ જરૂરી છે ..ભૂલો શોધો સુધારો અને આગળ પ્રયત્ન કરો …અને આ માટે જરૂરી છે એક એકાંત …ભીડ માં પણ એકાંત અનુભવતા શીખવું …તો જ એકાગ્રતા આવે છે અને પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત બને છે …..દરેક વસ્તુનું જયારે અન્વેષણ થયું છે તેની પાછળની કથા માં હજારો પ્રયત્નોની નિષ્ફળતા ઢંકાયેલી હોય છે ..બસ એક વાર સફળતા મળે ત્યારે બધી નિષ્ફળતા ઢંકાઈ જાય છે …પણ એ નિષ્ફળતાના લાંબા રસ્તા પર એકલા ચાલવાની હિંમત પણ કેળવવી પડે છે …..
બીજી વાત સફળતાનો કોઈ શોર્ટ કટ નથી હોતો …એના માટે રસ્તાની લંબાઈથી ગભરાવાનું પણ નથી હોતું …એના માટે ટાંચા સાધનોથી નાસીપાસ થવાનું પણ નથી હોતું …અને દરેક નિષ્ફળ પ્રયત્ન એક અનુભવ છે …અને જે વ્યક્તિ નિષ્ફળતાને પચાવી શકે છે તે સફળતાને પણ પચાવી શકે છે કેમ કે માત્ર તે અને તે જ જાણે છે કે આ રસ્તાના વિઘ્નો તેણે કેવી રીતે પસાર કર્યા છે અને તેમાં કોણ એની સાથે રહ્યું છે ??? ઘણી વાર ભજીયાના ફેંકી દીધેલા પડીકા પર લખાયેલું સુવાક્ય પણ જીવનની દિશા બદલી નાખવા સમર્થ હોય છે …અને પુસ્તક આપણો મૂંગો પથ દર્શક બની જાય છે ..
ઘણી વાર પહેલા પ્રયત્ને મળેલી સફળતા જીરવવી થોડી મુશ્કેલ બને છે …પણ એ પ્રયત્ન પહેલા ખુબ સરસ હોમ વર્ક કરવું જરૂરી છે …તમે જે પણ કરતા હોવ એમાં ઉંચાઈને જરૂર આંબો પણ એના લપસણા માર્ગોને પણ ધ્યાનમાં રાખો ….અને સૌથી વધારે અગત્યનું છે દિવસ શરુ થતા જ તમે કોઈ નાનું કામ પણ કરો તો તે રસ અને રૂચી પૂર્વક કરો ..એમાં તમારો આનંદ હોવો જરૂરી છે …તમે જો સફળતા માટે તમારા સિદ્ધાંતો સાથે સમજુતી કરશો તો એ સફળતા તમને સાચો આનંદ નહીં જ આપે ..એ તમારા આત્માને ડંખશે ….તમારા એકાંતમાં એ તમારો જવાબ માગશે અને એ સફળતા તમને અભિશાપ જેવી લાગવા માંડશે …
અંતમાં મારી એક વાત કહું …મને એ મુરબ્બીએ મળવા બોલાવી હતી મારી વાર્તાઓ સાથે ..તેમણે મારી વાર્તાઓ વાંચીને એક સુચન કર્યું કે મારી વાર્તાઓમાં શૃંગારરસની પ્રચુરતા હોય અને આજના જમાના પ્રમાણેની લગ્નેતર સંબંધોને લગતી છણાવટ હોય તો હું ખુબ સફળ થઇ શકીશ …..મેં જવાબ ના આપ્યો ..પણ આ મારા સિધ્ધાંત વિરુદ્ધનું હતું ..એટલે એ મેં ના જ લખ્યું ….મારા સમાજ પરત્વેના નિરીક્ષણમાં જે પણ આવે છે તેણે હું શબ્દોમાં ઢાળી તમારી સમક્ષ મુકું છું અને એમાં મને આનંદ મળે છે …
હું સફળ છું કે નિષ્ફળ એ જાણવાની કોઈ કોશિશ નથી કરી પણ હા હું જે કરું એમાં મને આનંદ મળે એની કોશિશ જરૂર કરી છે ..અને એમાં કલ્પના કરતા વિશેષ હકીકતનું પોત હોય એનો પ્રમાણિક પ્રયત્ન પણ !!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s