તમે હજી આંખમાં ભીનાશ મુકો છો !!!!(હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ !!!!)


નીતા મનહરલાલ પટેલ …લગભગ સાડા ત્રણ વર્ષની ઉમરે થયેલી એક દોસ્ત …ભણવા પણ નહોતા જતા …એની મમ્મી વિમળા બેન ,ભાઈ બોબી ,મોટી બહેન વર્ષાબેન …અમે એક જ શાળામાં એડમીશન લીધું ..બે વર્ષ પછી એના પપ્પાની આસામ બદલી થઇ અને અમે છુટા પડ્યા…ત્યાર બાદ કોલેજમાં ત્રીજા વર્ષે એણે એક મેસેજ મોકલ્યો કે તે હોમ સાયન્સમાં હોસ્ટેલમાં ભણે છે …મળવા ગઈ …એના ગયા પછી સ્કુલમાં બીજી દોસ્ત બની ફાલ્ગુની ઈલાવિયા ….નવમાં ધોરણ સુધી સાથે ભણ્યા પછી એણે સ્કુલ છોડી દીધી … મળતા પણ ખુબ જ ઓછું …. બે બહેનો હતી નર્મદા અને વિજયા ..મને કેન્ટીનમાંથી પાંચ પૈસા માં મળતી ચીકી ખવડાવતી અને પૈસા પણ ના લેતી ..એનું ઘર પાસે જ હતું ..ઉમિયા સો મિલ …હજી એ જગ્યા એ ચેહરા મને દેખાય છે …..નવમાં પછી દોસ્તો મૌસમની જેમ ઝડપભેર બદલતા રહ્યા ….પણ હા અગિયારમાં ધોરણમાં વર્ષા પટેલ …..અમારા આખા વર્ગમાં એક જ છોકરી સાયકલ પર આવતી ..પન્ના ભટ્ટ …અને એની સાયકલ જેને આવડતી એ પબ્લિક કેરિયર તરીકે વાપરતા…હું શાળામાં હતી ત્યારે વારંવાર બીમાર પડી જતી ..શાળામાં મને ઘણી વાર તાવ આવી જતો ..ત્યારે વર્ષા મને પાછળની સીટ પર બેસાડી છેક ચાર કિલોમીટર સાયકલ પર મને મુકીને જતી ….અમે બેઉ શહેર કક્ષાની સ્પર્ધાઓમાં એ જ સાયકલ પર બેસી ભાગ લેવા જતા ..અને મને ઇનામ મળતા …..સાતમાં ધોરણમાં ઈલાક્ષી સોમચંદ સોલંકી ..એના પપ્પા મારા પપ્પા સાથે જ ઓફીસમાં હતા …એ અમારી કોલોનીમાં રહેતી ..અમે બેઉ ગમે તે ફિલ્મ જોવા સાથે જતા ..એ અને એની બહેન ,હું અને મારો ભાઈ …નવમાં ધોરણથી અમારી કોલોની સામેના થીયેટરમાં રજુ થયેલી લગભગ તમામ સારી ફિલ્મો અમે સાથે જોયેલી …અને ઘણી વાર તો સ્કુલમાં રજાચિઠ્ઠી લખાવી જઈને પણ ..અને એ પણ પપ્પા પાસે ……ગમે ત્યારે અમે જતા રહેતા ..બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા હતી ..એના એક અઠવાડિયા પહેલા બેઉ જણા જઈને ફિલ્મ જોવા બેસી ગયેલા …..પછી એના જીવનમાં બોય ફ્રેન્ડસ સ્થાન લેવા માંડ્યા અને અમારો રસ્તો બદલાઈ ગયો ….
કોલેજમાં પહેલા વર્ષે કોઈ દોસ્ત નહોતું ..પણ બીજા વર્ષે મેલકા ડિનિઝ..એક ગોવાનીઝ છોકરી જેને ગુજરાતી ના આવડે અને મને ઈંગ્લીશ નહોતું આવડતું બરાબર બોલતા ..પણ એક દુજે કે લિયેના હીરો હિરોઈનની જેમ અમે ભાષાના પ્રોબ્લેમને અવગણીને પણ સાચા દોસ્ત બની ગયા ….અને ગ્રેજ્યુએટ થયા પછી બંને દુનિયાના મેળામાં ખોવાઈ ગયા !!!! એ હજી વડોદરામાં છે …એના પહેલા પતિનું અવસાન થયું અને એણે પુનર્લગ્ન કર્યા એટલી ખબર છે ….બીજા વર્ષમાં ક્રિશ્ના અગ્રવાલ અને સોનલ મકાડીયા…એને કેમ ભૂલાય ?? ક્રિશ્નાને લીધે મારામાં આત્મવિશ્વાસ વધ્યો હતો ..અને સોનલે મને થોડું સ્ટાઈલમાં રહેતા શીખવાડ્યું ….ક્રિશ્ના એક ડોક્ટર સાથે પરણીને પોતાના સંસારમાં સુરતમાં છે અને સોનલ બ્લડ કેન્સરથી પીડાઈને ૧૯૯૦ માં આ દુનિયા છોડીને જતી રહી ….
આ બધા વચ્ચે નીના મારી બાળપણની સખી જેની સાથે ઘરઘત્તા ,કુકા , કેરમ અને લ્યુડો રમ્યા …એ હજી પણ અલ્હાબાદથી મને ઘણી વાર ફોન કરે છે ..તમે સમજી શકશો કે કેવું ફિલ થતું હશે …અમે જ્યાં મોટા થયા એ કોલોની તો તૂટી ગયી ગઈ સાલ ..પણ એ ભૂમિ પર અમારા બચપણના નિશાન બાકી છે ….
પડોસમાં રહેતો સરદાર બિટ્ટુ…એ અને સંજીવ સાથે બેડમિન્ટન રમવાની બહુ મજા આવતી …અને મમ્મીનો કપડા ધોવાનો ધોકો લઈને ક્રિકેટ રમેલી એ મારી ક્રિકેટ ટીમ …કેમ ભૂલાય ?????ગોપાલ ,રોજી , બન્ની નોની બધા ..અને એમાં બધી વયના દોસ્ત હતા ……..જેની સાથે કોર્પોરેશનની બસમાં સીટ શેર કરેલી ..જેની જોડે નોટ્સ શેર કરેલી ..જેની જોડે કેન્ટીનમાં સાબુદાણાના વડા ખાધેલા ….જેની જોડે ગરબા ગયેલા ….જેની જોડે અમથા અમથા રખડ્યા હતા …એ બધા કાલે બહુ યાદ આવ્યા અને આંખો ભીંજાઈ ગયી …….કેમકે કાલે હું આખો દિવસ એકલી હતી ..અને કાલે ફ્રેન્ડશીપ ડે પણ હતો ……કેટલાક સ્વાર્થી દોસ્તો પણ મળેલા ..પણ એ લોકો સાથે મદદરૂપ પણ થતા …..એ લોકો ક્યારેય ગરજ પતી ને વૈદ વેરી જેવા તો નહોતા જ …
હવે પણ થોડા ઘણા દોસ્ત છે ,દોસ્તી પણ છે , પણ પેલી મહેક હજીય ભુલાતી નથી …….

2 thoughts on “તમે હજી આંખમાં ભીનાશ મુકો છો !!!!(હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ !!!!)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s