અ લેટર ટૂ લોર્ડ ક્રિશ્ના …


માય ડીઅર લોર્ડ ક્રિશ્ના ,
હેલો , હું પન ક્રિશ્ના જ છું ….ફર્સ્ટ ઓફ ઓલ હેપ્પી બર્થડે ટૂ યુ ….મેં તમને કાર્ટુન ફિલ્મ્સમાં બહુ જોયા છે ..આઈ લાઈક્ડ ઓલ ઓફ ડેમ ….ક્રિશ્ના તમે ગોડ છો ..તમે બી તો ચાઈલ્ડ હતા ને ??? પન તમારી સ્ટોરીમાં તમે ચાઈલ્ડ હુડ કેટલું એન્જોય કરેલું છે !!! અમને એવું ચાઈલ્ડ હૂડ ક્યારે આપશો ???
પન પહેલા હું તમને મારી પોજીશન કહી દઉં….મારી મોર્નિંગ સ્કુલ હોય છે એટલે મારી મોમ મને સિક્સ ઓ કલોક ઉઠાડીને તૈયાર કરીને સેવેન ઓ કલોક વાનમાં મોકલી દે …પછી અમારે વન થર્ટી પી એમ પાછા આવવાનું ..પછી ટ્યુશન ,પછી સ્કેટિંગ કે ટેનીસનો ક્લાસ …ઘેર આવીને હોમ વર્ક …તમારે બી એવું જ હતું કે નહીં ?? અને તમને આવું બધું રમવાનો ટાઈમ ક્યારે મળતો ???? ઓ કે મારી મોમ અને ડેડ બેઉ જોબ કરે છે …
હું તમને કહું કે તમારા મોમ તો ઘેર બટર બનાવતા મારી મોમ તો અમુલનું અકલી બકલી દેલીસીઅસ બેબી વાળું લાવે છે ….
તમે બધી ગોપીના વોટર પોટ ફોડી નાખતા તો લોકો તમારી મોમને કમપ્લેન કરવા આવી જાતા પન તમને તો એ લોકો ખુબ લવ કરતા …મારાથી ક્રિકેટ રમતા સામે રોમી અંકલનો બારીનો મિરર ફૂટી ગયો ત્યારે મોમે રાત્રે મને ડીનર ના આપ્યું …અને મને ક્રિકેટ રમવાનું બંદ કરાવી દીધું …હેં ક્રિશ્ના તમે હોકી રમતા ત્યારે બહુ મજા આવતી ..અમારી પાસે તો એવા ગ્રાઉન્ડ પન નથી અને અમને નદી નહીં પન સ્વીમીંગ પૂલમાં જાવું પડે છે …તમે પેલો કાલી સ્નેકને પકડેલો ત્યારે મોમે તમને શું પનીશ કરેલા ??? તમારી પાસે પ્લે સ્ટેશન છે ??? મારી પાસે બે છે ..પન ફ્રેન્ડ નથી ..તમે મારી સાથે ફ્રેન્ડશીપ કરશો ?? હું તમને કોમ્પ્યુટર ,મોબાઈલ , પ્લે સ્ટેશન બધું શીખવાડીશ અને તમે મને બાંસુરી વગાડતા શીખવાડજો ઓ કે …અને હા તમે રોજ કાઉ સાથે જતા ફ્રેન્ડસ સાથે ત્યારે કેટલી મજા કરતા હતા ???
તમારે સ્કુલે નહોતું જવાનું ને !!! એટલે જ …અને હા તમે સાંદીપની સૈન્ટની હોસ્ટેલમાં ગયેલા ત્યાં તમારો સુદામા નામનો ફ્રેન્ડ હતો હેં ને ??? પન મારા મોમ અને ડેડ મારા ઘેર કામ કરવા આવતી હાઉસ મેડ ના સન સાથે બોલવા પન નથી દેતા કહે છે ડે આર અનસીવિલાઈઝેદ પર્સન્સ …
તમે કેટલા બ્રેવ હતા …બધા રાક્ષસોને કિલ કરી નાખતા ..પન મારી મોમ મને જુડો સીખવા જવા નથી દેતી ….તમને રાસ કરવાની મજા આવતી ને ??? પન અમારે ત્યાં તો ગરબા હોય ને તે એટલા લેટ શરુ થાય કે હું તો સુઈ જ જાવું …પછી મારી મોમ ડેડ સાથે મને ઘેર સુવાડીને જાય …બહાર થી લોક !!!!
તમારા મામા અંકલ બહુ વિલેન હતા હેં ને ??!!! એ તમને કિલ કરવા માંગતા હતા ..પન મારા મામા અંકલ તો બહુ સ્વીટ છે …મને વેકેશનમાં એમને ત્યાં જવાની મજા આવે છે ..
ક્રિશ્ના ,તમારા મોમ ડેડ તમને કેવા નજર સામે રાખે ,તમને હાથે થી ખવડાવે ,તમને બધી વાતની ફ્રીડમ હોય , તમને ખીજાય પન લવ પન કરે , તમને ઘરમાં એકલા મૂકી ને જોબ કરવા નહીં જાય , તમારી તબિયત બગડે ત્યારે મોમ કેટલી ઉદાસ થઇ જાય .પન મારી મોમને તો ઓફિસે જવું જ પડે ….એનાથી મારી પાસે ના બેસાય નહીં તો તેના બોસ એને પનીશ કરે ….તમારી સાથે તો રાધા પન રમવા આવે ..એટલે તમને લોનલી ફિલ ના થાય ..તમારે ત્યાં એક્જામ્સ નું પન ટેન્શન નહીં એટલે તમને મામા પાપા સુપર ચાઈલ્ડ બનવા ફોર્સ ના કરે …
ક્રિશ્ના મને તો મોટા થઈને મ્યુજીસિયન બનવું છે ..પન મોમ ને ડેડ તો મને ડોક્ટર બનવા કહે છે …તમારું હોમ પન કેટલું સરસ ,અને કાઉ પન ઘરમાં જ ..એટલે તમને એની સાથે પન રમાય ..હું એક મસ્ત પપ્પી લાવેલો તો મોમે એને બીજા જ દિવસે કાઢી મુક્યું …
ક્રિશ્ના ,તમે સમજી ગયા ને લોર્ડ છો એટલે કે મને શું જોઈએ છે ??? મને તમારા જેવું મસ્ત ચાઈલ્ડ હૂડ જોઈએ છે …જે આજકાલના મોમ ડેડ નથી આપતા …
વિલ યુ ગીવ મી ડેટ?? વિલ યુ બી માય ફ્રેન્ડ ???
તમારો નાનકડો દોસ્ત ..ક્રિશ્ના …

Advertisements

4 thoughts on “અ લેટર ટૂ લોર્ડ ક્રિશ્ના …

 1. ચાલો હું પણ કૃષ્ણ ને કાગળ લખવા બેસું.

  જીંદગીને થોડી તો સરળ બનાવવી હતી તો અમને પણ કંઈક મજા આવત. અમને પણ ઉડવા માટે ખુલ્લું આકાશ મળે એવું તો કંઈક કરવું હતું ……

  આમ તો કેટલાય પાના ભરાઈ જશે તો પણ એનો અંત નહિ આવે.

  વ્યક્તિએ વ્યક્તિએ જરૂરિયાતો અલગ રહેવાની અને માંગણીઓ પણ. આજનું બાળક આવું જ કંઈક ભગવાન પાસે માગતું હશે. 🙂

  Like

  1. are preetiben ene to khabar j chhe aapanne shun joie ane aapana mate shun saru ..bas farak e chhe ke e sache vakhte aapanne e aape chhe pan aapanama dhirj nathi hoti …..sachi vaat ne ???? ha balak banine jaie to e saav najik besine rame aapani jode pan aapane e nathi kari shakta ..

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s