કૃષ્ણ ..કૃષ્ણ …


કૃષ્ણ શું છે ???
કૃષ્ણ એક યુગ છે અને એક યુગપુરુષ છે ….
કૃષ્ણને મળવું હોય પૂર્ણ સ્વરૂપે તો ગીતાના વિશ્વરૂપદર્શન યોગમાં મળી શકાય …અને એના માટે એમના પ્રતિનો વિશ્વાસ અર્જુન જેવો કેળવાય ….અને જોવા દિવ્ય દ્રષ્ટિ જોઈએ …જે મારી પાસે નથી …મારા માટે તો માત્ર કૃષ્ણ ..જે ફોટો દેખાય એમાં વિધ વિધ રૂપે હંસતો મોરલીવાળો ,મોરપિચ્છ વાળો ,માખણ વાળો ….પીતાંબરવાળો જે સૌનો પ્યારો …..દરેક છબીમાં એક નવા સ્વરૂપે …ભક્તો દ્વારા લાડના મહાસાગરમાં મહાલતો કૃષ્ણ …..એના આગળ સ્વને મૂકી દેવું પડે એના ચરણમાં ..અહં ઓગાળવો પડે ….અને જીવનનો પ્રત્યેક શ્વાસનો રીમોટ કંટ્રોલ …..નિ:શબ્દ બનીને એની લીલાનો ભાગ બનીને …એને પ્રશ્ન કર્યા વગર માત્ર મુક દર્શક અને હર્ષક બનીને સમાવું પડે …એની ચરમસીમા એવી હોય કે એ પ્રત્યક્ષ સામે આવીને ઉભા રહે તોય આપણે જાણી ના શકીએ ..એને આપણને સાદ દેવો પડે …
કૃષ્ણ ..કૃષ્ણ …
બહુ સાદો છે આ ..પણ એને પામવા એટલી સાદગી અપનાવી લેવી પડે ….સાવ બાળક જેવા નિષ્પાપ બનીને …..એના માટે ગોપ અને ગોપી બનવું પડે …કાન્હાના એકે ગુના નઝર અંદાઝ કરાય જ નહીં …યોગ્ય ઓથોરીટી પાસે યશોદા પાસે એની ફરિયાદ કરવી જ પડે ..એને શિક્ષા પણ કરવી પડે …કેમ કે ફરિયાદ કરતી વખતે એ કાન્હો લપાયો હોય યશોદાના પાલવ પાછળ એટલે એક વાર વધુ એના દર્શન કરવાની ગુપ્ત ઝંખના પૂરી કરવા જવાનું ….એને ચોરીમાં સાથ આપવાનો , માખણ ખાવાનું અને પછી એની સાથે ગાયો ચારવા જવું પડે …એની ગાયોનું ધ્યાન રાખવાનું કેમ કે એ તો મોરલીના સુર વહાવતો બેસી જાય અને પછી ગોપી બનીને વસ્ત્રનું પણ ભાનસાન ગુમાવીને સાસુ નણંદ ના મહેણાંને અવગણીને દોડવું પડે ….
અને આપણે આ બધું નથી કરી શકતા એટલે જ કૃષ્ણ આપણી પાસે જણાતા નથી …એની સાથે જન્મો જન્મનો સાથ ની કામના નહીં પણ જે થોડા વર્ષો મળ્યા એમાં જિંદગી રંગી દેવાની …
મારા માટે કૃષ્ણભક્તિ એની છબી જોઉં અને એકટક દેખતા દેખતા આંખ માંથી અશ્રુ બિંદુનો અભિષેક થવો ….
સરળ છે કૃષ્ણ …એના કોઈ પણ રૂપમાંથી એક અપનાવી લો ..એ તમારો જ છે ..પણ હા એને હૃદયમાં એકલા રાજ કરવું ગમે છે …મનનો એક એક ખૂણો સાવ ખાલી સંસારની ક્ષુલ્લક બાબતોથી સાવ પરે …સાવ દૂર અને કૃષ્ણની તદ્દન નજીક ..મીરાંની જેમ …કેમ કે પછી એણે આપણું ધ્યાન રાખવું પડે આપણે એનું નહીં ….

Advertisements

4 thoughts on “કૃષ્ણ ..કૃષ્ણ …

  1. વધુ એક અવલોકન મારા તરફથી 🙂

    જો તમારા હૃદય માં સાચે જ પ્રેમ હોય તો ક્રષ્ણ ને પામી શકો. અને હા પ્રેમ પણ નિઃસ્વાર્થ હોવો જોઈએ.

    🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s