……મારી સાથે ચાલોને !!!


ચાલોને ફરવા જઈએ ……મારી સાથે ચાલોને !!!
ઘરમાં બહુ રહ્યા ,ઓફીસના પણ બહુ કામ કર્યા…સંબંધો પણ બરાબર સાચવી લીધા ..જવાબદારી નિભાવી અને હક્ક પણ મળ્યા ..તો જરા માંહ્યલાને થોડો તો રાજી કરી લઈએ …આવું ઘણી વાર થાય છે ..પ્લાન થાય છે અને કારણના લંગર એને તોડીને હસે છે ..પણ ક્યારેક કોઈ ઈચ્છા ના હોય અને કોઈ રસ ના હોય તોય કશે જઈ ચડીએ અને અચાનક ખબર પડે કે અરે આ સરનામું તો ખુશીનું છે …અને એને મળીને કહેવાનું મન થાય અરે તમે અહીં ???
બસ આવું જ થયું શુક્રવારની સાંજે ..નાની હતી ત્યારે ઉજ્જૈન એક પેકેજ ટુરમાં ગયેલી …પતિદેવ અમારી ત્રણ ટીકીટ લઇ આવ્યા એ પણ એક પેકેજટુરની …બે દિવસની ટુર અને બે દિવસની બસમાં જ નાઈટ જર્ની …અને ઉજ્જૈન સવારે પહોંચ્યા તો ત્યાં મેઘરાજા વિરાજમાન હતા ..અમારે ત્યાં આ સાલ વરસાદે મજાક કરેલી તો થોડા છાંટા પાડીને જતો રહેતો પણ અહીં તો પિચકારી થી સાંબેલાની ધારો હાજર ..અરે વરસાદમાં મહાકાલેશ્વરના દર્શન એ પણ શ્રાવણ માસમાં જ કરવા મળ્યા .અતિભવ્ય મંદિર …લાઈન તો બધે જ છે અહીં પણ સારી વ્યવસ્થા …અને આ ઋતુમાં ભીડ સહેજે નહીં …આમ તો ગુજરાતીઓની બસો લાઈનસર ઉભી હોય એ દ્રશ્ય પણ નહીં …ત્યાં ભતૃહરીની ગુફાઓ જોઈ ,ગઢકાલિકા મંદિર જોયું ..અને કાલ ભૈરવ મંદિર પણ ગયા …કાલ ભૈરવ ની વિશેષતા છે કે અહીં ભગવાનને ફૂલો ઉપરાંત દારુ -શરાબ -મદ્ય નો પ્રસાદ ચઢાવાય છે …લોકો ત્યાં ખરીદે છે અને બોટલમાંથી ચઢાવાય છે ..કહે છે કે એને પ્રસાદ તરીકે એક ટીપું પણ ગ્રહણ કરવું જોઈએ પણ એને એ શહેરની બહાર તો ના જ લઇ જવાય ….અમારા બસમાંથી ઘણા લોકોએ પ્રસાદ ચઢાવ્યો ..મને લેવા કહ્યું તો એક ટીપું હથેળી પર લઈને માથે ચડાવી દીધું …બસ …મૂર્તિના આંખ અને મોંની જગ્યા એ મોટા છિદ્રો છે અને મો થી શરાબ પીવડાવે તો એ પી જાય છે …..મગજ અને મન વચ્ચે એક તાર્કિક દ્વંદ્વ થયો ..પણ પુરાતન વાતોને પડકારવી નહિ એ ન્યાયે વધુ ના વિચાર્યું …ગૌરી નું વડ સ્વરૂપે પૂજન થતું જોયું ક્ષિપ્રા નદીને કાંઠે ….
જોવા જેવું તો એ હતું કે ફરવા માટે આપણે ઉનાળો કે દિવાળીનું વેકેશન લઈએ છીએ ..પણ બહુ ઓછું ચોમાસામાં જઈએ છીએ ..ચોમાસું ભરઉનાળે ભટકાઈ જાય તો વાંધો નહીં પણ ખાસ તો નહીં જ ..ત્યાં ક્ષિપ્રા નદી નીચા પૂલ ને અડો અડ વહે …ભરચક બે કાંઠે નદી વહે અને જ્યાં નજર જાય ત્યાં માત્ર હરિયાળી …ભીડ ખુબ જ ઓછી એટલે એક ખૂણે એ ગમે …કોઈ ટ્રાફિક નહીં એટલે પ્રદુષણ પણ દૂર જણાય …
બીજી સવારે ઓમકારેશ્વર મદિર જવાનું હતું …નર્મદા નદીનો એક બંધ અહીં પણ બંધાયેલો છે …જતી વખતે સુંદર ઈન્દોરને પણ રસ્તે જતા જોયું …અને ત્યાંથી નાના પહાડો વચ્ચે જતો રસ્તો …ઝરમર વરસાદ અને તેમાં ધીરે ધીરે સરકતી બસ …વાંકાચૂકા રસ્તા …પ્રકૃતિ અને વરસાદ વચ્ચે મુક સંવાદ સર્જાતો હતો પણ અમારી હાજરી થી કોઈ ડીસ્ટર્બ નહોતું થતું ….પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હતી …અને ઓમકારેશ્વર મદિર પાસે ….ગંગાનો હર કી પૌડી જેવું ઝડપી વહેણ પર લક્ષ્મણઝૂલા જેવો જ પુલ ઓળંગીને સામે પાર પહાડી પર ઓમકારેશ્વર બિરાજમાન હતા …પુજારીઓએ જન્માવેલી નકલી ધક્કામુકીમાં બહુ વખતે મજા પણ આવી ( મોસમની ઠંડકની અસર હશે કદાચ !!!).લોકોને કેવી રીતે અભિષેક તાત્કાલિક કરાવવાની લાલચ આપી ઠગે છે એ પણ જોયું …નદીના આ પાર પર  મમલેશ્વર મહાદેવના દર્શન કર્યા….ખુબ પ્રાચીન સમયમાં બંધાયેલું એની સાફ ઓળખ એની બાંધણીમાં થતી હતી ….બે ચાર ફોટા પડાવ્યા ..અને ત્યાંથી ઝીરો પોઈન્ટ પર ગયા …નાનકડી પહાડી પર એક જીપમાં બેસી પહાડીની ટોચ પર જવાનું અને ચારે તરફથી જોઈ શકાય એટલે ગોળાકારે સડક બનાવેલી છે એટલે એને કહેવાય ઝીરો પોઈન્ટ …ત્યાં કહે છે કાવેરી અને નર્મદા નો સંગમ છે પણ મને કોઈ જાણકારી નથી આની ..હા બે નદીઓ આવે છે બંધની પાછળ ભરાયેલા સરોવરમાંથી ખુબ પાણી ભરાવાથી છોડાય છે અને વચ્ચે ત્રિકોણ આકારે પહાડી પર મંદિર અને બે ફાંટામાં ફરી વહેંચાતી નદી …ખુબ નયન રમ્ય દ્રશ્ય …ખુબ જ …જાણે ત્યાં કલાકો વિતાવી નાખીએ મૌન રહીને …..
ત્યાં નીચે વાંદરાઓ સાથે ખુબ ગમ્મત કરી …બધાના પ્રસાદ સહીત ના પડીકા લઇ જાય અને જો જરૂરી ના લાગે તો ફેંકી દે …નારિયેળ દાંતથી છોલી નાખ્યું ..નીચે પડી જાય તો એને ઉપર ફેંકીએ એટલે કેચ પણ આપણા ક્રિકેટરો જેવી સચોટતાથી કરે …કેન્ડી ચૂસી ચૂસીને ખાય ..વડવા ખરાને માણસ જાતિના !!!! પણ ત્યાંથી જે ફરી પહાડોની મુસાફરી રહી તેને વર્ણવવા માટે શબ્દો નથી ..બસ ચોમેર લીલુડી ચુંદડી ઓઢીને નવોઢા સમી મલકાતી મુક્ત ઉનમુક્ત હાસ્ય રેલાવતી પ્રકૃતિ નું સામ્રાજ્ય !!!! હમેશા કોરી ધાકોર નદીને થોડા નીર આપેલા વાદળોએ તો એ પણ ગેલ ગમ્મત કરતી નીકળી પડેલી જંગલની મુલાકાતે ક્યાંક તો સરસ ધોધ નાનો બેબી ધોધ બનીને પણ દેખાઈ જાય …પહાડોમાં નાની ઝૂંપડીઓ …અને ધીરે ધીરે ઝોર પકડતો વરસાદ !!!!અને બસમાં વાગતા જુના લતા મંગેશકર ,રફી સાહેબના જુના ક્લાસિક ગીતો…….
મધ્ય પ્રદેશ તરફથી ગુજરાત તરફની સડક લુટારાઓનું સ્વર્ગ ગણાય છે …થોડો ખતરો હોય છે ત્યાં …વરસાદે પૂરે પૂરું જોર પકડી લીધેલું અને પવને પણ દિલોજાન થી દોસ્તી નિભાવવાની કસમ ખાધેલી હતી ..ત્રાંસો જોરદાર વરસાદ શરુ થઇ ચુક્યો ..ગુજરાતની હદ ઘણી દૂર અને અંધારામાં પહાડીઓનો રસ્તો ફરી શરુ થતો હતો !!!માત્ર બસની હેડ લાઈટના દસ ફૂટ નો રસ્તો દેખાય મહા મુશ્કેલીએ ….બપોરે અઢી વાગ્યાથી બીજી સવારે છ વાગ્યા સતત મુસાફરી વરસાદના દરેક સ્વરૂપને માણતી જાણતી ગાતી અને થોડી ગભરાતી આ પ્રત્યેક પળની માત્ર ચોવીસ કલાકમાં સુંદર અનુભૂતિ ..એક ધાર્મિક યાત્રા ઉપરાંત પ્રકૃતિને ગળે મળવાની અમુલ્ય તક અનાયાસે જ મળી ..ખુશી આ અજાણી પહાડીઓમાં મારી રાહ જોતી બેસી રહેલી …!!!!
ક્યારેક બસ આમજ સીઝન વગરનું ફરવાનું એટલે જાણે ફાટેલી નોટને વટાવવા માટે લીધેલી લોટરીમાં લાગેલું પહેલું ઇનામ !!!!

Advertisements

6 thoughts on “……મારી સાથે ચાલોને !!!

 1. મેં જયારે ધોરણ દસની પરીક્ષા આપી ત્યારે મારા મામાને ત્યાં ઇન્દોર ની મુલાકાતે જવાનું થયેલું. લગભગ મહિના જેવું રોકાણ. તે સમયે ઉજ્જૈન, ઓમકારેશ્વર, દેવાસ, ભોપાલ એવી જુદી જુદી જગ્યાએ ફરવાનું પણ થયેલું. ખુબ જ મજા આવી હતી. વળી ઉજ્જૈન ના મંદિરમાં તે સમયે શિવજીને થતો ભાંગ ને દૂધ નો અભિષેક જોવા મળેલો. જીવનમાં પહેલીવાર ભાંગ પ્રત્યક્ષ જોવા મળેલી. હજી આજે પણ એ દ્રશ્ય એટલું જ તાજું છે।

  આજે ફરીથી તમારી સાથે સફર કરી લીધી. 🙂

  આભાર આપનો

  Like

 2. 1) પ્રકૃતિ નું સામ્રાજ્ય !!!!

  2) બેબી ધોધ

  3) ધાર્મિક યાત્રા તરફથી પ્રાકૃતિક યાત્રા તરફ . . .

  4) અને હા , પુરાતન માન્યતાઓને પડકારવી તો જોઈએ જ !

  તમારી સાથે અમે પણ યાત્રા કરી લીધી !

  Like

 3. પ્રીતીબેન તમે ઉજ્જૈન ગયા છો .હું પણ ઉજ્જૈન જઈ આવ્યો છું .ખરે ખર ઉજ્જૈન મંદિર થી ભરપુર નગરી છે અને ત્યાં વહેલી સવાર થીજ પૂજા અર્ચના થવા લાગે છે .અને ત્યાં રહેવા થી આપનું મન એકદમ પ્રફુલિત થઇ જઈ છે .શિપ્રા નદી તો બહુ સરસ લાગે છે …..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s