એક છોકરી નામે ગીત …..


ચાલો ચાલો આજે કોઈ ગંભીર વાત કરવાનો મૂડ નથી મારો …આજે તમને મારા એક પ્રિય પાત્ર સાથે ઓળખાણ કરાવું…અરે એને તમે સારી રીતે ઓળખો છો પણ એ મારું પ્રિય છે અને કેમ પ્રિય છે એ કદાચ તમને ખબર નથી ..પણ એવું છે ને કે મને બહુ યાદ આવી ગયું એટલે કહી દઉં (પાછો દિલ પર બોજો વધી જાય તો !!!)…
“જબ વી મેટ” ફિલ્મ જોઈ જ હશે …બસ હવે તમને ખબર પણ પડી ગયી ?? અરે વાહ !!! તો બરાબર છે …કે ગીત મારું પ્રિય પાત્ર …હા કરીના કપૂર નહીં પણ એ ફિલ્મનું ગીતનું પાત્ર ..આયના જેવું પારદર્શક …એ ફિલ્મના એના સંવાદો પણ મને મોઢે ..થોડા આડા અવળા પણ બહુ ગમે ..રેકોર્ડ ટાઈમ આઠ વખત જોયું ….
એને જિંદગી કોઈ ફરિયાદ નથી ..મસ્ત રામ ..એ તૈયાર બધાને મદદરૂપ થવા( હૃદય ભગ્ન આદિત્ય જયારે વગર ટિકિટે ટ્રેનમાં બેસી જાય છે ) ..અને એ માટે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી દે તેવી (રતલામ સ્ટેશને ગોટાળા કર્યા કરે છે )…..એ જે કરે છે તે આપણને થોડું મુર્ખામી ભર્યું લાગે છે અને લાગે છે કે આ ભૂલ કરે છે પણ તોય એની સાથે રહેવાનું મન થાય એવી જીવંત છે …બસ કોઈ પર વિશ્વાસ મુક્યો તો તોડવો નહીં …પણ કોઈ તેનો વિશ્વાસ આસાની થી તોડી નાખે …ગીતને કોઈ ડર નથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટેના માર્ગ નો …..એ મુશ્કેલીમાં મુકાય છે તો પણ તે ભટીંડા સુધીનો રસ્તો કેટલો મસ્તીથી પસાર કરે છે !!! આપણને પણ એ રીતે જીવવાનું મન થઇ જાય એવી રીતે ( એક સિક્રેટ કહું ?? હું આવી રીતે જ સફરને ખુબ માણીને જીવી છું )….આદિત્યના જીવનના સૌથી મોટા આઘાતમાંથી એ કેટલી સહજતાથી બહાર લાવે છે ??!!! અને પછી એક પૂલ પરથી પાણીમાં આદિત્ય સાથે રમત રમતમાં કુદી પડે છે ..અને કહે છે ” તુમને મેરા બચપના ટ્રાય કિયા ના મજા આયા ના ?? ચલો અબ પાગલ પણ ટ્રાય કરો !!!! આપણને પણ જલસો પડી જાય ….એનું રમતિયાળ પણું આદિત્યને જીવન જીવવાની રાહ બતાવે છે અને એ પોતાની કંપની અને સંબધોને એક ઉંચાઈ પર પહોચાડે છે …
જેનું દિલ સાફ હોય એને કોઈનો ડર ના હોય અને જે ડરતું ના હોય એની મદદ ખુદ ભગવાન કરે ….
આ આખી ફિલ્મમાં મને એક ડાયલોગ સૌથી વધારે ગમ્યો …થોડા શબ્દો આડા અવળા છે : દેખો મુજે જો કરના હૈ વો મૈ કરુંગી .તાકી કલ ઉઠકર કોઈ અફસોસ ના હો ..ઔર મૈ જો ભી કર રહી હું ઉસકી જિમ્મેદાર મે ખુદ હી હું …એ જો વક્ત ગુજર રહા હૈ વો સબસે અચ્છા હૈ …બાદ મેં હમ ઇસે યાદ કરેંગે ઔર ખુબ હસેંગે ……
== આપણી જિંદગીના તમામ અફસોસનું કારણ અને ઉકેલ આ ડાયલોગ માં છે ..કોઈ પણ કારણસર આપણને જે પણ કરવું છે એ આપણે કરી નથી શકતા અથવા ગભરાઈએ છીએ સમાજ થી , અને એના સંભવિત પરિણામો થી ડરીએ છીએ …અને એક નિશ્વાસ સાથે જીવીએ છીએ ….કદાચ આપણો ભય સાચો પણ નીવડે પણ આપણે કોઈ પ્રયત્ન ના કરીને એક સેફ જીવન જીવીએ છીએ ….અને હા જો બળવો કરીએ તો એની જવાબદારી આપણે આપણી પર લેવી જોઈએ તો જ કદાચ મિશનની સાચી મજા મળે ….સફળ થઈએ તો હું હું ..અને નિષ્ફળ થઈએ તો બીજા …ના ગીત આવી વાહિયાત નથી કરતી …
એને એનો પ્રેમી સમાજના કહેવાતા ડરથી હડધૂત કરે છે તો એ એક ગુમનામીની જિંદગી પણ જીવવાની હિંમત કરે છે ..બિલકુલ એકલી જ …કોઈને જવાબદાર ઠેરવ્યા વગર …અને આ ઠોકરથી એ સમજદાર પણ બને છે ….અને એક સાચો નિર્ણય પણ લઇ શકે છે ….એનું અલ્લડપણું આદિત્યની જિંદગી બદલી નાખે છે પણ એનો વિશ્વાસ તૂટે છે ત્યારે એ જ આદિત્ય એનો રાહબર પણ બને છે ….
== એક વસ્તુ યાદ રાખો કે કોઈને પણ કોઈ પણ સ્વાર્થ વગર મદદ કરીશું તો એ ક્યારેય વ્યર્થ નથી જતું …જયારે આપણે તકલીફમાં હોઈએ છીએ ત્યારે ઈશ્વર કોઈ ને કોઈ રીતે આપણને મદદ મોકલે જ છે …….
આ ફિલ્મ નો અંત પણ ફિલ્મી છે ..પણ ગીતની જેમ મસ્તીથી જીવી લઈએ તો ઘણા ટેન્શન ઓછા જરૂર થઇ જાય ….જીવનની ખુબ ગંભીર વાતો લખું છું …સમજુ છું તોય હું મારા ખુદના જીવનમાં એક મસ્તી સાથે જીવું છું …….

Advertisements

4 thoughts on “એક છોકરી નામે ગીત …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s