.હું હારી ગયી /ગયો …


બસ હવે હિંમત નથી ..હું હારી ગયી /ગયો ….
દરેકના જીવનમાં આવતી આવી કેટલીક અંગત ક્ષણો ..અંગત છે એટલે કારણો જલ્દી સમજાતા નથી …ક્યારેક અનુમાન લગાવાય છે …
આ વાત સુધી પહોંચતા મનુષ્યના ત્રણ પ્રકાર વિષે જોઈએ …
૧. પોતાના રસ્તા પર ચાલ્યા જાય છે કોઈના સાથ ,અનુમતિ ,ટીકા કે પ્રશંસાની પરવાહ કર્યા વગર …એ લોકો જે આજે વિચારે છે તે લોકો પાંચ દસ વર્ષ પછી સમજે છે અને અનુસરે છે …
૨. લોકોના ટોળામાં પ્રવાહમાં સુરક્ષિત ચાલ્યા જાય છે …જેમ બધા કરે છે તેમ કરો તો જ સારું …..
૩.સ્થિતિ પ્રમાણે સ્થાન બદલીને ચાલે છે …જિસકી તડમેં લડ્ડુ ઉસકી તડમેં હમ !!!!
બીજા અને ત્રીજા પ્રકારે હારની સ્થિતિમાં બહુ આકરી વાત નથી લાગતી…પણ લોકોની વચ્ચે રહીને પોતાના સિદ્ધાંતો પ્રમાણે જ ચાલવાની જિદ્દ ક્યારેક નહીં બહુ વાર હારની પરિસ્થિતિમાં મોકલે છે …અને આ સ્થિતિનો સામનો સમાજમાં કે ઘર બહાર નહિ પણ પોતાના અંગત સ્વજનો સાથે જ થાય છે …આપણે હમેશા પ્રવાહી સ્થિતિમાં રહીએ છીએ એટલે સહેલાઈથી કોઈ પણ સંજોગ સાથે તાદાત્મ્ય સાધી લઈએ છીએ …પણ પોતાના વ્યક્તિત્વને જાળવી રાખવું ખુબ મુશ્કેલ બને છે અને આને જાળવી રાખવાના સંઘર્ષમાં મનુષ્ય એકલો પડી જાય છે અને આ જ પરિસ્થિતિ એને હારમાં લાવી દે છે ..અને એની સ્થિતિ અર્જુન જેવી હોય છે …કુરુક્ષેત્રમાં હતી તેવી …
ચાલો જરા સરળ શબ્દોમાં કહું …તમારા માં બાપ કે પતિ કે પત્ની …તમારી વિચારધારા સાથે સંમત નથી થતા ..તમે પહેલા તો શાંતિ કાયમ રાખવા શક્ય હોય તો એમની વાત માની લો છો ..પણ તમારો અંતરાત્મા નહિ …પછી સામેની વ્યક્તિ એવું ધારે છે કે એ જીતી ગઈ છે ..પછી તે યેનકેન પ્રકારેણ દરેક વખતે તમને એમની વાત માનવા મજબુર કરે છે …અને એક દિવસ ….
એક દિવસ સંયમનો બંધ તૂટી જાય છે …અને વિદ્રોહ જાગે છે કે હારની પ્રબળ અનુભૂતિથી એક વ્યક્તિત્વનું મોત …એ વ્યક્તિ શ્વાસ લે છે પણ એનું મન મરેલું હોય છે …અને આખી દુનિયા અને તેની વચ્ચે એક અદ્રશ્ય ખાઈ રચી દે છે …અને તેને હવે સુખ કે દુખથી કોઈ ફરક નથી પડતો …અને દુખદ વાત એ હોય છે કે આ વ્યક્તિ સાચો છે ..એની દૂરદર્શિતા અદભૂત છે પણ એને કોઈ સમજી શકતું નથી ….આ વ્યક્તિ જે આજે વિચારે છે એને આવનારા પાંચ દસ વર્ષો પછી લોકોને સમજાય છે …દરેક મહાન વ્યક્તિઓના કેસમાં આ જ જોવા મળે છે ને ?? સોક્રેટીસ હોય કે પછી કોઈ મહાન ચિત્રકાર !!!!!
અને આ વ્યક્તિ જો કોઈ સ્ત્રી હોય તો તો આ વસ્તુ દુષ્કર જ હોય છે …
પણ એક જ વસ્તુ કહીશ કે તે હારે છે પણ પોતાના સ્થાનથી ચ્યુત નથી થતા …અને જયારે સામેની વ્યક્તિ સમજી શકે છે ત્યારે ખુબ ખુબ મોડું થઇ ચુક્યું હોય છે ….આને આપણે શું કહીશું ..કલમ ૩૦૧ હેઠળ હત્યાનો મામલો પણ કોર્ટમાં નોંધી નથી શકાતો…આવી જીનીયસ વ્યક્તિઓના માનસિક મૃત્યુ માટે કોણ જવાબદાર …..હા ,લોકો કહેશે એની જિદ્દ ,પ્રેક્ટીકલ ના રહેવાનો એટીત્યૂડ, એની પોતાની તીક્ષ્ણ બુદ્ધિ ,એની સમય કરતા પણ આગળ રહેવાની વિચારશૈલી,લોકોથી અલગ ચાલવાની ટેવ , પણ શું તે કોઈ ગુનો હતો ???? જયારે આવા લોકોને ગુમાવી દઈએ અને જયારે એમના બતાવેલા રસ્તા પર દુનિયા ચાલે ત્યારે એને મહાન કહેતી વખતે શું એને ગુમનામીમાં ધકેલનારા પોતાનો ગુનો કબુલ કરશે ખરા ?????
દરેક વ્યક્તિ પિતા માતા ભાઈ બહેન પુત્ર પુત્રી હોવા ઉપરાંત એક અલગ વ્યક્તિ છે એ સાદું સત્ય ના સમજી શકવાની બહુ મોટી કીમત એક વ્યક્તિ ચૂકવી જાય છે .

Advertisements

4 thoughts on “.હું હારી ગયી /ગયો …

  1. ખુબ સરસ… એકદમ સાચી વાત અને ખાસ તો જેને આવો અનુભવ થાય છે. તેને જ બહું ઉંચા સ્વપના જોયા હોય છે. એક સુંદર કુંટુબ કે સંસ્થાના. બહું innovative ideas હોય છે. અને બધુજ સુન્ય થઇ જાય છે. ત્યારે એવું લાગે જાણે એલીન્સની વચ્ચે આવી ગયા. એક સુંદર બગીચો બનાવવાનો હતો પણ આતો અસ્તીત્વની લડાઇના મેદાનમાં આવી ગયા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s