સાત થી દસ…!!!!???


ચાલો એક કામ કરીએ આપણે ..આજે એક વિચાર કરીએ અને આ વિચાર એવો છે કે જે તમારા દિમાગને કરંટ મારશે અને થોડા વિચારવું પણ પડશે …
એક દિવસ તમને એક અઠવાડિયા માટે આખી દુનિયામાં નેટ બંધ થઇ જાય છે અને મોબાઈલ કામ કરતા બંધ થઇ જાય છે ..અને વીજળી પણ નથી ..ચાલો હવે તમે તમારા રોજિંદા કામ સિવાય શું શું કરી શકો ?????
કેમ તમારી દિમાગની બત્તી બુઝાઈ ગઈ ને ???? ઓફીસનું કામ તો બંધ ,વીજળી નથી એટલે કેટકેટલા ઘરમાં ગેઝેટ પણ બંધ …વીજળી નહીં એટલે ફ્લેટ હોય તો પાણી ચઢે નહીં અને હા પાણીનો સપ્લાય પણ બંધ …નેટ બંધ ..એ તો હવે સમજી ગયા એને શું ફરી સમજાવવું ??? અને હા મોબાઈલ બંધ ….અત્યારે એસ એમ એસ ઓછા થયા એમાં કેટલા બ્રેક અપ થયા એના કોઈ સમાચાર મળ્યા નથી …હા પણ ફોન કોલ તો થયા જ હશે ને ..એટલે વાંધો નહીં …
ચાલો વીજળીમાં એક રાહત છે કે રાત્રે સાત થી દસ સુધી આવે છે ..એટલે એમાં જીવન જરૂરીયાતના કામ થઇ શકશે ….
ઓફીસ સાંજે સાત થી દસ ચાલશે …
કપડા, ઓવન ,ઈસ્ત્રી વગેરે કામ સાંજે સાત થી દસ …બાળકોનું લેસન સાત થી દસ … કોમ્પ્યુટર પર કામ સાતથી દસ ….મુવી સમય સાત થી દસ …બાકીનું તમે વિચારી લો ને !!!!
હવે મુખ્ય સવાલ ..કે એ સાત થી દસ સિવાયમાં તમે શું શું કરી શકો …..નેટ તો નથી જ અને મોબાઈલ પણ કામ નથી જ કરતા ચોવીસ કલાક …એક દિવસ તમે ગાંડા જેવા થઇ જશો …કશું સમજ નહીં પડે ….પણ પછી ધીરે ધીરે જરૂરીયાત પ્રમાણે ગોઠવાતું જશે ..તમારું મગજ આ સિવાયના વિકલ્પો વિચારશે ..તમારી પાસે અઢળક સમય બચશે …સાસુ વહુની સીરીઅલો ના આવે અને ન્યુઝ ચેનલ જોતી વખતે થતા મીઠા ઝગડા પણ બંધ …તમારું બારણું હવે ખુલ્લું રહેશે ..પડોસીના નામ પણ ખબર પડશે ..તમારા જુના શોખની વાતો થશે …એમાંથી મૃત પ્રાય થયેલો કોઈક આળસ મરડીને બેઠો પણ થશે …ઘરને તમે મળી શકશો …પડોસી નો અવાજ સાંભળી શકશો ..કૈક ઝટપટ વાનગી ને બદલે મેહનત વાળી વાનગી ટાઈમ પાસ માટે પણ બનાવશો ખરા ….બાળકોને વર્કિંગ માં બાપનો સાથ મળી રહેશે …નેટ અને ચેટ વાળા પેમલા પેમલીને આ સિવાયની દુનિયા છે ખબર પડશે …રૂબરૂ મળવાનો સમય મળશે …અને ક્રિએટીવ મગજ નવા બહાના પણ શોધશે …કૈક નવા સપના તો જોવાશે …થોડું ચાલવાની મજા માણી શકશો …ઓફીસ કે ઘર સિવાયની દુનિયા જોવાનો મોકો મળશે ….તમારો પુસ્તક સાથે પરિચય થશે ,દોસ્તી થશે અને પછી પ્રેમ થશે ..હા પણ લગ્ન શક્ય નથી …..પેલી જૂની ફિલ્મોની જેમ રોમાન્સ ના નવા દ્રશ્યો જોવા મળી શકશે …..
હા તમારા મગજ પર ગેઝેટોએ જમાવેલો કબજો ઢીલો પડતા તમે ફરી એક જીવંત માણસ બની શકશો , બનાવી શકશો ……હા પછી માનસિક રોગો ,હૃદય રોગ પણ ઘટવાની એક શુભ શરૂઆત પણ થઇ જશે …!!!!
આવું હકીકત માં ભલે ના થાય પણ સ્વેચ્છાએ મોબાઈલ અને નેટ કોમ્પ્યુટર એક દિવસ બંધ રાખવા માટે વ્યસનમુક્તિ ઝુંબેશ શરુ થવાના દિવસો નજીક આવતા જાય છે ..

3 thoughts on “સાત થી દસ…!!!!???

Leave a comment