મારા બેસણામાં …


મનાલીથી આગળના પહાડોના રસ્તા પર મારી બસે પલટી મારી …અને હું ફેંકાઈ ગયી …બહુ જ દૂર …મેં જોયું કે સર્ચ ઓપરેશનમાં બધા હાથ લાગ્યા ..પણ હું મિસિંગ પર્સનમાં ગયી …ચારે બાજુ બરફ જ બરફ હતો ….મને થયું ચલ હવે જરા આ ખોળિયું છોડી લટાર મારું …..
હવે તો બસ ઝૂમ થઈને અલ્લાઉદ્દીનના જીન્નની જેમ ફરી શકાતું …હું મારા શહેર મારા ઘરે જ ગઈ …બધા હાંફળા ફાંફળા હતા …ઘેર ફોન તો બંધ રહે જ નહીં ..પતિ તો સુઈ જ ના શક્યા ..દીકરી રડતી તેને સૌ આવતા જતા સાંત્વના આપતા …હું બોલાવું તો કોઈ સાંભળે જ નહીં ને !!!અઠવાડિયા પછી મને મૃત જાહેર કરાતા રોકકળ ચાલુ થઇ …મને મારા એવા બધા ગુણો જાણવા મળ્યા જે મને પોતાને બી ખબર નહોતા …મને કયો રંગ ગમતો ..કઈ સાડીગમતી …હું મારા પતિને કયા નામે સંબોધતી …હું કેટલી મિલનસાર હતી ..મને ખાવાનો કેટલો શોખ હતો …હું સૌની કેવી સરસ આગતા સ્વાગતા કરતી ..મારો એક સુંદર ફોટો મોટો કરીને લેમિનેટ કરીને હાર પહેરાવી મુકાઈ ગયો હતો ..ગુલાબનો હાર હોં !!! અને સરસ અગરબત્તી ..અરે રામ મને તો અગરબત્તીની એલર્જી હતી પણ સાંભળે કોણ ???મને તો ખબર જ નહીં કે હું આટલી મહાન હતી …અરે જેની સાથે ક્યારેય વાત ના કરી હોય એ લોકો મારા વિષે સુંદર વાતો કરતા હતા ….અરે વાહ ભાઈ વાહ !!!
મારા પતિને જેઠે પૂછ્યું વીમો કેટલાનો હતો ?? પી એફ ક્યારે મળશે ??? પછી હવે સમજી જાઓ ને !!! એક મારી દીકરી રડતી હતી કે મારી માં ગયી …અને મારા પિયરીયા ખરેખર તૂટી ગયા હતા ..એમાં મારા પતિની ઉંમર તો હજી બાવન વર્ષ એટલે સાસુજી એ કહ્યું હવે કોઈ સારી છોકરી (?) જોવી પડશે ..એકલા તો જિંદગી કેવી રીતે જાય ???બેસણાને દિવસે મજા પડી ગયી …મારા બેસણામાં બે કુંવારા છોકરા છોકરીઓના સંબંધ પાકા થઇ ગયા …સરસ …
મારા રસોડામાં મારા કુટુંબીજનો ખાનગી કાનાફૂસી કરતા એ હું માળીયે બેસી સાંભળતી હતી …જવાદો ને ખાલી મોટી મોટી વાતો ને ગધેડાની લાતો ..છૂટ્યા મારા દિયર એમાંથી ..બાપ રે કેટલો ખર્ચો કરે અને જુબાન તો બેધારી તલવાર …એમ ?? મને તો આ વાત પણ ખબર નહોતી ….અરે હું તો પાસ પડોશ કે સગા વહાલા માં બહુ ભળી જ નથી તો !!! ખબર છે હવે દિયરના દિવસો ફરી જવાના ..નોકરી કરતી એમાં બહુ કમાઈ છે એ …પણ છોકરીને નામે કર્યું છે ….લે મને તો એ પણ ખબર નથી કે મેં કોઈ વિલ કર્યું છે …હે રામ !!!! સારું મનોરંજન હતું …
પણ હદ થઇ …મારા દુરના કાકાજી એમની ભાણેજનું માંગું લઇ અગિયારમે દિવસે આવી પહોંચ્યા …મને થયું હવે બસ થયું …હું જો માળીયે બેસી રહી તો એ લોકો મારા વરને પરણાવીને રહેશે !!!મારો વર તો બિચારો સુન્ન થઇ ગયો હતો …એ છાને ખૂણે રડ્યા કરે એ માત્ર મને જ ખબર ..ભલે એણે જીવન ભર કશું કહ્યું નહિ પણ એ રોજ મારા ફોટાને આઈ લવ યુ કહેતો …મારા કબાટને ખોલી બધી વસ્તુ સ્પર્શીને જાણે મને શોધતો ….
પેલી સુકન્યા (?) ઘરમાં આવી પહોંચી અને હું સીધી પહોંચી મનાલી …બરફને લીધે દેહ તાજો હતો ..હજી કોઈની નજર નહોતી પડી …મારા પતિને બચાવવા માટે મેં ફરી ખોળિયામાં પ્રવેશ કર્યો અને ઝનુનથી ઉભી થઇ ગયી ..રોડ પર આવી ..એક ગામ માં ગયી ..ત્યાંથી જેમ તેમ કરીને એક બેંકમાંથી કાર્ડથી પૈસા ઉપાડી દિલ્હી અને ત્યાંથી બલુનમાં સોરી વિમાનમાં બેસી મારે ઘેર …અને ડોર બેલ વગાડી ….મને જોતા જ : ભૂત ભૂત ભૂત …..અને ડરતા ચેહરે બધા દરવાજા આગળ ભેગા થયા ..પેલી સુકન્યા (?) પાછળના બારણે રવાના !!!!!!!!!!મેં જોર થી એને જતા જતા બુમ પડી ..ભાગ અહીં થી ..અને બારણાને લાત મારી …
અને મારા પતિ મને ઝંઝોળી નાખીને પૂછતાં હતા : શું થયું ??? અને હું ફાટી આંખે જોઈ રહી …એલાર્મ વાગ્યું અને હું જાગી ગઈ …..

Advertisements

10 thoughts on “મારા બેસણામાં …

 1. સુંદર..
  હજી હમણા જ એક આવોજ લેખ વાંચ્યો હતો. જેમાં મર્યા પછી પત્નીને સુંદર, માને થેન્ક્યુ વગેરે કહેવાનું રહી ગયાનો અફસોસ હતો. તેમાં પણ એલાર્મ વાગી ગયું હતું. તમારા મ્રુત્યુના શાક્સાત્કારમાં એક સ્ત્રીસહજ ઇર્સા દેખાઇ છે.
  મ્રુત્યુનું ચીંતન અને એકાંતનું સેવન, થોડી થૉડી માત્રામાં લેતા રહેવું જોઇએ હરડે જેવું જ અસરકારક છે. પણ દરેકે પોતાની માત્રા પ્રમાણે લેવું જોઇએ. તાકાત કરતા વધારે સેવન કરવાથી ઉંધી અસર કરે છે.

  Like

  1. aa lekhno hetu e j hato ..ke aapane jivte jivat manasni tika karie ene utari padie pan mrutyu pachhi j eni khubio kahie chhie …tyare koi saty nathi boli shaktu …matr saru j bole chhe …pan lokoni arthik ganatri ,chhupi irshya beroktok kari shakay chhe ..ha …mari stri sahaj irshya to khari j ..kem ke patine ek stri koini sathe vahenchi na shake …. 😀

   Like

 2. તમે સપનાં થકી જ તમારી હયાતી ન હોય ત્યારે શું થશે તે કલ્પી લીધું.આ ને આમ પણ દુનિયાનો દસ્તુર છે કે માણસ મર્યા પછી જ સૌને તેના ગુણ સાંભરી આવતાં હોય છે, જીવતાં પહેલાં તેના અવગુણ જ દેખાય.

  -પ્રવિણ કે.શ્રીમાળી
  http://pravinshrimali.wordpress.com
  http://kalamprasadi.wordpress.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s