કાચની પારદર્શક દીવાલો


કાલે રજા…દૂધ પીવાની મજા ….આ અમારો ફેવરીટ ડાયલોગ હતો પ્રાથમિક શાળામાં ..અને આ જિંગલ અમે દર શનિવારે ગાતા …લગભગ ચાર પાંચ વર્ષ સોરી આમતો છેલ્લા આઠેક વર્ષથી મારા જીવનમેં એક નવો શબ્દ આવ્યો છે …એફ એમ …..આમ તો એનો અર્થ થાય છે ફ્રિકવન્સી મોડ્યુલેશન પણ એને હું ફેશન મોડ્યુલેશન કહું છું ….અને છેલ્લા ચાર વર્ષથી બે શબ્દો મારા કાન પર સતત અથડાય છે : વિક એન્ડ અને મંડે બ્લ્યુ……અને મને આધુનિક જીવનનો એક ફંડા સમજવાની કોશિશ કરવા બહુ બધું મગજ વાપરવું પડ્યું ….વીમો નથી લીધો મગજનો …દુનિયાની કોઈ વીમા કંપનીએ સ્કીમ નથી બહાર પાડી( રિસ્ક લેવા જેવું પણ નથી )…….
હા તો હું ક્યાં હતી ??? વિક એન્ડ ….પશ્ચિમી સભ્યતા પાસેથી ઉછીનું લીધેલું એક આખેઆખું કલ્ચર ….એમાં અમેરિકનો પાંચ દિવસ કામ કરે …અઠવાડિક પગાર લે અને શનિવાર મોજ મજા મસ્તી કરીને વાપરી નાખે ….એટલે એને શની રવિ ને બદલે વિક એન્ડ કહે ……અને હવે તો સોમવારે કામ પર ચડતા જ વિકએન્ડનો વિચાર કરતો એક આખો વર્કિંગ ક્લાસ છે …એ લોકો શની રવિ વારને એક ઉજવણીનો મોટો તહેવાર ગણે છે અને સોમવારે પાછા કામ કરવા જવું પડે એટલે રવિવાર સાંજ
થી એમનો મૂડ થોડો થોડો બગડવા માંડે ફેશનેબલ લોકો એ એને રૂપકડું નામ આપ્યું છે ..મંડે બ્લ્યુ …..બોસ પણ સમજી જાય એટલે સોમવારે થોડું ઇગ્નોર કરે ..એને પણ એ જ પીડા હોય એટલે બધા સમદુખિયા ભેગા થયા હોય …બપોરે લંચ લીધા પછી વર્કિંગ કલ્ચર જામવા મંડે ..અને પછી લાખો રૂપિયાનું પે પેકેટ વસુલતું અને કર્મચારીના ઓફીસમાં આવ્યા પછી ઘડિયાળ ઉતારી લેતું કામ શરુ ..ખુબ કામ ..ખુબ કોન્ટેક્ટ …વચ્ચે થોડું ફેસબુક ..ખુબ સ્ટ્રેસ …ભૂલી જવાય કે હું પરિણીત છું અને ઘેર બૈરી છોકરા / ધણી છોકરા છે …..દોડે છે ..બધા દોડે છે ..પહેલા ઉચ્ચ અભ્યાસ કરવા અને પછી નોકરી શોધવા અને પછી સમયને કાંટે ઘર અને ઓફીસ વચ્ચે બધા દોડ્યા જ કરે છે ..દોડે છે પુરુષો અને સ્ત્રીઓના ટોળે ટોળા……સ્કુટર પર ,રીક્ષામાં ,કાર માં , બસમાં ..અને ટ્રેનમાં પણ દોડ ચાલ્યા કરે છે મંડે થી ફ્રાઈડે સુધી …દોડવું પડે છે ..એક લક્જરિઅસ ફ્લેટ ,કાર ,મોડર્ન લાઈફ સ્ટાઈલ , સંતાનનું પબ્લિક સ્કુલમાં એડમીશન માટે ડોનેશન …..દોડો દોડો ….અમારી પાસે બધું જ છે ફક્ત સમય નથી ……..એટલે જ શનિ રવિ વિક એન્ડ એક તહેવાર લાગે છે ……
આપણે જ આ બાળકને જન્મ આપ્યો છે …શરૂઆતમાં લાડકોડ કરી ઉછેર્યું છે અને હવે એ જ આપણું જીવવાનું એ રીતે હરામ કરવા લાગ્યું છે કે આપણે આપણું કામ કરવા માટે પણ પરાણે જઈએ છીએ …એક ઉંચો દાદર તમે જેટલી બને એટલી ઝડપ થી ચડો.. ઉપર જતા હાંફી જશો ..થાકી જશો …ધીરે ધીરે જશો તો થાક પણ નહીં લાગે અને ઉંચાઈ પર પહોંચતા પ્રત્યેક પગથીયા ધ્યાનમાં રહેશે …અને સાવચેત રહેવાશે …એ મનપસંદ સફર બનશે ..નહીં કે કંટાળો ….
આજે લોકો એક વાત ભૂલી ગયા છે કે પ્રત્યેક સફળતા કશું બલિદાન માંગે જ છે ..પ્રોફેશનલ સફળતા કૌટુંબિક જીવનનું બલિદાન માંગે છે …અને બેઉ વચ્ચે સમતુલા જાળવવાનો પ્રયત્ન એટલે એક સમાધાન પોતાની પસંદગીનું …જે આપણને ટકાવી રાખે છે ..પ્રમોશન જતું કરો અને કૌટુંબિક જીવન જાળવી લો અથવા કુટુંબ નો મોહ ઓછો રાખો અને પ્રોફેશનમાં ટોચની સફળતા માણો…..થાય છે આનાથી ઉલટું અને બાવાના બેઉ બગડે છે ….
જે લોકો કામને પ્રેમ નથી કરતા પુરા દિલ થી નથી કરતા …કામના સમયે ઘરનો અને ઘરમાં કામનો વિચાર કર્યા કરે છે તેના આ બે ફંડા છે : મંડે બ્લ્યુ અને વિક એન્ડ …બાકી તો જીવનમાં જે કરો એ પુરા દિલથી કરશો તો આ બેઉ પીડા થી દૂર રહેશો ….જ્યાં આપો ત્યાં ક્વોલીટી ટાઈમ આપો …..
બાકી શનિ રવિ તો પહેલા પણ હતા પણ મંડે બ્લ્યુ નહોતા ………..બસ આપણી અને ખુશીઓ વચ્ચે પૈસાની કાચની પારદર્શક દીવાલો છે અને આપણે એને જોઈએ છીએ પણ સ્પર્શી શકતા નથી …….

Advertisements

2 thoughts on “કાચની પારદર્શક દીવાલો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s