એક ખાલી ખૂણો …..


મારા ફ્લેટના નીચેના માળે એક ભાઈ રહે છે …આઠેક વર્ષથી રહેવા આવ્યા છે .ખરેખર તો એક વિધવા માસીએ એ ફ્લેટ ખરીદ્યો અને એ એમના ભાઈ છે ..એ થોડા મંદબુદ્ધિ છે ..સાંજે મારી બાલ્કનીમાં બેઠી હોઉં ત્યારે એ શાક કે સામાન કઈ પણ લઈને આવતા હોય ..એ માસી તો ત્રણેક વર્ષ ઉપર એમની એક ની એક દીકરીને ત્યાં અમેરિકા જતા રહ્યા છે …પણ આ ભાઈ સાવ એકલા જ છે …મોટી ઉમર છે ..બે જોડ કપડા ..અને માસીએ ટેલીફોન ટી વી બધા કનેક્શન કપાવી નાખ્યા છે ..જયારે આવે ત્યારે કરાવે ….એક જ રૂમમાં પંખો ..જોઈતા પૈસા કદાચ મોકલાવતા હશે …એમના પડોસી કહે કે રાત્રે અને બપોરે કોઈ પણ સંજોગમાં એ દરવાજો ના ખોલે ..કોઈ આવે નહીં જાય નહીં ..બસ ખાવાનું બનાવી ખાય ,કપડા ધુએ ,ઘર સાફ કરે અને સુઈ જાય …એને જીવનમાં કોઈ આશા કે ઉમંગ નહીં હોય ??? કશું મન નહિ થતું હોય ??? શું આ જ જીવન ??? એક હાઉસકીપર ???એમને જોઉં ત્યારે મને કરુણા થાય …મગજ અસ્થિર હોવાથી લોકો તેમને તરછોડે ખરા પણ વારે તહેવારે કોઈ ફંક્શન હોય ત્યારે બોલાવીને જમાડે …અમારી નીચે એક મારવાડી કુટુંબ રહે એ તેમની સંભાળ રાખે …અમે સૌ એમને મામા કહીએ છીએ ..એમનું નામ પણ ખબર નથી …તમને નથી લાગતું આ ફક્ત ઇન્ડિયામાં જ સંભવે કે કોઈ પણ વ્યક્તિ સચવાઈ જાય છે ….
આ ભાઈ તો સારી સ્થિતિમાં છે પણ ત્રણેક વર્ષ પહેલા હું મંદ બુદ્ધિ શાળામાં સેવા અર્થે જતી ..ત્યાં ચોવીસ થી પાત્રીસ વર્ષના છોકરાઓ આવે એમને ઉદ્યોગ શીખવાડવામાં આવે ..મીણબત્તી બનાવતા ,ફાઈલો બનાવતા ..એવું બધું …એ લોકો બસ નીચું ઘાલીને કામ કરે ..પણ પાછા મજાક મશ્કરી પણ હોય ..અને ગીતો પણ ગાય ..મસ્તીમાં જીવે ..એ લોકો ” એક બિલાડી જાડી તેણે પહેરી સાડી” પણ ખુશ થઈને ગાય …એમને હોમ વર્ક આપવામાં આવે ..જે તેઓ ક્યારેય કરે નહીં …કોઈ સાવ મંદ બુદ્ધિ તો કોઈક ઘણા હોશિયાર …એમના મેડીકલ ચેક અપ વખતે ડોક્ટર સાથે બેસવાનો મોકો મળ્યો ..ત્યારે એમના માં બાપ થાકી જાણ્યું કે દુખ કોને કહેવાય ??એક પચ્ચીસ વર્ષનો નોર્મલ છોકરો કે છોકરી આ ઉમરે સારી નોકરી ,અભ્યાસ કે લગ્ન કરીને ઠરીઠામ થતા હોય ત્યારે આ બાળકોના માં બાપ પર શું વીતતું હશે ???  અને આપણી ફરિયાદો અને અસંતોષ કેટલો ઠાલો હોય છે !!! એમને હું ગીતો શીખવાડું ,રમાડું , બહુ થોડા દિવસમાં સૌ મારી સાથે હળી ગયા હતા …હું કંપાઉંડમાં દાખલ થાઉં અને અંદર બુમો પાડે મેડમ આવ્યા !!!! એમની એક જ જરૂરિયાત “પ્રેમ “..અને નિસ્વાર્થ પ્રેમ આપી પણ જાણે….
એક દિવસ એમને સવાલો પૂછીને રમાડતી હતી : પાંચ ફૂલના નામ ,પાંચ ફળના નામ …પછી મેં પૂછ્યું તમારા પાંચ દોસ્તોના નામ બોલો ..બધા સ્કુલમાં એકબીજાના નામ પોતાના ગ્રુપના બોલવા માંડ્યા …તો મેં કહ્યું : ના બેટા ,તમારા ઘર પાસે ના દોસ્તો …..તો માત્ર એક જ છોકરો બોલ્યો અને એ પણ એક જ દોસ્ત ..ત્યારે મને વાસ્તવિકતાનો ખરો ખ્યાલ આવ્યો ….આ આપણા સભ્ય સમાજમાં તરછોડાયેલો વર્ગ છે …જેની સાથે પોતાના નોર્મલ બાળકોને દૂર રખાય છે પણ એમની સાથે રમાડી આમને નોર્મલ જીવન આપવાનો ખ્યાલ નથી કરાતો…..તેમની જીવન ચર્યા પૂછી તો નરી એકલતા જ હતી …પણ તોય પોતાના આ દુખથી બેખબર હોવાને કારણે જ તેઓ સૌથી સુખી હતા …મારી પાસે જરૂરી ટ્રેનીંગ નહોતી ,અને મેનેજમેન્ટ કમિટીને આ રીતે આવવા દેવાનો રસ પણ નહોતો એટલે પછી સમજીને મેં ત્યાં જવાનું બંધ કરી દીધું …પણ સાચું કહું એ દિવસોમાં મને સાચી અને ખરી ખુશી મળી હતી …હજી બાળકો મળે તેમના માં બાપ મળે તો મારી સાથે હંસીને બોલે …ત્યારે લાગે કોઈ કરેલું કામ વ્યર્થ ન જ હોઈ શકે ….
બસ આ સમાજનો તરછોડાયેલા વર્ગ સાથે કોઈ વાર સાચો પ્રેમ બતાડશો તો તમારું હૃદય પણ ખુશ થઇ જશે …….

Advertisements

2 thoughts on “એક ખાલી ખૂણો …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s