આજે શિક્ષક દિવસ નહીં ???


આજે શિક્ષક દિવસ નહીં ???
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મા ,તસ્મૈ શ્રી ગુરવે નમ :…
આજે :
ગુગલ બ્રહ્મા ગુગલ વિષ્ણુ ગુગલ દેવો મહેશ્વર ,
ગુગલ સાક્ષાત પરબ્રહ્મા ,તસ્મૈ શ્રી ગુગલે નમ : ……..
પુસ્તક ,નોટ ,સ્લેટ ,પેન ,પેન્સિલ ,રબ્બર ,સંચો ,દફતર ,પાટલી ,બેંચ ,બ્લેક બોર્ડ ,ચોક ,નકશો ,પ્રાર્થના ,પ્રતિજ્ઞા ……..એક યુગના આ પ્રતિકો છે …એની સાથે એક એક સુવર્ણયુગ કહેવાયો છે …હવે ક્રેયોન્સ ,નોટબુક ,સ્વાધ્યાય પોથીઓ , અને શોલ્ડર બેગ્સ …શિક્ષકો ધોતિયા ટોપી ઝભ્ભા માંથી જીન્સ ,ટી શર્ટ સુધી પ્રગતિ કરી ચુક્યા છે …હવે એક્ડીયું બગડીયું બાર વાગ્યે છૂટતું …ના હવે તો પ્રિ – નર્સરી થી શરુ થાય અને આકાશ સુધીની સીમાઓ આંબી જવાની ……ચાલતા ચાલતા ભેરુ ટોળી શાળાએ જાય …અને ધૂળ સાથે ભાઈબંધી….હવે શહેરમાં તો વાન અને રીક્ષા ….બિલ્ડીંગ ભવ્ય છે પણ ચોગાન સંતાઈ ગયા છે …લખોટી સ્કુલના ગણવેશના ખિસ્સામાં ભરીને નથી જવાતી …પહેલા પિતાને ખબર ના રહેતી કે એમનો દીકરો કયા ધોરણમાં ભણે છે …પણ શિક્ષકને ભગવાન જેવું સન્માન અપાતું અને એમનો બોલ ના ઉથાપાતો…હવે મમ્મીને સિલેબસ મોઢે હોય છે ….
ચાલુ કલાસે હથેળી સ્લેટ પર દબાવી ગયેલું પેલું જિંગલ : ચકી ચકી પાણી દે બે પૈસાનું પાણી દે …અને પરસેવે ભીંજાતી હથેળી થી ભૂંસાતું લખાણ …એ લખાણ ક્યારેય ભૂંસાતું નથી એ આપણા જીવન પર્યંત સાથે ચાલે છે …ઘડિયા અને સ્પેલિંગ ,પલાખા ગોખી ના લાવવા માટે હથેળીમાં સોટીનો માર ખાધેલો એ દાદાને ગણતરી માટે ક્યારેય કેલ્ક્યુલેતર વાપરવું નથી પડ્યું …..લખી વાંચી ના શકતી દાદી આપણને પરીઓના દેશમાં લઇ જતી વાર્તાઓ કહેતા માત્ર સ્મૃતિને જોરે ..પણ દરેક વાર્તામાં એક બોધ રહેતો ..જીવન બોધ …..આપણી માં ના હાલરડાંમાં જાદુઈ તાકાત ….આ બધા આપણા શિક્ષકો ….યાદ આવ્યા ????
રીસેસમાં પોતાનો ડબ્બો કોઈ નવી વાનગીથી મમ્મીએ ભર્યો હોય તો શિક્ષકને પ્રેમથી ખવડાવવા ડબ્બો ધરતા વિદ્યાર્થીઓ …નર્યો પ્રેમ અને જીવનનું ઘડતર કરનાર દરેક વ્યક્તિ આપણી શિક્ષક જ છે ….ભલે હવે કોલેજ અને સ્કુલ કરતા કોચિંગ ક્લાસનું મહત્વ વધારે છે પણ ત્યાં પણ શિક્ષકની હાજરી તો ખરી જ ….હા ,હવે આદર નથી અપાતો પણ એમાં કારણભૂત તો આપણે જ છીએ ..ઘરમાં ડાર્લિંગ કહેતા મમ્મી પપ્પા ?? કે દાદા દાદીની વાતો ના ગણકારવા સલાહ આપતા પતિપત્ની ??? ના એ વાત નથી કરવી ….
હવેના શિક્ષકે નાનપણથી ગુગલ સર્ચ કરીને પ્રોજેક્ટ તૈયાર કરતા વિદ્યાર્થીથી વધારે જ્ઞાન મેળવીને અસરકારક રીતે એને સમજાવવું પડશે …જ્ઞાનની અફાટ સીમાઓ સુધી વિદ્યાર્થીના મિત્ર તરીકે ખભા પર હાથ મુકીને ચાલવું પડશે …એને ગોખવાની જરૂર ના પડે પણ રમતા રમતા યાદ રહી જાય એવી ટેકનીક શોધવી પડશે ….એની સાથે તેના રાહબર બનીને જીવવું પડશે …હવે રેન્કરોને પેમ્પર કરવાને બદલે લાસ્ટ બેન્ચર રેંચો નો જમાનો આવ્યો છે …ભલે માર્ક શીટના માર્ક્સ સારી નોકરી અપાવી શકતા હોય પણ હજુ એક વિદ્યાર્થી સ્નેહનો સાચો સ્પર્શ ઝંખે છે …હજી પણ ….માણસાઈના પાઠ હવે જીવનની પાઠશાળામાં અગ્રક્રમે જરૂરી બન્યા છે …એ પણ એક શિક્ષક આપે છે …કદાચ પોતાની વાત સાંભળવાનો માતા પિતાને સમય ના હોય ત્યારે એની ગાંડી ઘેલી વાતો શિક્ષક સાંભળે છે …તેથી જ તારે ઝમીન પર નો આમીર ખાન સૌનો ચહીતો છે ….હજી શિક્ષક પોતાના વિદ્યાર્થીને વર્ષો પછી ઓળખી શકે છે …..આજે સમાજશાસ્ત્રમાં આધુનિક સમાજ સાથે તાદાત્મ્ય સાધતા પણ શીખવવું પડશે …તેજ ગતિએ દોડતી દુનિયા સાથે તાલ મેળવતા શીખવું પડશે …હારવા કે જીતવા નહીં પણ જીવનની રમત રમવા શીખવું પડશે ….અને સ્ટ્રેસ ભગાવતા પણ શીખવવું પડશે ..મતલબ કે મલ્ટી ટાસ્ક…..
મારા બધા શિક્ષકો મને આવા જ પ્રેમાળ મળ્યા છે ….મને ક્યારેય ગોખતાં નથી શીખવાડ્યું તેથી સંકટ સમયે મને એમનું જ્ઞાન યાદ રહ્યું છે ….
મારા શિક્ષકો તમે મારા જીવનપર્યંત મારી સાથે રહેશો જ …જ્ઞાન બનીને ..તમને નમસ્કાર ….શત શત પ્રણામ ….કેમકે આજે આ લખનાર અને વાંચનાર બેઉના જીવનમાં શિક્ષક છે જ …….

Advertisements

5 thoughts on “આજે શિક્ષક દિવસ નહીં ???

  1. “હવે રેન્કરોને પેમ્પર કરવાને બદલે લાસ્ટ બેન્ચર રેંચો નો જમાનો આવ્યો છે.”
    બહું જ સાચી વાત છે. આ વાક્યને લગતો એક લેખ કેટલાય સમયથી મારા દિમાગમાં ઘુમ્યા કરે છે. હવે જરુર લખીશ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s