નહીં તો આ મનુષ્ય …???!!!!!!!!!!


રજત હા મારું નામ રજત છે …આજે સન ૨૦૫૦ની પહેલી જાન્યુઆરી છે …પણ આજે મારી પાસે દરેક માહિતીનો રાફડો છે પણ એમાં હું સાવ એકલો થઇ ગયો છું …તમને મારી વાત માંડીને કરું તો ખ્યાલ આવશે …..
સન ૧૦/૦૬/૨૦૪૯ માં હું મારા પ્રાઈવેટ પ્લેનમાં બેસી મારી ઓફીસ દિલ્હી જતો હતો ..આશ્ચર્ય થયું ?? કાર તો બહુ જૂની વાત થઇ …હવે તો એપાર્ટમેન્ટમાં અગાસી પર પ્લેન પાર્કિંગ હોય છે ટુ સીટર…. સૌર ઉર્જાથી બેટરી ઓપરેટ કરાય અને એનાથી પ્લેન ચાલે ..એ બેટરી એની પાંખોમાં હોય …પણ ખરાબ હવામાનને કારણે હું દિશા ભટકી ગયો …અને હિન્દ મહાસાગરના એક ટાપુ પર મારે પેરેશુટથી ફરજીયાત ઉતરાણ કરવું પડ્યું ….મારું પ્લેન તો હિન્દ મહાસાગરમાં જળ સમાધિ લઇ ચુક્યું હતું …એ ટાપુ નહોતો એ તો એક મોટું શહેર નીકળ્યું ….દુનિયાની દરેક સહુલીયત સાથેનું શહેર …પણ એક વાત હતી ત્યાં મારા સિવાય બીજું કોઈ સજીવ દેખાયું નહીં …હા સજીવ ..કોઈ પશુ નહીં પ્રાણી નહીં અને કોઈ મનુષ્ય પણ નહીં …દરેક ઘર ઓફીસ ફરવા માંડ્યો …ખાવા પીવાની સુવિધાથી માંડીને પીવાનું શુદ્ધ પાણી પણ હતું ..મોટા મોટા ઘર અને કાર પાર્કિંગ ,અને પ્લેન પાર્કિંગ પણ …આજે ત્યાં એક સુવિધા નહોતી ફોન નહીં …ઇન્ટરનેટ ચાલુ થાય પણ બ્લેન્ક આવે ….આખા શહેરમાં ભેંકાર ભાસે છે …બસ એક હું …ફર્યો ફર્યો ખુબ ફર્યો …એક કાર લઇ શહેર બહાર ગયો તો ખ્યાલ આવ્યો કે આતો એક કદાચ નાનકડો દેશ હોઈ શકે છે …થોડે દુર બીજું એક ગામ પણ એ પણ સજીવ વગરનું …તમે વિચાર કરો કે કોઈ જ ના હોય અને તમે એકલા આવી રીતે હોવ તો તમારા મગજની હાલત કઈ થાય ?????
કોઈ મળે તો કઈ ખબર પડે ..થોડે દૂર જઈને એક ગલુડિયું દેખાયું …એક આશા જાગી …તેની પાસે ગયો ..તે મને ટગર ટગર જોવા માંડ્યું ..મેં પ્રેમ થી તેના પર હાથ ફેરવ્યો …પહેલા તો ડરી ગયું ..પણ હું થોડો આગળ વધ્યો તો મારી પાછળ પાછળ આવવા માંડ્યું…એને પણ ગમ્યું …ત્રણ અઠવાડિયા પછી મને એક વૃક્ષ દેખાયું ….હું રાજી થઈને નાચવા માંડ્યો ….ગલુડિયું પણ ગેલ કરવા માંડ્યું …ધ્યાનથી જોયું તો એના પર એક માળો પણ હતો ….થોડું ચી ચી સાંભળ્યું …બસ હું અને ટોમી ( પેલું ગલુડિયું ) ખુશ થઇ ગયા ..ખાવા પીવા કમાવાની ચિંતા તો હતી નહીં ..દરેક ઘરમાં ખાવાનું મળી રહેતું એટલે જે ઘર સારી રીતે ગમે ત્યાં રહીએ ..ખાદ્ય સામગ્રી ખૂટી જાય એટલે બીજા ઘર માં ……હું અને ટોમી ….પેલા વૃક્ષ પર પેલા પક્ષીની રાહ જોઈ તો એ ચકલી રહેતી હતી …મેં પેલા ઘર માંથી થોડા ચોખા ને દાળ ના દાણા લાવીને એક વાડકા માં રાખ્યા એટલે ચકલીને પણ આરામ થઇ ગયો …..એવી રીતે પુરા ત્રણ મહિના ફર્યો ….એક લેપટોપ ઉઠાવી લીધું અને એમાં મારી ડાયરી લખવા માંડી ……પચ્ચીસમી ડીસેમ્બર ..આજે તો ક્રિસમસ ….હું પેલો ટોમી અને રોમાં ચકલી અને તેના ત્રણ બચ્ચા સેલીબ્રેટ કરી રહ્યા હતા ……ચકલી નો પરિવાર તો વધતો જશે પણ હું અને ટોમી !!!! એમ કરતા પચ્ચીસમી ડિસેમ્બરે અમે દરિયા કિનારે પહોંચી ગયા …દુર એક હોડી દેખાઈ …એક ઝૂંપડી પણ …..હું તો લગભગ દોડવા જ લાગ્યો …ઝૂંપડીમાં એક વૃદ્ધ માણસ ખાટલા પર સુતો હતો ….પ્રભુ કૃપાએ એને અંગ્રેજી આવડતી હતી ….હું એને અને એ મને જોઇને ભેટી જ પડ્યા અને અમારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા …….
તેની પાસે થી જાણવા મળ્યું કે આ જગ્યા તો યોત્સોકો નામનો જાપાનીઝ ટાપુ છે ..પણ દુનિયાની નજર અહીં પડી નહોતી ..કેમકે અહીં એક ઉપકરણને આધારે એને દુનિયાના ઉપગ્રહોની નજરથી પણ દૂર રાખવામાં આવ્યું હતું …લોકો ખુબ ખુશ હતા …પણ એક વિજ્ઞાનીએ સૂર્યમાળાની બહાર ૩૪૦ પ્રકાશવર્ષ દૂર એક જીવવાને યોગ્ય ગ્રહ શોધ્યો ..ત્યાં પણ જીવો હતા …તેમની સાથ સંપર્ક કર્યો ..ત્યાં વિકાસ માટે વસ્તી નહોતી ..તેથી તેમણે યુ એફ ઓ મોકલાવી ત્યાં લોકો મંગાવવા માંડ્યા..અને બે વર્ષમાં તો આખો દેશ ખાલી થઇ ગયો ….એ લોકો અહીં થી દરેક સજીવો લઇ ગયા …અને અહીં બધું એમનું એમ છે ……
હવે અમે એકના બે થયા ….મેં અહીં એની સાથે મળીને બીજી જીવ શ્રુષ્ટિ શોધવા માંડી ….બે હાથી ,ચાર હિપ્પો પણ મળી ગયા ….પણ મેં સૌર ઉર્જાની બેટરી થી ઇન્ટરનેટ પર પેલું બેરિઅર ક્રેક કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો …….જેનાથી આ ટાપુ અદ્રશ્ય રહેતો હતો …
એક દિવસ બેરિઅર ક્રેક થયું ..મેં દિલ્હી મારા ઓફીસમાં એક મૈલ કર્યો …વિગત જણાવી ….મને મદદ મોકલવા જણાવ્યું ..જેથી હું ત્યાં પરત આવી શકું …..
એક અઠવાડિયા પછી જોયું તો એક મોટું જહાજ ત્યાં આવી પહોંચ્યું …જેમાં મારું કુટુંબ પણ ઉતર્યું……આ બધા અહીં વસવા આવી ગયા …..અને અઠવાડિયાથી પ્રવાહ ચાલુ છે ……..મેં એમને આગળ કઈ પણ કહ્યું નહીં ….
સાચું કહું ખોટું નહીં કહું …પણ હવે પેલી દુનિયા અહીં ચાલુ થશે એ વિચારે હું સુઈ નથી શક્યો બે અઠવાડિયા થી ……મેં અને જુઝી પેલો જાપાની માણસ બેઉએ નક્કી કરી લીધું કે પેલી નવા ગ્રહ ની વાત કરવા જેવી જ નથી નહીં તો આ મનુષ્ય …???!!!!!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s