આતો સમયની સંતાકુકડી છે ……


શું સમય બદલાય છે અને આપણે ત્યાં ના ત્યાં ઉભેલા રહીએ છીએ ???
શું આપણે બદલાઈ ગયા છે અને સમય હજી ત્યાં જ ઉભો છે ???
શું સમય અને આપણે બેઉ સમયના પ્રવાહ સાથે વહેતા બદલાતા રહ્યા છીએ ???
શું સમય અને આપણે બેઉ હજી પણ એના એ જ છીએ ????
આ સવાલો આપણા બધાના જીવનમાં આવે છે કોઈ ને કોઈ સમયે …અને એ વખતના વર્તમાન અનુસાર આપણે આપણો અભિપ્રાય કે અનુમાન બાંધીએ છીએ …..પણ આ બધા માં બદલાય છે માત્ર આપણો વિચાર અને દ્રષ્ટિકોણ …..અને એ અનુસાર આપણે એક સમયને મૂલવીએ છીએ ….
હજી સપ્તપદીના ફેરા સાત કે ચાર ફેરા લેવાય છે બસ લગ્નોત્સવ થોડા વધારે ઝાકઝમાળ વાળા બની ગયા છે …કોઈ પણ ધર્મમાં હજી ધાર્મિક વિધિથી જીવનભરના બંધનમાં બંધાવાનું પસંદ કરાય છે ….હજી પણ પતિ પતિ જ છે અને પત્ની પત્ની જ ..રીવાજો અને તહેવારોની ઉજવણી થોડાક ફેરફાર સાથે એવી જ છે ….
મોડેલ બદલાયા છે ..કાંડા પરથી ઉતરીને ઘડિયાળ મોબાઈલમાં ભલે કેદ થઇ છે પણ દિવસના હજી ચોવીસ કલાક છે …દિવસે મોડે સુધી સુઈને જાગીએ અને રાતે મોડે સુધી જાગીને સુઈ જઈએ તો પણ રાત -દિવસ – અને ઘડિયાળના કાંટા મિનીટ કે સેકંડ બદલાયા નથી ..હજી સમયને રીવર્સ ગીઅર નથી …હજી કાર ચાર પૈડા અને સાયકલ બે પૈડા પર ચાલતી જોવાય છે …
આ બધામાં સૌથી મહત્વપૂર્ણ વર્તમાન છે અને મુખ્ય અસરકર્તા પણ …..દુખો ભૂલી જવાની કોશિશ સાથે યાદ રહી જાય છે ..અને ખુશીઓ યાદ રાખવાની કોશિશ કરતા ભૂલી જવાય છે …
પણ તોય એ ચારેય સવાલ સાચા છે ..જીવન ના જુદા જુદા તબક્કામાં તેના ચક્ર વ્યૂહમાંથી પસાર થતા આપણે …….માથે સફેદ વાળ અને ચેહરા પર કરચલી સાથે પણ નાનપણમાં અપાયેલા નામ અને ઓળખ બદલાતા નથી …સ્ત્રીના સાસરે જઈને નામ બદલાય તોપણ એ સ્ત્રી તો બદલાતી નથી …..
બસ એક નાનકડી વાત શીખવાની જરૂર છે …સવાલને સમયના એ મોડ પર રહેવા દઈને આગળ વધી જઈએ …સમય તો આપણી સાથે ચાલતો રહેશે અને સમય ની આંગળી ઝાલીને આપણે ચાલતા રહીએ ….
જો જીવનની અસલી મજા માણવી હોય તો ઘડિયાળને કાંડાથી ઉતારી ખિસ્સામાં મૂકી દો….જીવનની મજાની ક્ષણોની ઉંમર વધી જશે અને દુખની ક્ષણોની લંબાઈ ખબર નહિ પડે તેથી એની અસર જલ્દી ભુંસાઈ શકશે …..
આતો સમયની સંતાકુકડી છે ……એને રમી લો …

Advertisements

2 thoughts on “આતો સમયની સંતાકુકડી છે ……

  1. સમય એ મનનું સંતાન છે. જ્યા સમય નથી ત્યા મન નથી. જ્યા મન નથી ત્યા ઇશ્વર છે.
    આ લખવું જેટલું સહેલું છે, તેટલું જ ઉતારવું લોઢાના ચણા ચાવવા જેવું કઠીન છે. પણ ક્યારેક મન થાકીને ઠુંસ થઇ જાય કે, હારીને બેસી જાય ત્યારે અનાયાસે જ જીવ આ રસ્તે આવી પડે છે. અને બે ઘડી વિસામો લઇ પાછો, મન સાથે ધીંગા મસ્તી કરવા લાગે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s