ઘર ભણી ……


અનરાધાર વરસાદમાં વગર છત્રી રેનકોટે ચાલ્યા કરું છું પણ કોરી ધાકોર પછી આવું છું ..પહેલાની ભીંજાતી નથી …મન કોરું તન પણ ….
કદાચ હવે દુનિયામાં મારા મનને સ્પર્શી જાય એવી ઘટના ઘટવાની બંધ થઇ ગયી લાગે છે ..કે પછી ઘટનાઓ જે રોજ ઘટે તો છે જ ..પહેલાની જેમ જ તીક્ષ્ણ પણ મારા મનને સ્પર્શી શકતી નથી …
સંવેદનામાંથી સં ક્યાંક ઢોળાઈ ગયો છે અને ખાલી વેદનાઓ ખભે ઊંચકીને ચાલ્યા કરું છું .પણ આ વેદનાથી આંસુ સરતા નથી પણ ખડખડાટ હાસ્ય સરી પડે છે ..ખડખડાટ … કોના પર ??? દુનિયા પર કે પોતાના પર ???? ખબર નથી પડતી ……
મારામાં વસતી એક વ્યક્તિ અકાળે મૃત્યુ પામી છે ..કે બેહોશ થઇ ગયી છે ..ખબર નથી પણ એને ઓરડામાં સહન નથી કરી શકાતી એટલે હમણાં જ એને કબરમાં દફન કરીને પરત ફરીને સ્નાન કર્યું ..!!!
પણ હજી રોજ સાંજે એની કબર પર જઈને મીણબત્તી પ્રગટાવું છું અને એક લાલ ગુલાબ મુકું છું …મૌન બનીને બેસી રહું છું ..ઘડિયાળ પહેરીને જવું યોગ્ય નથી એટલે સમયની ખબર નથી પડતી …કૈક આશા ધરબાયેલી છે …ક્યારેક એમાંથી એ બહાર નીકળશે …
રાહ માં ક્યારેક તો ચમત્કાર બનશે જ …
એ સાંજે થોડું મોડું થઇ ગયું મને જતા …રસ્તા પર ઝૂંપડીની બહાર બેઠો એક છોકરો રડતો હતો ..સ્ટ્રીટ લાઈટ બગડી ગઈ હતી અને કાલે એની વાર્ષિક પરીક્ષા હતી …અનાયાસે મારાથી એને મીણબત્તી અપાયી ગયી ..એના ચેહરા પર એક સ્મિત પ્રકાશિત થઇ ગયું …આગળ જતા એક નાનકડી છોકરી છ એક વર્ષની રડતી હતી એક દુકાનના શો વિન્ડો સામે ..એની બહેનપણી એના આંસુ લુછતી હતી …..તેની માતાનો જનમ દિવસ હતો પણ એની પાસે બીજાની જેમ એને ભેટ આપવા પૈસા નહોતા …મેં એને લાલ ગુલાબ આપીને કહ્યું જા, આ તારી મમ્મીને આપ ….ગાલ પર સરતા આંસુ લુછીને એ થેંક યુ કહીને દોડી એના ઘર ભણી ……
આજે કબર પર જવાની જરૂર ના જણાઈ …!!!!!

2 thoughts on “ઘર ભણી ……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s