ચેતવણી : આ પોસ્ટને વાંચતા નહીં ..!!!


જાવ આજે મારે કઈ જ લખવું નથી ..ના આ કામ હું નહીં કરું, જા તારી સાથે નથી બોલવું ,…ના ,હું નહીં આવું …ના ,મારે નથી ખાવું ..ના, અહીં મારે નથી સુવું ..,ના હું ત્યાં નહીં જાઉં ….કહીએ છીએ અને કરીએ છીએ આપણે બધા આવું કરીએ છીએ …આવું બધું કહી દઈએ છીએ …કેમ કે ..યાર મૂડ નામના મામા મોસાળથી પાછા આવ્યા નથી હોતા અને એમની રાહ જોવામાં આપણાં મનસુખલાલમાંથી સુખલાલ બહાર લટાર મારવા જતા રહે છે અને મન એકલા ખૂણામાં બેસીને આખા ગામનો ગુસ્સો જે સામે મળે એના પર ઠાલવ્યા કરે છે …
પણ આવું કરીએ ત્યારે મજા આવે છે ..તમને આવે છે ??? ખબર છે બધાને આપણી સાથે વાત કરતા બીક લાગે છે ..એમાં આપણે જો કશું પછાડી માર્યું હોય કે મોટો ઘાંટો પાડ્યો હોય તો જે જોઈએ એ વગર દલીલે મળી જાય છે ..આપણને કોઈ ડીસ્ટોપ ( ડીસ્ટર્બ) નથી કરતુ ..અને આપણે રાજા બધું કરી શકીએ છીએ ….કોઈને ઈશારે બંદર બનીને નાચવામાંથી રજા મળે છે …આની બીજી રીત રીસ કે કીટ્ટા પણ હોય …બેઉ માં મૌન મહત્વનું ,અને આંખોમાં ગુસ્સો ઝળકે જેમાં ખાલી પ્રેમમાં પાગલ જણને જ સૌન્દર્ય દેખાય …અને આપણે બીજાના મગજને કેટલી સરસ કસરત આપીએ છીએ (આ એક પરમાર્થનું કામ છે ..)?? કેવી રીતે ગુસ્સો ખાળવો ?? કેવી રીતે મનાવવું ???? ના ના ..આજે આશુક અને માશુકાને તડકે સુકવીને આવી છું ..એમના સિવાય પણ આપણે બીજા લોકોનું પણ અસ્તિત્વ ખરું કે નહીં ?? ( આ બીજા લોકો માં હું પણ ખરી હોં !!)…
મને તો આવું કરવાની બહુ મજા આવે …..જોકે આ વાત સારી નથી પણ ના પાડવી એ એક કળા છે તો નાં સાંભળવી ક્યારેક એક મજા પણ છે અને ક્યારેક એક સજા પણ !!!! ચલ સાંજે પિક્ચરમાં આવીશ ?? ના …( હાશ ! પૈસા બચ્યા )..ના મારે છે ને આજે મારા કાકાના દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો છે તેની પાસે બેસવા જવાનું છે બપોરે …સારું …પેલા તો એકલા પિક્ચર જોવા પહોંચ્યા ત્યારે જોયું કે સ્ક્રીન ૩ માં બરફી જોવા પેલા હોસ્પિટલ જવાનું હતું એ સાહેબ કોઈ ફૂટડી રૂપાળી બહેનપણી સાથે બેઠા છે …!!! આગળનો સીન સમજાવવાની જરૂર ખરી ????
સો ટકા સકારાત્મક બનવું તબિયત માટે હાનીકારક છે ..સો ટકા નકારાત્મક બનવું શરીર અને તબિયત માટે હાનીકારક છે …એટલે મેક્સીમમ દસ ટકા નકારાત્મક રહેવું તંદુરસ્તી માટે લાભપ્રદ છે …આ પોસ્ટને અનુસરવું હોય તો તમારા ખર્ચે અને જોખમે ….!!! બાકી વાંચતા જ નહીં આ પોસ્ટને …અને ભૂલથી પણ વંચાઈ ગઈ હોય તો કોઈને કહેતા નહીં ….

Advertisements

2 thoughts on “ચેતવણી : આ પોસ્ટને વાંચતા નહીં ..!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s