હે ગણેશ !!!


ગણપતિ બાપ્પા મોરિયા ,
અર્ધું લાડુ ચોરીયા ,
મોરિયાને વાર છે ,
લાડુ તૈયાર છે …
=======================
એક દો તીન ચાર
ગણપતિનો જયજય કાર ….
=======================
આ ગણેશ ચતુર્થી આવે એટલે મારામાંનો બાળક આળસ મરડીને ઉભો થઇ જાય છે ..તમે માનશો મારી આંખોમાં ગણપતિના નેક્સ્ટ મંડપની શોધ દેખાશે …હવે તો ચાર પાંચ દિવસ પહેલા જ મંડપમાં મૂર્તિની પધરામણી થઇ જાય અને ચતુર્થીએ વિધિવત પૂજા સાથે મંડપ ખુલ્લો મુકાય ….આગળ એક નાની ટ્રકમાં ડીજે વાગે ,એની પાછળ સોસાયટી કે મહોલ્લાના લોકો ડાન્સ કરતા ચાલતા હોય અને પાછળ બીજી ટ્રકમાં ગણપતિની મૂર્તિ પાછળનો ટ્રાફિક જોતી બેઠી હોય એની પાછળ એના સાચા ભક્તો નાના બાળકો ઉભા રહ્યા હોય ઝંડો પકડીને …ગણપતિએ આ વખતે પોતાનો આઈ પોડ મુગટની અંદર છુપાવીને રાખ્યો છે …તમામ મૂર્તિઓની મીટીંગમાં નક્કી થયું છે …સ્તુતિ ,ભગવાનનું નામ ,શ્લોકો બધું આમાં છે …અને એ તો ભગવાન છે એટલે એ આઈપોડ આપણને દેખાતો નથી ..એટલે શીલા કી જવાની હોય કે સેકંડ હેન્ડ જવાની હોય કે છેલ્લે જવા દો ને ..કશું એમને સંભળાય જ નહીં ….ને આમ પણ સાંજ છ સાત વાગ્યા થી અગિયાર બાર વાગ્યા સુધી જ આ ત્રાસ હોય ને !!! પછી તો આ પામર મનુષ્ય પોતાના કામ કાજ માટે જતો રહે ..બસ પેલા બાલુડા પ્લાસ્ટિકની ખુરસીમાં બેસી સાચુકલું હરખાતા હોય અને પોતાના ઘેર સાંભળેલી વાર્તાઓ એકબીજાને કહેતા હોય …આ બાલુડાને લીધે જ ગણપતિ બાપ્પાને દુનિયામાં આવવાનું મન થાય છે !!!!!
એક ખુફિયા એજન્ડાનો અમલ ગણપતિ બાપ્પાના પોતાના યુનિયનના ધ્વજ નીચે થયો અને જુઓ આ ચિત્ર આમ થઇ ગયું ….
=આમ તેમ પોતાની આવકના છેડા મેળવતા અને ચોમેર થી પીસાતા પ્રમાણિક આવક વેરો ભરતા મધ્યમ વર્ગનું બેંક બેલેન્સ અચાનક ખુબ વધી ગયું …ક્યાંક ભૂલ તો નથી ને એ જાણવા બેંકોના ઈ મેલ ,એસ એમ એસ અને ફોન ધણધણી ઉઠ્યા ..એન્ટ્રી સાચી હતી ….
=તમામ રાજનેતાઓનું સ્વીસ બેંકનું બેંક બેલેન્સ દેશના નાણા ખાતાના આયકર વિભાગમાં ટ્રાન્સફર થઇ ગયું હતું ….તમામ કૌભાંડી નેતાઓ જેલમાં પુરાઈ ગયા હતા ..તેમની નામી બેનામી મિલકત સીલ થઇ ગયી હતી ..આતંકવાદીઓ ના અડ્ડા નાશ પામ્યા હતા ……તમામ દેશોએ ભેગો કરેલો શસ્ત્રોનો જથ્થો ફૂલમાં રૂપાંતરિત થઇ ગયો હતો ….કોન્ક્રીટના જંગલોમાં થોડી જગ્યા ઉપસી આવી હતી અને તેમાં લીલાછમ વૃક્ષો પણ હતા …….તમામ વાહનો હવે સૂર્યના તડકાથી ચાલતી બેટરીમાં રૂપાંતરિત થઇ ગયા હતા ….ટ્રેન પણ …તમામ નદીઓમાં પાણી જ પાણી હતું …. હવે ગાયોને લીલું ઘાસ ખાવા મળતું હતું ….
= પ્રત્યેક માનવમાં માનવતા જાગી હતી …એટલે પોતાના રહેવા યોગ્ય એક ઘર અને એક વાહન રાખી બીજું તે જરૂરિયાતવાળા મનુષ્યને દાનમાં આપવાની કોશિશ કરતો હતો …પણ સામે વાળો વ્યક્તિ એનો દામ ચૂકવી રહ્યો હતો …
= ખાવા પીવાની સામગ્રી અતિ શુદ્ધ સ્વરૂપે હતી ..હવે ચકલીઓ ફરી શહેરમાં વસવા આવી હતી ..જંગલોમાં વન્ય પ્રાણિયો સુરક્ષિત હતા …
=હવે ગૃહિણીઓ નોકરી છોડી ઘર સંભાળવા આતુર હતી …ઘરના તમામ કામ જાતે કરતી હતી …હવે મોંઘી હોસ્પિટલો ખાલી પડતી હતી …મંદિરોમાં ભેગી થયેલી આવકમાંથી શાળા અને કોલેજો ખુલી ગયી હતી ..તમામ શિક્ષકો હવે ખરેખર આરાધ્ય શિક્ષકો બની ગયા હતા ….કોચિંગ ક્લાસને તાળા વાગી ગયા હતા …હવે બાળકોને બાળપણ પાછું મળી ગયું હતું ..કેમકે તમામ ચેનલો હવે પોતાના કાર્યક્રમ સાંજે સાતથી દસ જ ચલાવતી …હવે ફેસબુક પર કાગડા ઉડતા હતા ..વિદ્યાર્થીઓ લાઈબ્રેરીમાં દેખાતા હતા ….
==========================================
હે ભગવાન !!!!!!!! આ મારા ફ્લેટમાં મુકેલું ડી જે જોરથી વાગ્યું ..અને મેરા સુંદર સપના બીત ગયા ….
======================================
હે ગણેશ !!! તમે આમાંનું કૈક તો કરો બકા !!! મારા જેવા તમારા ઘરમાં પુરાયેલા ભક્તો માટે !!!!

Advertisements

2 thoughts on “હે ગણેશ !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s