હિંમત હોય તો જીવી લો એ રીતે !!!


કાલે રાત્રે બહારથી પાછા ફર્યા બાદ ટી વી ચાલુ કર્યું ..ફિલ્મ શરુ થઇ : થોડી સી લાઈફ થોડા સા મેજિક ….
નામ પહેલી વાર સાંભળ્યું હતું …જેકી શ્રોફ ,અરબાઝ ખાન સિવાય કોઈ જાણીતા ચેહરા નહોતા ..એક મુફલીસ જેવા પહેરવેશમાં મુંબઈ શહેરની સડક પર ફરતો જેકી શ્રોફ …થોડાક નાના બાળકો સાથે ક્રિકેટ રમતો હોય છે નાના મેદાનમાં ..એક છોકરાના હાથમાંથી બેટ છટકીને એક કારનો દરવાજો તોડી નાખે છે …એ કારનો માલિક હર્ષ ભોગલે ( જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર) હતા …છોકરાઓ અને જેકી શ્રોફને લાગે છે કે ખીજાશે પણ એ હંસતા હંસતા એક નવું બેટ બોલ એમને આપે છે અને કહે છે આવતા રવિવારે અહીં જ આપણે મેચ રમીશું …તો જેકી શ્રોફ કહે છે કે આવતો રવિવાર કેમ ?? આજે સોમવારે કેમ નહીં ?? તો હર્ષ જોડાય છે …
એક સ્ત્રી જે ન્યુજ ચેનલના પાર્ટનરની ગર્લફ્રેન્ડ છે તે દિલ થી વિચારે છે ..મુંબઈ શહેરમાં સાચા પ્રેમ પર ફીચર કરવા !!! અને એનો પ્રોડ્યુસર પણ ..પણ ચેનલના માલિકોને લાગે છે કે મુંબઈ અને પ્રેમ ????!!!!!
એક મસ્ત જીવન જીવતા જેકી શ્રોફ જેને નામ પુછાતા એ બાંકડા પર ચીતરેલું એમ કે જણાવી દે છે …એને એક રીયાલીટી શોનો એન્કર બનાવી દેવાય છે ..મુફલીસ કોટ પહેરતા થઇ જાય છે ….બનાવટી જીવનમાં એ સતત ગૂંગળાય છે ….શો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ થઇ જાય છે ….એમાં સુખની શોધની જરા અમથી વાતો લોકોના જીવન બદલી નાખે છે …ત્યારે દિલ સાથે જીવન જીવતા પેલી લેખિકા અને પ્રોડ્યુસર જેકીની વ્યથા અને ગુંગળામણ સમજી જાય છે …એને એનું ઘરનું સરનામું પૂછે છે …અને અંતે ત્યાં છોડી આવે છે : એક પાગલ ખાનામાંથી ભાગી છૂટેલો દર્દી હતો જેકી શ્રોફ અને લશ્કરમાં યુદ્ધ વખતે પણ પોતાની ફોટોગ્રાફી નો શોખ અને મેજિક ક્યુબ રમતા એના સાથીના મોતે એ અસ્થિર મગજનો થઇ ગયેલો !!!!!
પેલા રૂપિયાની નોટો છાપતા ચેનલના માલિકો એની શોધ ચલાવે છે ..પેલી લેખિકા અને પ્રોડ્યુસરને પણ દબાણ કરે છે પણ એ લોકો મૌન રહી જાય છે ..અંતે જેકી શ્રોફને મૃત જાહેર કરાય છે અને શ્રદ્ધાંજલિનો વરસાદ વરસે છે …લોકોને એમની ખોટ ના પુરાય એવી લાગે છે …!!!!!!!
==========================================================
જરાય પકડ વગરની આ અજાણી ફિલ્મ કદાચ તમારી મારી આસપાસ ની નથી લાગતી??? જે માણસ પોતાના નિયમોથી મસ્ત બનીને આનંદ થી ફકીરી માણે છે એવો પાગલ જ ખરા અર્થમાં જીવી જાણે છે …પણ જો એને સેલીબ્રીટી બનાવી દેવાય તો એ ગૂંગળાઈ જાય અને એના વિચારો થી કોઈનું બેંક એકાઉન્ટ માલામાલ થઇ જાય નહીં ??? ભીડમાં પોતાની મસ્તી થી પોતાના અભાવો સાથે જીવી લઈએ આનંદમાં એનું નામ જ જીવન !!!!!!! સાચા જીવનના આનંદ ની ફિલોસોફી ક્યારેય પુસ્તકોમાં નહીં મળે …ખુદમાં છે શોધો અને હિંમત હોય તો જીવી લો એ રીતે !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s