કદાચ હા ..


શું કહું ?? પ્રિય કે પ્રિયતમ ??
ના પ્રિયમ જ ઠીક રહેશે ….તમે રોજ સાંજે મારી સાથે બેસીને ચા પીઓ છો ,ઓફીસની વાતો કરો છો ..ઘરની મારી દિનચર્યા પૂછો છો ..પછી કોઈ રાંધવામાં ખાસ ફરમાઇશ હોય તો કહી પણ દો છો અને હું કહું છું કે આતો મારે બજારથી લાવવું પડે એમ છે તો કહી દો છો સારું ફરી કોઈ વાર …પણ મને એ વસ્તુ યાદ રહી જાય છે જ્યાં સુધી એ તમને ખવડાવી ના દઉં…..તમે ક્યારેય મારી રસોઈ વિષે કઈ જ કહેતા નથી પણ જયારે તમને સંતોષથી ખાતા જોઉં છું ત્યારે સમજી જવાય છે ..છતાય મન બહુ ચંચળ છે ..એને હમેશા રાહ હોય છે કે તમે કશુક સારું કહો જ …મારું મીઠું ભૂલાઈ ગયેલી દાળ જયારે તમે સ્થિતપ્રજ્ઞ થઈને પી જાવ છો ત્યારે એક વસ્તુ સમજાતી જાય છે ..તમને શોધ મારા હાથના સ્પર્શથી બનેલી લાગણીશીલ વાનગીની હોય છે ..અને તમે સ્વાદ નથી શોધ્યો ક્યારેય …ગુસ્સે થાઉં કે ખુશ સમજાતું નથી !!!!
અને એક વાત કહેવાનું રહી જાય છે ..કેટલાય વર્ષો થી હોઠ પર આવીને અટકેલા પેલા શબ્દો …પહેલા તો રસમ થી કે દેખાદેખી થી બોલાયેલા હતા થોડું સમજી ને થોડું અણસમજથી ….પણ આજે અંતરમનથી ખુબ ખુબ ઉત્કંઠ થઇને કહેવા છે ….
આજે આપણા સહજીવનને કેટલા વર્ષ થયા એ નથી ગણવું ..જયારે રીસાતા ત્યારે પળો વર્ષોમાં ફેરવાઈ જતી ..જયારે પ્રસંગોપાત દૂર રહેવાનું થતું ત્યારે યુગ લાગતા અને જોડે બેસીને હસતા ત્યારે વર્ષો ખાલી કેટલીક ક્ષણો જ લાગતા ….
આ બધું ક્યારે અને કેમ થયું એ નથી સમજવું પણ થયું છે ખરું ….અને મારા હોઠના શબ્દો મારી કલમની ટાંક પર બેસીને કહી રહ્યા છે …મેં કલમના ઢાંકણ પર એક મલમલનો રૂમાલ ઢાંક્યો છે ..અને તમારી હથેળી પર લખી દીધું છે ….હું તમને પ્રેમ કરું છું ….બસ ..!!!!
અને હું દોડી ગયી ….પલંગ પર ઉંધી પડીને બારણું બંધ કરીને અંદરથી ..જેથી મારા શરીરની આ મીઠી ધ્રુજારીનો રોમાંચ હું અનુભવી શકું ….
શું આને પ્રેમ કહેવાય ????? અને શું લગ્નના પચ્ચીસ વર્ષે એનો એકરાર કરતા એક સ્ત્રી એક અભિસારિકા બની જાય ???
કદાચ હા ..અને હા ..અને હા જ ……
બસ તમારી જ ………..

Advertisements

2 thoughts on “કદાચ હા ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s