તો મારી સાથે ગંગોત્રી ચાલોને !!!!!!


સન ૨૦૦૫માં ગંગોત્રી યમુનોત્રી ગયેલા ..આમતો પહેલા યમુનોત્રી જવાય અને ત્યાંથી ગંગોત્રી પણ અહીં મારી અધીરાઈ છે પહેલા ગંગોત્રી લઇ જવાની તમને સૌને ..તો મારી સાથે ગંગોત્રી ચાલોને !!!!!!
જાનકી ચટ્ટીથી ફરીવાર બારકોટ આવવું પડે છે . અમારા પ્રવાસ ફરીથી શરૂ થાય છે ..યમનોત્રીમાં ચઢાઈ બહુ થાક્વાળી રહે છે .રાત્રે બધા બેખબર બનીને સુતા જ રહ્યા . એક રાત રોકાઈને ફરી સવારે અમારી યાત્રાનો પ્રારંભ થાય છે .એક સરસ મજાની સવાર શરુ થઇ એક નવી સફર સાથે …ગંગોત્રી તરફ જવાનો રસ્તો શરૂઆતથી જ ખુબ નયનરમ્ય છે .એના પર આવતા વૃક્ષો ,રસ્તાઓ અને પહાડોની એક નવી જ તાસીર માણવા મળી . . સૂર્યની મસ્ત કિરણો અહીં આપણા દેહને જલાવી શકે નહિ કેમકે ઠંડી હવાઓના ઝોકા એને પણ નરમ બનાવી દે છે ..આલ્હાદક લાગે છે એ કુમળો તડકો … અહીની પ્રકૃતિમાં નીરવ શાંતિનું અનંત સામ્રાજ્ય છે .મનની ભીતરમાં અને ટાટા સુમો ની બારીની બહાર પણ . રસ્તામાં એક નાનકડું મંદિર આવ્યું .. થોડી વાર એ વાતાવરણમાં ચાલતા નીકળી પડ્યા . ત્યાંથી સહેજ દૂર જતા ગુપ્ત ગંગાનું મંદિર આવે છે .થોડી ચઢાઈ આવે છે નાની ટેકરી પર . અને એક નાનકડા દ્વારમાં થઈને જઈએ તો ગુફામાં એક શિવલિંગ છે .અને અહીં ઘૂંટણ સમા પાણી ભરેલા છે ગુફામાં .આ પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ એક રહસ્ય જ છે .અંદર ટોર્ચ લઈને જ જવું પડે છે અંધારું છે ગાઢું અંધારું .બહાર આવીને સુકા પાંદડાની જાજમ પર ચાલતા અને પહાડ પરથી પડતા નિર્મળ ઝરણાનું પાણી પીને અમે આગળ નીકળી પડીએ છીએ .આગળ થોડા વધારે આગળ અને પછી દેખાય છે પતિત પાવની ગંગા મૈયા નો શ્વેત પરવાહ .જમુનાજળ તો આછા ભૂરા છે અને આ તો ધવલ શ્વેત ..બોલો ગંગા મૈયાની જય….

હવે એક મેદાન જેવી જગ્યા પણ પહાડોની વચ્ચે રણની વચ્ચે મીઠી વીરડીજેવી મળી ગયી ..નામ એનું સાંભળ્યું હશે .ઉત્તરકાશી ..હમણા ખુબ સમાચારમાં હતું ભૂસ્ખલનને કારણે ….થોડા વર્ષો પહેલા પણ અહીં એક ચાર માળની આખી હોટલ ખંડેર માં પરિવર્તિત થઇ ચુકી હતી ..આગળ એક પાવર હાઉસ આવે છે .

ફરી એક વાર પ્રકૃતિ કરવટ લે છે ..હરિયાળીનું સામ્રાજ્ય મોટી મોટી ખડકાળ ચટ્ટાન ચોતરફ દેખાવા લાગે છે ..એક તીવ્ર વળાંક ..પથરાળ રસ્તો ..બે વિદેશીઓ તો મોટર સાયકલ પર નીકળી પડેલા .ઉત્તરકાશી થી ૩૯ કિલોમીટર દૂર એક ગંગનાની નામની જગા આવી .અહીં ગરમ પાણીના કુંડ છે ..સરસ પાકી બાંધેલી જગ્યા છે .મહિલાઓ માટે અલગ વ્યવસ્થા છે ..ચા નાસ્તા માટે સરસ વ્યવસ્થા છે .અહીં સરસ રીતે સ્નાન કરીને જવું હિતાવહ છે .આગળ ફરી ખડકાળ રસ્તો .૧૦’ બાય ૧૦’ની એક શીલા ઉપર લટકતી હતી અને નીચે એની બરાબર નીચે થી રસ્તો જાય ..બસ ખાલી વિચાર કરો કે શું વિચાર આવે ત્યારે ???

અને આપણી ગંગા તો ક્યારેક ડાબે ક્યારેક જમણે પુરબહાર મસ્તીમાં ચાલ્યા કરે .ક્યાંક તો પચ્ચીસ ફૂટ પહોળી તો ક્યાંક ચાર ફૂટ તો વળી ચંચલ તો એટલી કે દસ ફૂટ નો કુદકો મારીને ચાલવા મળે ..બસ તમે એને બારીમાંથી જોયા જ કરો…. જોયા જ કરો…ના આંખો થાકે ના મન ..ક્યાંક ત્રણ ચાર ધારા થઇ જાય અને પછી પાછી એક ધારા બનીને ચાલવા લાગે ..હવે સાત પહાડોનો રસ્તો શરુ થાય છે .અને રસ્તો એક પછી એક એમ સાત પહાડોની આર પાર જાય છે અને શરુ થાય છે દેવદારના નયનાભિરામ વૃક્ષોનો મદહોશ કરી નાખે એવો નજારો ..હવે ક્યાંક ક્યાંક બરફના અંશોના પાંચીકા દેખાવા માંડ્યા છે ..તો ક્યાંક ક્યાંક ખડકોએ બરફની શાલ પહેરવા માંડી છે ..એમને પણ ઠંડી લાગે કે નહીં ????અને ગંગા તો દિલ ખોલીને રાગ પહાડી ગાતી રહે છે ..એનો જ સ્વર અને એનું જ સંગીત ..ભલભલો બોલકો માણસ પણ મૌન બની થીજી જાય એવો માહોલ …

અમારા ડ્રાઈવરે કહ્યું કે આ જગ્યાનું નામ હર્ષિલ છે .ગંગનાની થી ૩૨ કિલોમીટર દૂર .અહીં જ રાજકપૂરની પ્રસિદ્ધ ફિલ્મ રામ તેરી ગંગા મૈલી નું શુટિંગ થયેલું .પણ ઘણા લોકો બસ કારમાં બેઠા એવા તરત ઊંઘવા માંડે છે ..તો કુમ્ભકર્ણ લોકોને ઉઠાડવા શરુ કરો મુકેશ ના જુના ગીતોની સી ડી …તાલ થી તાલ મેળવો આંતરિક અને બાહ્ય સૌન્દર્ય સાથે પ્રકૃતિ ને આત્મા સાથે ….પ્રકૃતિના આ સૌન્દર્ય ના દર્શન માટે અહોભાગ્ય હોવું ઘટે એમ મારું માનવું છે ..ભૈરવ ઘટી જમણી જગ્યા નો રસ્તો ..ભાઈ મારા તો શબ્દો ઓછા પડે છે એનું વર્ણન કરવા ..અહીં ભૂરી જાનવી અને સફેદ ભાગીરથીનો અનુપમ સંગમ છે …આ સંપૂર્ણ જગ્યા એ સૌન્દર્યની પરિભાષા છે …
ચાલો તો ઉતારો સામાન…આપણું ગંગોત્રી આવી ગયું …

અહીં તો મંદિરના પ્રાંગણ સુધી વાહન જાય છે .યમુનોત્રી જેવી કઠીન ચડાઈ નથી ..જો તમે બપોરે પહોંચી જાવ તો રાત્રી મુકામ ઉત્તરકાશી માં કરી શકો ..પણ અહીં રોકાઈ જાવ …કેમ કે અહીં જે ગંગાજી નું સૌન્દર્ય છે એ તો ક્યાંય પણ નથી …અહીં ઇશાવાસ્યમ નામનું ગેસ્ટ હાઉસ છે જ્યાં તમે નિશુલ્ક ઉતારો કરી શકો છો અને ભોજન પણ નિશુલ્ક છે ..પણ તમે સ્વેચ્છા એ જતી વખતે દાન પેટી માં કશું મૂકી શકો ..પણ અમે બાજુના ગેસ્ટ હાઉસ માં રોકાયા …અને પછી રાત્રે જ પહોંચી ગયા ગંગોત્રી મંદિર માં દર્શન કરવા …અમારી હોટલ ગંગા નદીના બીજા કિનારે હતી .એટલે ફરી એક સરસ મજાનો પૂલ પાર કરીને મંદિર ગયા …ખુબસુરત જગ્યા પર એટલું જ સુંદર મંદિર અને ખાનગી માં કહું તો ગંદકી અને ધક્કામુક્કી પણ નહીં ..વાતાવરણની અસર તો નહીં હોય !!! આ જગ્યા સમુદ્ર તળથી દસ હજાર ફીટ ઉંચે છે . આખે આખી બરફના કામળા ઓઢીને સુતેલી ….આંખોથી જુઓ અને આત્મા થી મેહસૂસ કરો ….

તમે જો ગૌમુખ જવા માંગો તો રાત્રી મુકામ પછી બીજી સવારે પાંચ વાગ્યે ઘોડા વાળા નક્કી કરી નીકળી જવું પડે તો સાંજ સુધી પરત આવ્યા ..અહીંથી અઢાર કિલોમીટર દૂર ..અમારા કોઈ સાથી તૈયાર ના થતા જવાયું નહીં ..દહીં ખાવું છે પરોઠા સાથે …ચાલો પંદર રૂપિયાનો નાનો વાટકો અને ગરમ પાણીની ડોલ પંદર રૂપિયા …અરે રામ એટલા ઠંડામાં દહીં જામે એ જ નવાઈ ને !!!
પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકિંગના શોખીન માટે એક ટીપ છે ..ગંગોત્રીથી ૯ કિલોમીટર ચીરબાસા( ૧૧૮૦૦ ફીટ ),ત્યાંથી ૫ કિલોમીટર (ભોજ્વાસા )અને ૪ કિલોમીટર ગૌમુખ તો જરૂર જાઓ ..અને કહે છે અહીં ગૌમુખ થી દૂર ચૌદ કિલોમીટર પર તપોવન નામની જગ્યાની સુંદરતાનું વર્ણન તો શબ્દોમાં બયાન કરી જ ના શકાય એટલું છે …

સવારે ગંગોત્રી મંદિરનું ફરી દર્શન અને પછી વહેતા પ્રવાહમાં કર્યું ગંગા જળનું આચમન .મોટી મોટી શીલાઓ અને પથ્થરો પર વહેતો પ્રવાહ અને એનું શીતલતમ જળ અને અપાર ફેલાયેલું વિરાટ પ્રાકૃતિક સૌન્દર્ય !!! જળને માથે ચડાવતા આંખો માંથી અશ્રુ સરી પડ્યા અને હોઠોમાંથી શબ્દો : થેંક યુ ભગવાન !!!!હું કેટલી ખુશનસીબ છું કે આ ગંગાનું ઉદગમસ્થાન જોઈ શકી છું …..

પાછા ફરતી અમે હર્ષિલ રોકાયા લગભગ દોઢ કલાક ..અહીં સફરજનના બગીચા છે ..સરસ ઝરણાઓ છે …અને સુંદર બજાર ધરાવતા ઉત્તરકાશીમાં પરત આવ્યા ..અહીના પ્રાચીન મંદિરમાં પણ દર્શનાર્થે ગયા …અને સવારે અહીંથી સાથીઓથી છુટા પડી ફરી ઋષિકેશ ગયા …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s