એક દીપક ….


કાલે એક બહુ જ જુનું અને વર્ષોથી પ્રકાશિત થતું ગુજરાતી માસિક અખંડ આનંદ હાથમાં આવી ગયું …પહેલાની પ્રકાશિત એની આવૃત્તિ અને અને આમાં ધરખમ ફેરફાર લાગ્યા ..સમય સાથે બદલાતું ..પણ પહેલા એના ગ્લેઝ પેપરનું મુખપૃષ્ઠ હવે સામાન્ય હતું ..દળદાર માસિક હવે થોડું પાતળું હતું .અને એના પાના સાવ સામાન્ય હતા ..હા ,આ બાહ્ય દેખાવનો જમાનો છે …એટલે સુંદર બાઈન્ડીંગવાળા સામયિક અને પુસ્તકો ,મોટા નામ વધારે વંચાય અને વેચાય છે ..એમાં ખોટું નથી ..કેમકે પ્રકાશન એ પણ એક વાણીજ્યનું અવિભાજ્ય અંગ છે …
બાહ્ય કલેવર ભલે બદલાય પણ એ સામયિકનું આંતરિક સૌન્દર્ય જરાય ઓછું નહોતું થયું ..હજી પણ એ જ સ્વચ્છ નિર્દોષ વાંચન ..પારિવારિક પરિવેશ ,ધર્મ ,ચિંતન ,કાવ્ય અને વાર્તા …જાણ્યા અજાણ્યા લેખકો ભલે હોય પણ એમની કલમ માં સત્વનો જ સ્વીકાર એ સિધ્ધાંતનું યથાર્થ પાલન ..વાર્તાઓ એક જ બેઠકે વાંચીને પૂરી કરી ..એક થી એક ચઢિયાતી ..પછી લવાજમ પર ધ્યાન ગયું માત્ર રૂપિયા ૨૫૦ ભારતમાં …
જીવન પણ કૈક આવું જ છે નહીં ??!!! જયારે ચડતીના શિખરે હોવ ત્યારે બધું જ સુંવાળું ..પણ પછી બરછટ જીવનનો સહજ સ્વીકાર કરીને ખીણનો અંધકાર પણ પચાવી લેવો એટલો સહજ નથી હોતો ….એક સિધ્ધાંતનો દુનિયા સ્વીકાર કરે ત્યારે તમે શીર્ષ સ્થાને બેસી જાવ અને જયારે દુનિયા કોઈ બેહતર વિકલ્પ કે એમને ગમતો વિકલ્પ શોધે એટલે ગુમનામીના વાદળ ઘેરાય ત્યારે હતાશાના વાદળ ઘેરાય …..પણ મહત્વની એક વાત છે કે તમે તમારા સિધ્ધાંત સાથે સમાધાન કરો છો કે નહીં ..બાહ્ય કલેવર મુરઝાયા છતાય આંતરિક અજવાળું વિલાય નહીં એ વિષે સજાગ છો કે નહીં ???
અઘરું છે બહુ અઘરું છે પણ અશક્ય નથી …દુનિયાની નજર ભલે બીજે છે પણ હજીય તમે એની દ્રષ્ટિમાં જરૂર છો …હજીય ક્યાંક એ નવી વસ્તુ સાથે તમારી સરખામણી કરી લે છે …કહે છે કે દુનિયામાં કેટલાક વ્યક્તિ અને વસ્તુ આપણે ભલે યાદ ના રાખતા હોઈએ પણ એને ભૂલી તો કદાપી નથી શકતા …જીવનમાં સ્પર્ધાઓ તો નિરંતર ચાલ્યા જ કરે છે …અને ક્યારેક આપણે આપણી ભીતર જ આપણા મન અને મગજ વચ્ચેનો દ્વંદ્વ …મન નો વિજય સહજ અને સહેલો નથી ..મગજ જીતી જાય છે ..પણ મનના પરાજયનો રંજ રહી જાય છે …..
અને આ બધા થી ઉપર ઉઠવાની સાધના બહુ મુશ્કેલ છે અને ફરી વાર કહીશ અશક્ય નથી ….ત્યાં જય પરાજય નથી ..ત્યાં હર્ષ કે નિરાશા નથી ..ત્યાં જ્યોત ને પ્રકાશ છે જ્યાં કોઈને કોઈ આવીને તેલ પૂરી જાય છે અને જ્યોત અખંડ જલ્યા કરે છે ….

4 thoughts on “એક દીપક ….

  1. સાચી વાત છે , જયારે બહુ હતાશ થઇ ગયો હોઉં છું અને જયારે એમ લાગે છે કે આનો કોઈ અંત જ નહિ હોય . . .ત્યારે એ કાનજી બસ માત્ર એક રાત્રી બાદ એક નવી ખુશનુમા સવાર દેખાડે છે , બસ એક નાનકડો ધક્કો મારે છે અને આપણે જીવનમાં પાછા જીવન પુરવા માંડીએ છીએ . . . .ખરેખર એ બહુ અઘરી માયા છે 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s