..વાત સરળ છે


શાહરૂખખાનનો રોમાંસ નથી ..સલમાનખાનની ફાઈટ નથી ..આમીરખાનની ધ્યેય લક્ષી વાતો નથી ..કે નથી આમાં સદીના શહેનશાહની એક્ટિંગ છતાં પણ ફિલ્મ સુપર્બ છે ..તમે બધાએ વાંચી પણ લીધું હશે ..ઓહ માય ગોડ વિષે ..આપણા પરેશભાઈના સંવાદોમાં ખોવાઈ જઈએ પછી ખબર જ પડતી નથી કે આ ફિલ્મમાં કોઈ હિરોઈન પણ ની મલે…પણ માળું મજ્જો પડી ગ્યો..જલસો પડી ગ્યો ..રૈવાર સુધરી ગ્યો …
ધર્મ ,ભગવાન તમે અને હું માનીએ છીએ ..પણ કેવી રીતે ?? શું યોગ્ય અને શું અયોગ્ય??? એક ડાયલોગના પ્રેમમાં પડી ગયી …કાનજી યાદવના : એ લોગ સોચતે હૈ મુજ્હે કોમનસેન્સ નહીં હૈ ….
બીજો ડાયલોગ : વો ફેસબુકકે પ્રોફાઈલમેં અપના લેટેસ્ટ પ્રોફાઈલ પીક નહીં રખા હૈ ઇસ લિયે પુરાના હી ચલ રહા હૈ …
આ વાતનો અનુભવ ત્યારે થયો જયારે હમણાં ઉજ્જૈન ગયેલી ..બધા ફૂલ ,અને બીલીપત્ર બધું લે ..ચઢાવો કરે …અને બધું કચરા તરીકે ફેંકી દેવાય ..સડે ..એ બધું ભગવાનનું અપમાન કે માન??? પણ એ વેચનારના ઘરનો ચૂલો ચોક્કસ જલે …..
આસ્તિકતા અને નાસ્તિકતા એ વ્યક્તિગત બાબત છે ..એમાં કોઈ ટીપ્પણી કરાય નહીં ..પણ જયારે આપણે ભગવાનની પ્રાર્થના કોઈ મૂર્તિ સામે કરીએ ત્યારે એક સંધાન કરીએ છે ..અને આપણું મન કહે છે એક ચિત્તે અને મન જ સાંભળે છે ..ભગવાન આપણા મનમાં જ રહેલો છે એટલે એ સાંભળે છે ..અને જે વસ્તુ સાચા દિલથી ચાહવામાં આવે તો ઈચ્છા પૂર્તિ પણ થાય છે તો એ કરે છે કોણ ??? આપણામાં બેઠેલો ભગવાન જ …
આપણા મનમાં કેટકેટલું છે અને શોધ એની નિરંતર જગતમાં કરતા કરતા માનવ કેટલો ભટક્યા કરે છે ???
ક્યારેક ધાર્મિક ઉત્સવો સોસાઈટી કે મંડળોમાં ઉજવાય છે ..એમાં કેટલાક સભ્યો ખુબ સક્રિય હોય અને કેટલાક નિષ્ક્રિય …સક્રિય લોકો હવે પોતાનું સીધું કરી જ લે છે કોઈ પણ રીતે ..અને નિષ્ક્રિય એવો જ બેસી રહે છે …થોડી થોડી મલાઈ બધે પહોંચે છે ..આ બધું જોઇને એક વ્યક્તિ ખીજાઈ જાય છે અને એ ફાળો નથી આપતો ..એટલે એ એન્ટી સોસીઅલ કહેવાય છે ….પણ એ વ્યક્તિ પોતાના ઘેર એક દીવો કરીને ,માથું નમાવે છે અને બહાર જઈને કોઈ ખોટું કાર્ય નથી કરતો તો એને શું કહેવાય ??? આસ્તિક કે નાસ્તિક ….
હમણાં અમારા ફ્લેટમાં ઉપરોક્ત બાબતના સંધાનમાં જ એક ઘટના મારા ધ્યાન પર આવી ….ગણપતિ ઉત્સવમાં ચોથા પાંચમાં ધોરણમાં ભણતા છોકરાઓ રોજ પ્રસાદ વહેંચે આરતી પછી …બધાને જાણી જોઇને થોડો થોડો આપે …બીજો તો આપે જ નહીં ..અને પછી બધા ઘેર જાય એટલે એ છએક બાળકો એક ખૂણામાં જઈ બધું પંચામૃત અને પ્રસાદથી પેટ ભરી લે …અને એક બાળકની માં ગર્વપૂર્વક મને આ કહેતી હતી …માન્યું એ બાળકો છે ..અત્યારે કૃષ્ણસ્વરૂપ કહેવાય ..કૃષ્ણ જ કહેવાય …સાચું ખોટું સમજતા નથી પણ તોય માં બાપની એક નૈતિક ફરજ છે એમને એમ કરતા રોકવાની ..કદાચ એમ પણ કહી શક્યા હોત કે આપણી બિલ્ડીંગમાં બીજા જે લોકો ના આવ્યા હોય એને ઘેર જઈને થોડો પ્રસાદ આપી આવો ..પણ ના એવું થયું નહીં …..આ જ આદત આગળ જઈને શું રૂપ ધારણ કરે એ સમજાવવાની જરૂર ખરી ??? શું ધર્મ અને શું અધર્મ એ શીખવવાનો મોકો આ તહેવાર આપે છે …અને શું શીખીએ છીએ ??? આ બધું નજર સમક્ષ ના જોવું પડે તેથી ના જઈએ એટલે કદાચ નાસ્તિકમાં ખપી જઈએ તો પણ વાંધો નથી ..ભલે ….આજે તહેવારને નામે જયારે એક વ્યક્તિ આ બધું જોઇને ફક્ત ૧૦૧ રૂપિયા આપે છે ..અને એને ફરજ પાડીને ૫૦૦ રૂપિયા લેવાય છે ..પણ એ વ્યક્તિને ઘેર એક પણ દિવસ એક દાણો પ્રસાદનો આપવાની કોઈ પરવાહ ના કરે તો વ્યક્તિઓએ ઉભો કરેલો ધર્મ અને આસ્તિકતાનો મંડપ એમાં આસ્તિક કોણ અને નાસ્તિક કોણ ??
પછી આપણે દેશમાં ભ્રષ્ટાચારની બુમો પાડીએ કે ભગવાનને પોકારીએ એ કેટલું વાજબી …આજની પેઢીને સાચી સમજ આપીશું તો આવનાર દાયકાઓ પછી એક સ્વચ્છ અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકશે …..વાત સરળ છે એટલે જ સમજ નહીં પડે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s