જીવનની રીત


હમણાંની મૌસમ બદલાઈ છે …દિવસે ગરમી સવાર બાજુની રાતે ઠંડી …રાત્રે સુતી વખતે ચાલુ કરેલો પંખો સવારે ચાદર ઓઢવા મજબુર કરે એવો પંખો …જ્યાં સવાર આવી નથી અને રાત ગઈ નથી એવી મૌસમ …વિચારો પણ જાણે થંભી જાય એવી મૌસમ …કશું ગમે નહીં ..કશું નહીં ..ખાંસીના ઠુમકા વધુ સાંભળવા મળે એવી મૌસમ …નાકના વહેવાની મૌસમ ..દૂધ અને ખાંડની વાનગીના ભાવ બોલાય એ મૌસમ …કાગડાને પ્રેમથી બોલાવાની મૌસમ …..ભાદરવાનો ભાવ બોલાય એવી મૌસમ ….
કાલે શ્રાદ્ધ હતું ..પૂજનીય સસરાજીનું ….કાગવાસ નાખ્યો પણ કાગડો દેખાયો નહિ ..સાંજે અચાનક અગાસી પર એક વાંદરો આવ્યો …રાત પડવાની તૈયારી હતી ..એ આવીને વાસની થાળીમાંથી એવી રીતે ખાઈ રહ્યો હતો જાણે કોઈ મનુષ્ય ..બહુ જ વ્યવસ્થિત રીતે …થાળી નીચે ચાર માળથી ફેંકશે એવી ધાસ્તી થઇ પણ ચુપચાપ જોયા કર્યું ..ત્યાં બીજો વાંદરો આવ્યો …એને પેલા એ ભગાડી મુક્યો તો એણે પહેલા વાંદરાને ડીસ્ટર્બ કર્યો નહીં …મેં અંદર જઈને પુરીઓ પડી હતી તે પંદરેક પુરીઓ લાવીને થોડું બારણું ખોલી ફેંકી ..તો એ ખુશીથી ખાવા લાગ્યો …પહેલાએ ભાગ ના માંગ્યો ..ત્યાં ત્રીજો વાંદરો આવ્યો તો બીજાએ વધારે પૂરીઓ હતી તો એને પણ આપી ..ત્રણેવે ખાધું સંપીને સમજીને ….
આપણે આવું ક્યારે સમજીશું ?? એક સવાલ મુક્યો એ વાંદરાઓએ …આપણી સમજ એક અબોલ પશુ કરતા પણ ઓછી થઇ ગયી છે ????
નવરાત્રી માટે ઘર પાસેનું મેદાન સજ્જ થઇ રહ્યું છે ..બજારો ઉભરાઈ રહ્યું છે પણ મન ખાલીખમ થઇ ગયું હોય એવું લાગે છે …એટલે મન વગર લખવા ખાતર લખતી પણ નથી ….પણ હા વાંદરાએ મનને સ્પર્શ્યું તો એનો સંદેશ પહોંચાડવાનું મન થયું ….કે હજી મોડું નથી થયું ..તમે જીવનની રીત શીખો …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s