…બાકી તો !!!!!!!


શ્રાદ્ધ થી શ્રદ્ધા સુધીની સફરને આડે હવે થોડા કલાકો બાકી ….
દૂધ પૂરી થી ઉપવાસ સુધીની પણ આ સફર ….
ભક્તિ ભાવના શક્તિ ઉપાસના થી ભક્તિ ભાવના શક્તિ ઉપાસના ( અહીં ચાર છોકરીઓના નામ છે ) સુધીની સફર ….
શ્રાદ્ધ હવે સાચા અર્થમાં તર્પણ રહ્યું હોય કે ના રહ્યું હોય પણ શક્તિની આરાધના તો મહોલ્લાના નાનકડા વર્તુળ થી મોટા મેદાનોના ચક્કરની અંદર ચક્કર ની અંદર ચક્કર અવશ્ય ફરી રહી છે …ગયા અને સિદ્ધપુરમાં એક વાર સરાવ્યા પછી તમે આખું જીવન શ્રાદ્ધ ના કરો તો કદાચ ચાલી જાય એવું સાંભળ્યું છે ..ઘણા લોકો પોતાના જીવતે જીવત જ બધી ક્રિયા પતાવી દે છે …આપણી સંસ્કૃતિની ગતિ પ્રાચીનથી અર્વાચીન તરફ અને ક્યારેક અર્વાચીનથી પ્રાચીન તરફ રહી છે …પણ એમાં લાભ નફો નુકસાન જોવાય છે …જો તમને ખુબ આનંદ થતો હોય તો તમે પ્રાચીનને અપનાવો છો પણ જો એમાં સખત આરાધના તપ તપશ્ચર્યા કે અગ્નિ પરીક્ષા હોય તો નથી અપનાવતા ….બાબા અમરનાથની ગુફામાં ખરેખર એમને સમજીને જનારા કેટલા???બસ ફલાણા ગયા એટલે અમે પણ ચાલ્યા …..એવા બહુતાયત મળી આવશે ….ચાલો હવે જો એવું થાય કે શક્તિનો હુકમ થાય કે ગરબે રમવા જતી વખતે નવેનવ દિવસ ઉપવાસ કરે એને જ પ્રવેશ , બ્રહ્મચર્યનું કડક પાલન ,સવારે પહેલા પ્રહરે ઉઠીને આકરા અનુષ્ઠાન કરવા ફરજીયાત અને શક્તિની નખશીખ આરાધના જેમાં વ્યાપારિક દ્રષ્ટિકોણ ના હોય તો ગરબા ગવાશે ખરા ?????
પોતાના મનોરંજન માટે થતા ઉત્સવો એ પણ ભગવાનને નામે…. શું કહી શકાશે આને ????હોળી ઉત્તરાયણ વગેરે ઉત્સવો અને આ ઉત્સવમાં શું તફાવત છે એ પણ સમજવો જરૂરી છે …શક્તિના નવે દિવસના નવ રૂપોના નામ ,એનું મહાત્મ્ય વગેરે વાંચીને ..એની શક્તિ પૂજા વિષે જાણીને જે પણ વ્યક્તિ ગરબા ગાવા જશે એના મનમાં શ્રદ્ધાનો આવિર્ભાવ થશે જ એમાં શંકા નથી …..બીજું કઈ નહીં પણ આજના યુવાનને એક વિનંતી કરી શકું કે શ્રદ્ધા અને શ્રધ્ધેય ને સમજી વિચારીને ઉત્સવ ઉજવો તો એમાં એક તેજોર્મય આભા જરૂર ઉદ્ભવશે …બાકી તો !!!!!!!

Advertisements

2 thoughts on “…બાકી તો !!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s