એક સત્ય ઘટના એક કસોટી જિંદગીની …


કહે છે કે જીવનની પરીક્ષાનો કોઈ સ્થળ કાળ કે મુહુર્ત તારીખ નિશ્ચિત નથી હોતા ….કોઈ વાર તમારી સાથે એવું થયું છે કે માત્ર અને માત્ર સંજોગો તમને કોઈ ગુનેગાર સાબિત કરતા હોય અને એ પણ સામે વાળાની કુચેષ્ટા અને બદનીયતને કારણે …તમે બેકસુર હોવા છતાં પોતાની જાતને કોઈ સામે નિર્દોષ સાબિત ના કરી શકો …આમાં એક પક્ષ એ પૂર્ણ રાજકારણી ( પાર્ટી ડી )આપણા રાજકીય પક્ષ ની જેમ તડજોડની રાજનીતિ અવિરત રમતા ..અને બીજો પક્ષ ( પાર્ટી એન ) જે કોઈ સાથે સંપર્કમાં નથી અને રાજનીતિ એના લોહી માં નથી …ખોટી વસ્તુનો વિરોધ કરે છે ડર્યા વગર ….
એક ઉદાહરણ આપું ..તમે ચોથા માળે રહો છો ..જ્યાં ફક્ત બે ફ્લેટ છે ..પેન્ટ હાઉસ …જેની અગાસી એક કોમન નાની દીવાલ ધરાવે છે ..તમે લીફ્ટ નહીં પણ દાદરાનો ઉપયોગ કરો છો ..જેની પહોળાઈ માત્ર સાડા ચાર ફૂટ છે …એમાં પાર્ટી ડી જે છ ફૂટ લાંબો અને અઢી ફૂટ ઉંચો એક દિવાન મૂકી દે છે ..ઉભો …જવા આવવામાં પાર્ટી એનને અડચણ પડે છે ..તે ગર્ભિત શબ્દોમાં ફરિયાદ કરે છે પણ નફફટ પાર્ટી ડી માનતી નથી …આખરે એક મિત્ર આગળ તે વાત વાત માં આ વાત રજુ કરે છે અને વાત ફરતી ફરતી પાર્ટી ડી પાસે આવે છે ત્યારે તે પાર્ટી એનને કહે છે : ભલા માણસ !!!તમે અમને કહેતા કેમ નથી ??? અમે હટાવી દેત …એટલે આવા લોકો અડચણ ઉભી કરીને ખસી જાય છે ..ગુપચુપ અને બીજા વ્યક્તિ તેનો સાચો વિરોધ કરે તો કહે છે એ બીજો વ્યક્તિ અદેખો છે ..તેને દરેક વસ્તુ નો વિરોધ છે ..આ વસ્તુ કેટલી સાચી અને સાચી વ્યક્તિ કોણ ????
કોમન અગાસીને તાળું મારી ચાવી પોતાની પાસે સંતાડી દે છે …અને કોઈ માંગવા આવે તો પાર્ટી એન પાસે મોકલે …એન પાસે હોય નહીં એટલે એ ના પાડે… બીજે દિવસે ચાવી માંગનારને આપે અને કહે કે સવારે કોઈએ તેના બારણા આગળ ફેંકી દીધેલી ….એમ કરીને આડકતરી રીતે એન ની સંડોવણી કરે ….જે ખરેખર તો નિર્દોષ હોય …!!!! એન કોઈ સાથે વધારે ભળે નહિ એટલે તેને આ ગટર પોલીટીક્સની ખબર ના હોય ……પણ આરોપી ઠરી જાય ….
હવે ત્રીજો કિસ્સો જે કહેવા જઈ રહી છું તે ધ્યાન થી વાંચજો ….અને બને તો તમારો અભિપ્રાય પણ આપજો …..બેઉની ટેરેસ કોમન છે માત્ર ત્રણ ફૂટ ઉંચી દીવાલ છે …એક દિવસ પાર્ટી ડી પોતાની બે ચાદરો સૂકવે છે …અગિયાર દિવસ પછી તે બુમાબુમ કરે છે કે પાર્ટી એને એની ચાદર પર જ્વલનશીલ દ્રવ્ય એસીડ છાંટીને મોટા મોટા છિદ્રો પાડી દીધા છે અને બધાને બતાવે છે ….લોકોને પોતાના ઘેર બોલાવીને, બાલ્કનીમાંથી બુમો પાડીને ….હવે પાર્ટી એન સિવાય કોઈ બીજી તરફની અગાસી માં જઈ ના શકે એટલે ફક્ત ત્યાં રહે છે એને લીધે એને દોષી ઠરાવાય છે અને એ પણ અગિયાર દિવસ પછી …પાર્ટી એન કહે છે કે જ્વલનશીલ પદાર્થ એસીડ જો છાંટવામાં આવ્યો હોય તો બીજા દિવસે ચાદર સુકાતા એમ ગંધ પણ આવે અને સંકેલતી વખતે એ અવશ્ય દેખાય …પણ અચાનક અગિયાર દિવસ પછી બસ ખાલી હેરાનગતિ કરવા માટે જ જૂની ચાદરો પર કોઈ બીજા કારણોસર થયેલા નુકસાનને નિર્દોષ વ્યક્તિને માથે ના ચઢાવાય ….અને મજાની વાત તો એ છે કે જે દિવસે આ એસીડ નાખવાની વાત કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ ઘેર હાજર જ હોતી નથી …એટલે કથા બદલીને કહેવાય છે કે રાત્રે ઉઠીને નાખેલો ….જોયા જાણ્યા સમજ્યા વગર બસ માત્ર હેરાનગતિ કરનાર આ વ્યક્તિ ડીને તમે શું કહેશો ???? કોઈ બીજાની અવરજવર ચોથા માળે ના હોય એ સ્થિતિનો ગેરલાભ ઉઠાવનાર અને નિર્દોષ વ્યક્તિને બદનામ કરનાર આવા લોકો સજ્જન વ્યક્તિની જીવનની સૌથી કઠોરતમ પરીક્ષા જેવા હોય છે …!!!!!
આવા સંજોગોમાં નિર્દોષ વ્યક્તિ માટે તમે શું સુચવી શકો ??????

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s