કસોટી જિંદગીની (૨)….


તમને રસ ના પડે એવી પોસ્ટ મેં ગઈ કાલે મૂકી …કસોટી જિંદગીની …પણ એ દ્રષ્ટાંત આપવા પાછળ જે મારો મૂળ હેતુ છે તો માનવનું મનોવિજ્ઞાન …..
તમારો જન્મ કોઈ ચોક્કસ જ્ઞાતિ કે દેશમાં થાય એ તમારા હાથમાં ક્યારેય નથી હોતું પણ તમારો ઉછેર તમારું વાંચન તમારું જ્ઞાન તમારા વ્યક્તિત્વના ઘડતરમાં બહુ મોટો ફાળો ભજવે છે ….છસો ઘર હોય એમાં ભણેલું કોઈ હોય નહીં ત્યાં દસ પાસ વ્યક્તિ પણ રોફ મારે છે …જ્યાં તમામ અગવડો હોય ત્યાંથી અચાનક તમને સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિ મળી આવે ,,,તમે તમારી લાયકાત કરતા પણ ઘણું વધુ મળી જાય નસીબ જોગે તો એને પચાવવું ખુબ અઘરું હોય છે …કેમ કે તમારી સુવિધાઓ તમારા વૈચારિક સમૃદ્ધિને વિશાળ બનાવી શકે એ જુજ કેસ માં બની શકે ……તમે ઘરમાં લાડકા હોવ અને તમારી બધી જિદ્દ સાચી ખોટી પૂરી થાય અને તમે એમ જ મોટા થાવ ત્યારે તમે બહારની દુનિયા પાસે પણ એવું જ અપેક્ષા રાખતા થઇ જાવ ..અને અપેક્ષાઓ ના સંતોષાય તો તમે સીધા સમજણવાળા માર્ગને બદલે ધાક ધમકી સતામણીનો માર્ગ અપનાવી બેસો છો …તમારું મન હમેશા આકાશ ને બદલે એક કુવા મન દેડકાના મન જેવું થઇ જાય ….
તર્ક પણ હમેશા તમને અનુકુળ આવે એવો જ કરો …ક્યારેય પોતાની જાતને સામી વ્યક્તિની જગ્યાએ મૂકી ને વિચારી ના શકો …
વિશાળ આકાશમાં એક મોટો તારો પણ ક્ષુલ્લક જ્યોત લાગે છે ..પણ ઘરનો દીપક રૂમ અજવાળે છે ..એ દીવો આકાશને અજવાળી ના શકે ….આપણી દ્રષ્ટિની કૂપ મંડૂક વૃત્તિ આપણા વ્યક્તિત્વનું ઉધાર પાસું બની જાય છે …એક વસ્તુ યાદ રાખવા જેવી છે …દુનિયાને તમારા જેવી બનાવવા જશો તો તમારો સમય ને શક્તિ વેડફાઈ જશે પણ તમે જ્યાં શક્ય હોય ત્યાં થોડું અનુકુલન સાધીને તમારી વાત નમ્ર પણે સમજાવી શકશો તો એ જરૂર અસર કરશે …જો કોઈ વ્યક્તિ હલકટ વૃત્તિ કરે તો એને જવાબ આપવા માટે આપણે નિમ્ન કક્ષાએ ઉતરી જવાની જરૂર જરાય પણ નથી …કેમકે વ્યક્તિ જયારે કઈ પણ બોલે છે એ એના સંસ્કાર અને વિચારોનો આયનો હોય છે …અને દુનિયાના લોકો જેની સામે આંગળી ચિંધાઈ છે તેની વર્તણુકને પણ સમજતા હોય છે ..અને વાણી પણ સમજે છે …એટલે જ તમે કેવા છો એ પણ સમજે છે અને આગળ જતા એ પ્રમાણે એ તમારી સાથે વર્તન અને વિશ્વસનીયતા દાખવે છે …સો વાર મોટે મોટેથી બોલાયેલું જૂઠ ક્યારેય સત્યનું સ્થાન લઇ શકે જ નહીં ……તમે જેટલું મૌન રહેશો એટલા જ તમારા શબ્દો વિશ્વસનીય બનતા જશે અને મક્કમ પણ …લોકો તેને ધ્યાનથી સાંભળતા જ હશે ….
કોઈ વાર આરોપીના પીંજરામાં ખોટી રીતે પુરાઈ જાવ તો ડરો નહીં ….સમય બધા મર્ઝની સબળ દવા છે …એક ખોટો વિજય માણસમાં અહંકાર ભરી દે છે અને એ વ્યક્તિ એવું સમજી બેસે છે કે એ સાચી જ છે …અને છકેલી એ વ્યક્તિ ભૂલો પર ભૂલો કરવા માંડે છે …અને મૌન એ વખતે વિજયનો ટંકાર કરે છે …
આજે વિજયાદશમી છે ..અસત્ય પર સત્યનો વિજય ….જિંદગીમાં જયારે પણ સત્યને આરોપીના કઠેડામાં ઉભા રાખવામાં આવે તો ખાલી એટલું યાદ કરી લો કે ચૌદ વર્ષનો વનવાસ તો રામને જ થાય છે …અને પાંચ પાંડવોને જ વનમાં જવું પડે છે …પણ તોય તેઓ ક્યારેય એકલા નથી હોતા કેમકે સત્ય એમની સાથે હોય છે અને જ્યાં સત્ય હોય છે એની પડખે હરહમેશ પરમેશ્વર પણ હોય છે ……….અહંકારના રાવણને મૌન રૂપી રામ બની મારો ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s