અને મેં રાવણને જોયો …!!!!


હું મારું ફેસબુકનું એકાઉન્ટ ખોલીને બેઠી હતી …એક ફ્રેન્ડ રીક્વેસ્ટ આવેલી ….જોઈ તો એ ફોટો જોઇને ભડકી …રાવણનો લેટેસ્ટ પિક હતો ….અર્ધી રાત પછી
એ કુમ્ભકર્ણ અને મેઘનાદ સાથે અમદાવાદની ગલીમાં ફાફડા અને જલેબી ખાવા માટે પોતાનું દહન જોયા પછી આવીને બેઠા હતા ..એવા બી ફોટા મુકેલા ….મેં તો જોયા જ કર્યું ….હા ભાઈ ઓહ માય ગોડ જોયા પછી બધા ફોટા બદલાવવાનું વિચારતા હશે પણ મિસ્ટર રાવણે અમલ કરી દીધો …..
દસ માથા …દરેકની જુદી હેર સ્ટાઈલ હતી …ફેસિયલ અને ક્રીમનો ખર્ચો …દસ ચશ્માં ..ગોગલ્સ ….અને ટોપી પણ ….મંદોદરી કકળાટ કરતા હશે …દસ ગણું વાળ કપાવવાનું બીલ …હવે મુગટને બદલે મિસ્ટર રાવણે ટોપી પહેરવાનું ચાલુ કર્યું …તેમને ફરજીયાત કારમાં ફરવું પડે ..અને એમની ડિજાઈન સ્પેશિઅલ …વચ્ચે સ્ટેરીંગ વ્હિલ …પાંચ માથા આ બાજુ પાંચ બીજી બાજુ ….આગળની સીટમાં એક જ બેસે ….એટલે મંદોદરી ભાભી ખીજાયા …વરસાદમાં કારમાં લોંગ ડ્રાઈવ જવા જ ના મળે એટલે ….રાવણે એક આઈડિયા કર્યો …એક મોટર સાયકલ લઇ આવ્યા …મંદોદરીને પાછળ બેસાડ્યા …ટ્રાફિક જામ તો અલગ …પોલીસે પકડ્યા ..મેમો ફાડ્યો …હેલ્મેટ વગર …એક માથા પર હતી નવ પર નહોતી …હવે કોર્ટ ગૂંચવાઈ છે ….
હવે એક માથાની ઊંઘ વહેલી ઉડે અને સાત નંબરને અગિયાર વાગ્યા સુધી સુવું હોય …તોય ઘસડાયા કરવું પડે …બ્રશ કરવા હાથ બે અને માથા દસ …ચાર મદદગાર રાખ્યા છે …આ મોંઘવારીમાં પગાર સામાન્ય માણસને ના પોસાય પણ સોનાની લંકા હતી એ લંકા પતિને પોસાય ..સોનાના ભાવ !!!!
ખાવા બેસે તો એક ને પીઝા ખાવો હોય તો બીજાને ઉપવાસ હોય તો ત્રીજાને બાજરાનો રોટલો અને રીંગણ નો ઓળો ખાવો હોય ….મંદોદરીભાભી તો રસોડામાંથી ઊંચા જ ના આવે ….
પાંચમાં નંબરના માથાને દાંતમાં દર્દ થતું હતું પણ ડોકટરે વગર લેવા દેવાનો છઠ્ઠા માથાનો દાંત કાઢી નાખ્યો ….હે ભગવાન !!!! કોલ્ડ્રીંકવાળાને તો જલસો પડે …દસે માથાના દસ ટેસ્ટની બાટલી એક ધડાકે પતી જાય ……
મજા તો ત્યારે આવે જયારે તેમના મોબાઈલ ફોન આવે …..એક બીજાની વાત ખાનગી ના રહે ..અને એક દિવસ તો ચોથા માથાની કોઈ મહિલા સાથે વાત ચાલતી હતી અને છઠ્ઠા માથું ખીજાયેલું તો મોટી દીધી ..તો એમાં ચોથા માથાનો ઝગડો થઇ ગયો ..હજી “બેન ” માન્યા નથી ….દસ પોતાના અને એક મંદોદરી ભાભીનો અગિયાર મોબાઈલનું બીલ ભરતા મિસ્ટર રાવણને બી પસીનો આવી જાય છે ….
હવે આપણે બધા જાણીએ છીએ કે દસ માથા હતા ..પણ પેટ તો એક જ હતું ને !!!! એ પેટમાં પીઝા અને પાણીપુરીની કુસ્તી હમેશા યોજાતી રહે છે…ઉપવાસની કોઈ અસર થતી નથી …અને ડોક્ટરને બી જલસો …..છેલ્લું માથું તો કાયમ સોડા જ પીતું હોય છે …
એક રાતે મિસ્ટર રાવણ ટી વી પર ફિલ્મ જોતા હતા …આપકી કસમ …આપણા રાજેશ ખન્નાની …એક ગીત જોતા જોતા એમને અફસોસ થયો ….એ ગીત અને એ ફીલિંગ એ ક્યારેય અનુભવી ના શક્યા એ બદલ …..કરવટે બદલતે રહે સારી રાત હમ ..આપકી કસમ (૨)…..
અને પડખું ફરતા જ હું જમીન પર પટકાઈ ગયી ….
જોયું તો ભાપ્પા થઇ ગયેલી ફરસ પર …પણ સપનું બહુ ફન્ની હતું નહીં ….

Advertisements

4 thoughts on “અને મેં રાવણને જોયો …!!!!

  1. અફલાતુન કલ્પના ! ભાભીને લાવીને સરસ પૂર્તિ કરી છે. (કાનવાળી વાત બરાબર ન લાગી કારણ કે કાન તો છેવાડેના બે જ હોવા જોઈએ.)

    બાકી કાર, સ્કૂટર, હેલ્મેટ અને કોર્ટવાળી કલ્પના બહુ મજાની છે. ધન્યવાદ.

    આવી કલ્પનાઓ અન્ય પૌરાણિક પાત્રો માટે પણ કરો તો એક પુસ્તીકા જેટલું મૅટર થશે. શુભેચ્છા !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s