માય નેમ ઈઝ માળિયા …..


હાઈ !!!!
માય નેમ ઈઝ માળિયા …..ડુ યુ નો મી ??? હા ,આ સમયે તમે મને ઓળખતા જ હશો ….આજ કાલ તો હું દરેક ઘરના બાથરૂમ અને ટોઇલેટના ઉપરના ભાગમાં હોઉં છું …એક રૂમમાં અભરાઈ બનીને લટકું છું …રસોડામાં પણ હોઉં છું ….અને આજકાલ બધી ગૃહિણીઓ મારી પાછળ પડેલી છે ..મારા પર વિસ્તરેલી ગ્રે કલરની ધૂળના થોડા સેન્ટીમીટરના પડ મને એનેસ્થેસિયા આપ્યા વગર જ ઝાડુંના અને ઝાપતીયાના ઘા મારી મારીને દૂર કરી રહી છે ….અને પેલા મારા સપનાથી ગુંથેલા રૂ જેવા નાના વાદળો તૂટીને રડી રહ્યા છે ….અરે !! મેં તમારું શું બગાડ્યું છે ??? આગળ દીવાનખંડને એલ ઈ ડી અને મને એનું મોટું ખોખું ….તૂટેલી બાસ્કેટ ,ટોપલી ,અનાજની ખાલી ગુણો…તૂટેલી ફીરકી ,પતંગો ,પેલી જૂની પતરાની પેટી ,તૂટેલા રમકડા , પેલી જૂની સ્ટાઈલની સુટકેસો…બધું મને મળે ….!!! તોય મને કોઈ ફરિયાદ નહીં …આખા ઘરમાં રોજ કચરા પોતું થાય અને મને વર્ષમાં એક વાર જ !!! અન્યાય ઘોર અન્યાય !!!! તમારા પેલા વધારાના વાસણો, આઉટ ડેટેડ ક્રોકરીના ખોખા ,ખાલી બાટલીઓ , મને આવું જ બધું ???!!!! અને હવે ગરબા રમીને આવીને પડી ગયી છે મારી પાછળ : પેલી મોના ,મંછા ,જાગૃતિ ,બચી ,મંગી, મીના ,જલ્પા ,ટીના બધા ……અને મંગુબાઈ ,ગંગુ બાઈ ,રંજન વગેરે કામવાળા બેનને તો ઓવર ટેમ કરવો પડે છે છેક મોડી સાંજ પછી …ઘણું જુનું પુરાણું પોતાને કામનું ઘણું બધું શેઠાણીઓ પાસે થી મળે છે …..
વરસાદ અટકચાળા કરીને ભેજવાળા ચાદર ,ઓશિકા ,રજાઈ ,ગોદડાની નિશાની મુકીને ગયો ..એટલે હવે પેટીપલંગના દીર્ઘ કમાડ ઉઘડી ગયા ….હવે મને અગાસીએ નાખીને તપાવશે અને સોંજે ડંડા મારી મારીને ખંખેરશે ……પછી રૂપકડી નારો નીકળશે શોપિંગ કરવા …કાલ સુધી જે ગોદડા પર પથરાયેલી ,ઓશીકાને ઢાંકેલી, બારીઓને શણગારેલી હતી તે બધી તેપેસ્ત્રી બદલાઈ જશે …હવે હું બી મોડર્ન છું …એટલે સાદી ભાષામાં કહું તો : ચાદર ,કુશન કવર ,પરદા બધું જ નવું …અને મારા પેટી પલંગના ગર્ભમાં સચવાયેલી જૂની ચાદરના નવા મસોતા થશે ,કોઈ કામ કરતા ગંગા બેનને ઘેર જશે તો કોઈ ઝાપતીયામાં રૂપાંતરિત થશે ..અને ગયા વર્ષના મારા ગર્ભમાં ગોઠવાઈ જશે …..નવા વાસણો પણ આવશે …મારા પણ ચઢવાનું કામ લગભગ પતિદેવો કે મોટા દીકરા કે દિયરોને માથે આવે છે …એ લોકો છટકી શકતા નથી …આખરે જો ના પાડી તો દિવાળીનું બજેટ બગાડી નાખવા જેટલી મમ્મીઓ સક્ષમ હોય છે નહીં !!!!!
આ માણસ કેવો સંગ્રહ ખોર છે તે જોવાનો સમય એટલે આ સમય …જુઓ ઘર કરતા પણ મારામાં સામાન વધારે મળ્યો કે નહીં ????
જુઓ પેલો ભંગારવાળો બૂમો પાડે છે …એમાં પણ તમને ઘણી વેરાઈટી જોવા મળશે જે કદાચ તમારે ઘેર ના હોય …તૂટેલી બાસ્કેટ ,બાલદી ,નિસરણી બધું જ ……પસ્તી ,જુના ચોપડા ,મેગેજીન બધું જ રવાના …દિવાળીમાં ઘર ચોખ્ખું હોય તો લક્ષ્મીજી આવે ..અને એને રીજવવાની આ પહેલી તૈયારી …
મને અદેખાઈ નથી પણ મારો ઉપયોગ ખાલી નક્કામી વસ્તુઓ મુકવા થાય તો મારું મન પણ કકળે ..મને કોઈ એક મહીને પણ સાફ ના કરે તો દુખ થાય કે નહીં ….અને પછી વર્ષની ધૂળ સાફ કરે અને તેમને સર્દી ખાંસી તાવના હુમલા આવે તો આરોપીના પીંજરામાં મને જ ઉભો કરી દે છે …..
પણ હા ,બેડરૂમના માળિયાના ખૂણામાં એક લાકડાની પેટી છે જે સાઠ વર્ષ જૂની છે ..તે માલિકના દાદાના વખતની છે ..તેમાં પિતા પુત્રના પત્ર વ્યવહારના પીળા અને થોડા ફાટેલા પાનાના પ્રેમ ભર્યા ,આશિષ ભર્યા સુંદર વિભાવના વાળા પત્રોનો ભંડાર છે ..માલિક અનંતભાઈ માટે સૌથી અનમોલ …..આ દિશા બેન ( માલિક પત્ની ) કબાટના ખૂણે મુકેલું કાણા વાળું પાનેતર હાથમાં લે છે અને પંપાળીને મુકે છે પણ ક્યારેય કોઈને આપતા નથી ….એ એમના પતિ અનંતભાઈ સાથે એમના લગ્નનું અનમોલ નઝરાણું છે ….દિવ્યેશ એમનો દીકરો : એણે પોતાના કબાટમાં એક રમકડાની ગીટાર આજે બાવીસ વર્ષે પણ સાચવી છે ..એ એના પિતાએ એની પહેલી વર્ષગાંઠ પર આપેલી ભેટ હતી ……અને ડોલીએ પોતાનો રસોડાનો સેટ પોતાની મમ્મીને ત્યાંથી આ દિવાળીએ મંગાવ્યો છે જે તેણે લગ્ન પહેલા પોતાના કબાટના ચોરખાનામાં મુકેલો …એ સેટ એ પોતાની છ મહિનાની દીકરીને માટે મંગાવી રહી છે ……
મારો પણ ભવ્ય ભૂતકાળ હતો : ઓરડામાં અભરાઈ પર એક થી એક મોટા ડબ્બા, તાંબા પિત્તળની ગોળીઓ ,દેગડાની કતારો રહેતી …નવરાત્રી પછી અમને આંબલીના પાણીથી ધોઈને ચકચકતા કરી કાથીના ખાટલે સુકવતા ..અને મોહલ્લામાં હરીફાઈ થતી કોના સૌથી વધારે ચમકે છે …ઘરમાં નવા ભરેલા ચાકળા ટીંગાઈ જતા ….ઘરમાં નવું છાણ લીપ્પણ થતા ..અને માટીના કોડિયામાં તેલ પુરાઈને દીવા જગમગ થતા ……
આ દિવાળીએ ઘર સાથે મનને પણ સાફ કરજો …તન અને ઘર તો હવે સાફ બધા જ કરે છે ..પણ મનની અંદર ઝાંખીને એણે સાફ કરવાનું કોઈને યાદ નથી આવતું …..
ચાલો પાછા તમારે હવે ડોક્ટર પાસે જવાનું છે કે નહીં ??? આ ખાંસી ખાંસીને હાલ શું કર્યો છે ??? કશું લેતા કેમ નથી ????
તો ચાલો હવે રજા લઉં ??? મળશું આવતા વર્ષે !!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s