આજે આપણે જાતને છેતરીએ ….


ચાલો આજે આપણે જાતને છેતરીએ ….
આમતો છેતરતા જ હોઈએ છીએ પણ આજે સભાનતાપૂર્વક છેતરીએ ……હવે દિવાળીના માત્ર દસ દિવસ જ બાકી છે ત્યાં થોડુક છેતરવાનું મન થાય છે ….ચાલો ઘર સાફ કરી દીધું …હવે કપડા ખરીદીએ ..દીવા પણ લઇ આવીએ …એને બદલે એલ ઈ ડી લાઈટની હારમાળા કરી દઈશું …સરસ સુશોભન થશે …ફટાકડા ….ચાલો પેલા ઉંચે આકાશે ફૂટે એવા જ લઈશું અને એ છેલ્લે દિવાળીને દિવસે ફોડીશું ….ગઈસાલના કોઈ વધ્યા હોય તો તડકે સુકવી દઈશું …નાશ્તા બનાવી લઈશું …પછી થોડા ભેટના પેકેટ ખરીદીશું …એક બીજાને આપીશું …થોડા શુભેચ્છા કાર્ડ ના હવે તો એસ એમ એસ થી ચાલશે …ધનપૂજન ,શારદા પૂજન …આ ગુરુપુષ્ય નક્ષત્રમાં ગમે તેટલો ભાવ હોય સોનું તો ખરીદવું જ પડશે ….સમય છે તો પછી બે ત્રણ દિવસ બહારગામ થઇ જાય …ભીડ અને ત્રણ ગણા ભાવ ભલે હોય …પણ કહીશું આ શું સાલું ..થોડો ચેન્જ લાગે …ફરી આવીએ તો …..મજા પડી જાય ….લોનાવાલા ,ખંડાલા , માથેરાન ,મહાબળેશ્વરની શાંતિ જોખમાશે ….ગોવા અને આબુ પણ ખરા જ ….અને આને કહેવાય દિવાળી …….આંગણામાં પૂરાતી રંગોળી હવે કોઈ હોલમાં એક્ઝીબીશનના નામે પ્રવેશ ફી લઈને જોવાય છે ….
આંગણામાં રંગોળી હશે પણ જીવનમાં રંગ શોધવાની ફુરસદ ???!!! દીપ માળાની જગમગ છતાય દિલના ખૂણા હજીય અંધારામાં હિબકે ચઢેલા છે તેનો અવાજ ફટાકડાના ધૂમધડાકામાં ક્યાં સંભળાય છે ??? વેકેશન હવે મમ્મી પપ્પાને પહેલા કરતા વધારે એકલા પાડે છે !!! વિચારો કેવી રીતે ??? લાભ પાંચમ પછી ફરી એક વર્ષ સુધીની ઘરેડ ….
જો તમને આ પોસ્ટ વાંચવાનો થોડો સમય મળી ગયો હોય તો થોડુક આવું કરશો ???
= હોટલના બદલે દાદા દાદી પાસે થી ચોક્કસ દિવસની ચોક્કસ રેસીપી એ દિવસે બનાવો : ધનતેરસ ને દિવસે લાપસી ,કાળી ચૌદસને દિવસે વડા અને ચાર રસ્તે ઉતાર કરવાનો ….દિવાળીને દિવસે સેવ ….અને ઘેર બધા ભેગા બેસીને જમવા બેસજો ….
= કુમ્ભારણ શુકનના દીવા આપી જાય છે એ દીવાને દીવેલ પૂરી ( તેલ કરતા દીવેલ પૂરવાથી દીવા ખુબ લાંબા સમય સુધી પ્રકાશિત રહે છે ..અનુભવથી ) આંગણે અને ઘરના બારણે જરૂર મુકજો …બારી પર પણ …..એ બોણી એક કુંભ કારની દિવાળી સુધારશે અને પરમ્પરા વિષે તમે થોડો વિચાર જરૂર કરશો ..કે એક સ્વીચ ચાલુ કરવામાં અને એક એક દીવા માં તેલ પૂરી વાટ બનાવવી અને દીવો પ્રજ્વલિત કરવામાં કેટલો આનંદ અને ઇન્વોલ્વ મેન્ટ હોઈ શકે …
=રંગોળી જેવી આવડે એવી પૂરજો …કઈ નહીં તો કમળનું ફૂલ પાડજો…તમારા માં પણ એક કલાકાર છે ભલે એ માઈકલ એન્જેલો નથી ..એ રંગોળીની તમે માવજત કરશો અને જો તમારી નાની દીકરી કે દીકરાએ બનાવી હશે તો કેટલાય લોકોને કહેશો ..આનાથી તેમના ચેહરાની ખુશી પણ જોઈ શકશો …..
= સહકુટુંબ દિવાળીમાં શહેરની રોનક જોવા જજો ….ઓળખીતા લોકોને ભીડમાં સડકો પર મળવાની મજા પણ અનોખી હોય છે …
= પીઝા પાસ્તાને પાંચ દિવસ વેકેશન આપી ચા જોડે મઠીયા ,ચોળાફળી ખાઈને જોજો …..
= લોકોને મેસેજ કરવાને બદલે રૂબરૂ એક બીજાને ઘેર મળવા જજો અને બીજા લોકોને આવકારજો ..એ પણ એક જગ્યા એ બધા ભેગા થઈને નહીં પણ સાચા અર્થમાં અતિથી બનીને ….મનુષ્યત્વનો સ્પર્શ પેલા ફોન કે એસ એમ એસ થી વધારે જીવંત છે એ જરૂર અનુભવશો …..
=નવા વર્ષે દેવ મંદિર વહેલા ઉઠીને જરૂર પગે લાગવા જજો …એક વાત યાદ રાખજો પ્રભુ એ સર્વ શક્તિમાન છે અને તમારા પર એની કૃપા હોવા માટે એની સંપૂર્ણ શરણે જવું અને નતમસ્તક થવું જરૂરી છે ……સાચા દિલથી …..
==========================================
આ બધામાં એક માણસનું બીજા માણસ સાથે જોડાણ છે …અને એનાથી વધારે બીજી કોઈ વસ્તુ સંતોષ ના આપી શકે ….અને જો આમાંનું કઈ એક વાત પણ કરશો તો જરૂર કહેશો કે હા આપણે આપણી જાતને સૌથી વધુ છેતરતા શીખી ગયા છે ….!!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s