હું અને સમય ….


આજે હું અને સમય સામે સામે ઉભા છીએ ..સમય રાબેતા મુજબ એકલો જ છે એના રથ પર સવાર અને એના સ્પીડોમિટર માં માત્ર એક જ ગતિ છે એ પણ રાબેતા મુજબ ..પણ એ કેટલાય ભ્રમ મુકીને ઉભો રહે છે ..ક્યારેક બંધ ઘડિયાળના કાંટાની જેમ અટકેલો લાગે ..અને ક્યારેક તો એ ફોર્મ્યુલા વન કાર રેસિંગમાં ભાગ લેતો હોય એમ દોડતો લાગે ….મારી સાથે મારા પડખે મારા વિચારો અને મારા સિદ્ધાંતો ઉભા છે …બધું જ મારું નિરીક્ષણ અનુભવ અને નિષ્કર્ષ બધું જ ..છતાય મને લાગે છે કે સમય આગળ હું હારી ગઈ ..સાવ વિવશ , સાવ લાચાર …મને મારા વિચારો જ અજનબી લાગ્યા ..મને મારી જીવન રીત જ હરાવી ગયી …અને હું કોઈ મારા હાથ પગ વિચારો બધું જ લોખંડી સાંકળો માં બાંધીને એક કાળ કોટડીમાં પૂરીને જતું રહ્યું હોય એમ લાગવા માંડ્યું ….
શું બદલાયું છે ??? કઈ જ ખબર નથી પડી ..અને પડી છે તોપણ આજે મન એને માનવા તૈયાર નથી થતું ….
આમ જોવા જઈએ તો એ કશું જ નથી ..બધું સમયના કાંઠે આવીને ફરી જતા રહેલા મોજા એ ભૂસી નાખ્યું છે પણ મનની પાટી પર જાણે એ પથ્થર પર ખોદ્યું હોય એમ જડાઈ ગયેલું છે ….વાંક કોનો ?? સમય નો ??સંજોગો નો ??? વિચારોનો ?? કોનો ??? અનિર્ણિત છે બધું ????
રેતઘડીમાંથી એક કલાકની જેમ એક વર્ષ સરકી ગયું અને હજી એક ક્ષણને પકડીને ઉભા રહેવું સાવ નિરર્થક છે તોય હું કેમ આ મુર્ખામી કરી રહી છું ????
કેમ કે હજી કદાચ એક વસ્તુ મારામાં સવિશેષ રહી ગયી છે ….સંવેદનશીલતા ….ઘવાય છે ત્યારે એ ઘા ઝટ રુઝાતો નથી ??? ઈલાજ છે ??? હા એ ઇલાઝ માત્ર સમય પાસે છે ..અને સમયને એ રૂઝવવા માટે યોગ્ય સમયની રાહ છે !!! જે મારો માંગ્યો નથી આવવાનો ..એ પોતાની ગતિએ પોતાના નિર્ધારિત ઘડીએ અને સ્થળે જ આવવાનો છે …બસ મારે તેના આવતા સુધી ધીરજ રાખવાની છે ….પોતાના વિચારોને ખોટા કહી અપમાનિત કરવાના નથી …કેમ કે આ જે પરિસ્થિતિ માંથી હું પસાર થઇ રહી છું એ મારી પરીક્ષા છે …જીવનની યુનીવર્સીટીની …પહેલી નથી અને આખરી પણ નથી ..અને હા પરિણામમાં સફળતા કે નિષ્ફળતાનું કોઈ મહત્વ નથી ….આ બધા માંથી પસાર થયા પછી પણ જીવનમાં શ્રદ્ધા ટકી છે …પ્રભુ ના અસ્તિત્વમાં વિશ્વાસ છે ….અને શુભત્વમાં શ્રદ્ધા છે તો જીવન ની સાર્થકતા છે …..
સત્ય નો હજી પણ જય થાય છે અને અસત્યની હાર થાય છે …..પણ જીવન પ્રભુને સમર્પિત પછી એ ચિંતા એની થઇ જાય છે આપણી નહિ ……
========================================================================
આ વર્ષ પૂરું થવામાં છે ત્યારે જો તમારા જીવનમાં કોઈ પણ દુખ આવી ગયું હોય કે તમને નાસીપાસ કરી ગયું હોય તો બસ આટલું જ યાદ રાખજો ….અને દિવાળીની દીપમાળામાં મનના દરેક ખૂણે ઉજાસ પાથરી દેજો ….નવા વર્ષે જીવન ફરી નવપલ્લવિત થઇ જશે …..

Advertisements

8 thoughts on “હું અને સમય ….

 1. પ્રીતિબહેન

  દુ:ખ / હાર / હતાશા નું વિશ્લેષણ કરશું તો સમજાશે કે તે સાપેક્ષ છે. ગમતી બાબત / વસ્તુ કે વ્યક્તિનો અભાવ અથવા અણગમતી બાબત / વસ્તુ કે વ્યક્તિની હાજરી દુખ કે અણગમો આપતી હોય છે.

  મોટાભાગે ધાર્યુ ન થાય ત્યારે દુ:ખ થાય છે અને ધાર્યું થાય ત્યારે સુખ થાય છે. કોઈ વ્યક્તિ પાસેથી તમે કશી અપેક્ષા રાખો તો વ્યક્તિ અલ્પ શક્તિમાન અને મર્યાદીત સામર્થ્ય ધરાવતી હોય છે. ઈશ્વર પાસે રાખેલી અપેક્ષાઓમાં તો અપેક્ષા રાખનારનું હિત, તેના પરત્વેની શ્રદ્ધાનો અને કુદરતના નિયમો આ સઘળી બાબતોને ધ્યાનમાં રાખીને અપેક્ષા પૂર્તિ થતી હશે.

  સામાન્ય રીતે મનને કેળવવામાં આવે તો પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકાય છે. સંતો / યોગીઓ અને સાઈકીઆટ્રીકો મનને કાબુમાં કેમ રાખવું તેના ઉપાયો વિચારીને ઈલાજ સુચવતાં હોય છે.

  હારમાં તો એવું છે કે એકથી વધારે હરીફ હોય તો કોઈક ને કોઈક તો હારવાનું છે. તેવે સમયે હારને પચાવતા શીખવી જોઈએ. જો કે હારની જેમ જીતને ય પચાવતા શીખવી જરુરી હોય છે.

  આગામી વર્ષે ફરી પાછા આપ નવપલ્લવિત થઈને મ્હોરી ઉઠો તેવી શુભેછા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s