આ કકળાટને ઉજવવાનું એક માત્ર પર્વ એટલે..??!!.. કાળી ચૌદસ ….


હેપ્પી કાળી ચૌદસ …કકળાટ મુબારક હો ….ઘા વગરની ઘારી ખાવાનો દિવસ …
મને એમ લાગે છે આપણે આ દિવાળીમાં બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ જ છીએ ..જીવતાને તો ગીફ્ટ આપીએ પણ કોઈ અણજાણ વ્યક્તિ જે કમોતે માર્યું ગયું હોય અને કહે છે અને માનીએ પણ છીએ કે તેવા આત્મા અવગતે જાય ..ભૂત થાય ..વગેરે ..તો આજે કાળી ચૌદસે ચાર રસ્તે જે વડા પૂરી અને પાણી ના ચકરડા થાય અને કકળાટ કાઢ્યો એમ કહેવાય એ રીતે ચકલે જેને લીધે સાચવીને ચાલવાની સલાહ અપાય છે તે લોકોને પણ આ રીતે દિવાળીના મહાઉત્સવમાં સામેલ કરવાની આ રીત તો નહીં હોય …આજે સ્મશાનમાં થતી અર્ધી રાત પછીની આરાધના તો વાંચીએ કે સાંભળીયે તો થોડો ડર લાગે એવી હોય છે ..એ આપણી માન્યતા પર અવલંબે છે …પણ હા આપણા તહેવારોમાં એ પણ સામેલ છે …કોઈ મનદુઃખ વગર …!!
તો ચાલો કકળાટ કાઢીએ ..પહેલા સરનામું તો આપો !!! અરે યાર એ મનસુખ તનસુખ ભાઈ ઉપરાંત એ મહામાનવ તમારા દિમાગમાં પણ વસે છે …કકળાટ એ તમારા દિમાગની આડપેદાશ છે અને એનાથી ક્યારે મુક્ત થવું એ પણ તમારા જ હાથ માં છે ….
કકળાટના પ્રકાર કેટલા ??? કજીયો કંકાસ એ તો જન્મજાત છે …દૂધ પીવા માટે ભુક્યું રડતું નવજાત શિશુ થી લઈને બધાને આવડતી એક કળા એનું નામ તે કકળાટ …જોઈએ એ ના મળે તો કકળાટ કરવો ….અને તેમાં અમે સ્ત્રીઓ જરા વધારે બદનામ છીએ …એતો અમારા પતિનું નીચું ના દેખાય એટલે બાજુ વાળા કલાબેન જેવી સાડી પણ ના મંગાય ??? અને અમે પતિદેવ પાસે નહીં માંગીએ તો ક્યાં માંગીએ બોલો ??? આ ફ્રીજ ટીવી બધું કોના ઘરની શાન વધારે ??? આપણે નવી કારમાં જઈએ તો વટ કોનો પડે ??? આ દસ ગ્રામનું નવું મંગળસૂત્ર પડોસી ચંપાને બતાવતા એ બળી ને કતરાતી નજરે જોઈ રહે ત્યારે પતિદેવની ઈજ્જત કેટલી વધે ??? અને અમારું તો શેર લોહી ચઢે !!!!! તોય અમને સ્ત્રીઓને બદનામ કરવામાં કોઈએ કસર નથી રાખી ….
આતો મનમાં ધરબી રાખેલો તે કકળાટ કાઢી નાખ્યો !!!!
વળી જુઓ દેરાણી જેઠાની ,ભાઈ ભાઈ , ગામ ગામ ,દેશ દેશ ,જાતી જાતી વચ્ચે સદીઓ થી ચાલ્યો આવતો કકળાટ જો જતો રહે અને સંપૂર્ણ શાંતિ થઇ જાય તો દિલ પર હાથ રાખીને કહેજો જીવવાની મજા આવે ખરી ??? રીસ વગર પ્રેમ વધે ખરો …અને દિલમાં ગુસ્સો હોય તો પ્રેમાળ શાયરી અસર કરે ખરી ??? અને રિસાય નહીં તો મનાવાની મજા ક્યાં ???? એટલે કકળાટ એ કડવી દવા છે જે રોજ લઈએ તો ઝેર જેવી પણ મન ખાટું થયું હોય તો તો કકળાટ કર્યા પછી દિલ કેવું લાઈટ લાઈટ થઇ જાય છે !!!!
માણસ જયારે સારું સારું બોલ્યા કરે તો તેની ઓળખ અધુરી છે …ગુસ્સામાં તેનું વર્તન કેવું હોય એ જ એની સાચી ઓળખ …એની ડીક્ષનરીમાં સુરત થી આયાત થયેલા કેટલા શબ્દો છે એની મૌખિક પરીક્ષા થઇ જાય ….આ કકળાટ સાથે વેલણ કે બીજા નાના નાના શસ્ત્રોના પ્રયોગ અને ચૂકવી દેવાની કળામાં મેડલ નથી મળતો ….અને ઘણી વાર તો આ કકળાટને કોઈ કોઈ મહાન ફિલસૂફ પણ સોક્રેટીસની જેમ મળી જાય છે …..સન્યાસી પણ મળે …અને કોઈ અસામાજિક તત્વ પણ મળી જાય ….અને ટાઈમ પાસ માટે તો સંબંધો પ્રખ્યાત છે જેમકે સાસુ વહુ ,નણંદ ભોજાઈ ,દેરાણી જેઠાણી , વગેરે વગેરે …અને સી અમને પિયર પ્રત્યે અપાર સ્નેહ એટલે એ વિષે જણાવીશું નહીં ..કૈક તો છાનું રાખવું પડે ને !!!!
સવારે ઉઠવા થી માંડીને રાત્રે કોઈક વાર તો સપનામાં પણ પીછો નહીં છોડતા આ કકળાટને ઉજવવાનું એક માત્ર પર્વ એટલે કાળી ચૌદસ …. તો પછી ચાર રસ્તે જઈને એક ટ્રાય કરીએ .. કોઈના સ્કુટર કે કારની ડીકી કે બસમાં કે પગપાળા આ કકળાટ પણ ચેન્જ માટે બીજે ફરવા જાય ……!!!

2 thoughts on “આ કકળાટને ઉજવવાનું એક માત્ર પર્વ એટલે..??!!.. કાળી ચૌદસ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s