વિશ મી લક …!!!!


નૂતન વર્ષના અભિનંદન ……
ક્યારેક અનરાધાર વરસાદ અને ક્યારેક બસ આકાશને જોયા કરીને મેઘાડંબરનો એક લાંબો ઇન્તઝાર …..હા દિવાળી આ વખતે ઇન્તઝાર જેવી રહી …..ના કોઈ જ એ રૂટીન નહીં જે આટલા વર્ષો થી હતું …સર્દી ખાંસી મારા શરીરના ઘરમાં મહેમાન બનીને આવ્યા …અને પ્રદુષણ ધૂળ બધું જ એમને વધુ રોકવા આગ્રહ કરતુ રહ્યું ..ફ્રીઝમાં મને ભાવતી તમામ મીઠાઈ છે …થોડા મઠીયા પણ છે …ચેવડો પણ …પણ મારે મારા આ અણગમતા અતિથીદેવોને હવે વિદાય કરવા છે એટલે મીઠાઈને પણ નારાઝ કરી રહી છું …
જરૂરી થોડી છે કે દરેક દિવસ સરખો જ હોય ???? આપણી સોસાયટીમાં ઘણા ખાલી ઘરો હવે પાછા તાળા ખોલી રહ્યા છે …પણ આ દિવાળીના દિવસે પડોસના બંધ ઘરને દીવો કરી મુકવો …અને એકલતાનો એહસાસ હોવા છતાય એક વાતની ખુશી થઇ કે ચલો આ તહેવાર એવો તો છે જ જે સહકુટુંબ ઉજવવાની પરમ્પરા હજી યથાવત છે ..હજી વતનને જોવાની અને માટીનો પ્રેમ સાંભરી આવે છે …ખાલી ખાલી ફ્લેટોમાં એકલતાને ફટાકડાના અવાજો ભરી દે છે ….આકાશને જુદા જુદા ઘરેણા પહેરાવાતા હોય એમ આતશબાજી થતી રહે છે …..પહેલા દર વખતે પોતાના ઘરમાં જ એટલી પ્રવૃત્ત રહેવાતું કે દુનિયા તરફ નજર ના જતી ..પણ જોયું ..પાંચ દિવસનું પર્વ આપણી માટે સર્વોત્તમ જ હોય એ સાજોસામાન લઈને આવે છે …ગરીબ હોય કે તવંગર નવા કપડા , નવા જૂતા ,નવા સાચા જુઠા ઘરેણા બધુ જ …..અને ચેહરા પર નવી ચમક ..નવી આશા ..નવા અરમાન …..ગમ્યું ઘણું જ ગમ્યું ….ક્રિસમસની કે ન્યુ યર ની એક રાતની ઉજવણી આની તોલે તો કદાચ ના જ આવી શકે ….જલારામ મંદિરમાં જીંસ ટી શર્ટ માં સજ્જ યુવાનો યુવતીઓ હતા …શ્રદ્ધાનું સ્વરૂપ ભલે બદલાયું હોય પણ એનું અસ્તિત્વ તો છે જ ….
પણ એક ખુશી એક સ્વપ્ન પૂરું થયું …
મને ફોન નથી ગમતો પણ એક પોતાનો કેમેરો હોય એવી ઊંડે ઊંડે ખ્વાહીશ હતી ….પતિદેવ અચાનક જ કેમેરો લઇ આવ્યા …સાચું કહું તો મને ઓપરેટ કરતા નથી આવડતું ..બીજાનું ક્યારેય વાપરતી નથી અને પોતાનો હતો નહિ ….બધા કહે છે એ સહેલું છે ..પણ સર્વાંગ સુંદર પ્રકૃતિમાંથી શ્રેષ્ઠની પસંદગી સહેલી નહિ હોય ….ક્યારેક અગાસી પર મેહમાન બની ઘડી ભર વિસામો લેતું પંખી કે ક્યારેક વાદળોની વચ્ચે સ્લાઈસ માં કપાઈ ને દેખાતો સવારનો ઉગતો સૂર્ય …..હજી પણ એક વિદ્યાર્થી જ છું …અને હવે નવો લેસન પ્લાન શીખીશ …બધા પોતપોતાને કામ ધંધે તો લાગવા દો ….
પણ હા વિશ મી લક …!!!!

Advertisements

2 thoughts on “વિશ મી લક …!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s