એક બાંસુરી…


બસ એમ જ એક સાંજે નદીના પુલ પર ઉભેલું હતું ઢળતા સૂર્યનું પ્રતિબિંબ …લહેરો પર ડોલતું અને ધીરે ધીરે પાણીમાં સમાતું …અને લાલ આકાશ પોતાનું પ્રતિબિંબ અને રૂપ નીરખતા મલકાતું હશે ને તારા હસી પડ્યા …કહે છે ને દાંત વેરાઈ ગયા …..હવે ગગનચુંબી ઈમારતો પર ધીરે ધીરે વીજળીના દીવા થવા માંડ્યા ..અને હવે સૂરજને બદલે એ દીવાઓનો વારો આવ્યો કાળા પાણી પર તરવાનો ….પેલી મોટર બોટ ની ઘરઘરાટી નિતાંત નીરવતા પર કર્કશ સંગીત ભરતી હતી …..
કેટલા વર્ષો વીત્યા હશે ખબર નહીં પણ આ જગ્યા પર આવવાનો એનો ક્રમ હજી તુટ્યો નથી …ના ..ના …
તમે ખોટું સમજ્યા કે એને કોઈની યાદ આવે છે …પણ એને પોતાનું એકાંત વહેંચવાનું ગમે છે …એ મનોમન કશુક બોલે છે ..એવું લાગે એ નદીને કશુંક કહે છે …સાવ હલકો ફૂલ થઈને લગભગ અર્ધા કલાક પછી એ સીટી વગાડતો ત્યાંથી ચાલ્યો જાય છે ……!!!!
આજે થોડો મોડો પડ્યો …પેલી પડોસની નાની શિવાની એની સાથે દુકાન સુધી જિદ્દ કરીને આવેલી ..એને ડેરી મિલ્ક અપાવી ત્યારે એ ગઈ …બસ એ એની માનીતી પાળી પર બાંકડા પર બેઠો ..દસેક મિનીટ રહીને થોડે દૂર કૈક અજુગતું હલનચલન જોયું …અને પાળી પર ચડેલી એ યુવતીને નદીમાં ઝંપલાવતા બચાવી લીધી ..એને બે લાફા મારી દીધા …એ રડવા માંડી ….એ ફેલ થઇ હતી ..મેડીકલના બીજા વર્ષમાં …એટલે એના પપ્પાને મો બતાવી શકે એમ નહોતી એવું એનું માનવું એમ હતું …….
એને લઈને એ પાસેની કાફેટેરિયામાં ગયો …એક ઢોસા અને એક દહીવડા ઓર્ડર કર્યા ….એને સમજાવ્યું ..એ એક કુંવારી માતાનું સંતાન હતું …હડધૂત થઈને મોટો થયેલો …માં એને પાંચ વર્ષનો મુકીને એક ટૂંકી માંદગીમાં ગુજરી ગયેલી ..એક ચર્ચમાં એક પાદરીની નિશ્રામાં મોટો થયો ..ફાધરે કૌવત જોયું એટલે એ એન્જીનીયર બન્યો …એક છોકરી ના પ્રેમમાં પડ્યો ..અનાથ તો હતો જ અને જન્મનું સત્ય એને પહેલા પ્રેમથી દૂર લઇ ગયું …પછી જર્મની ગયો …સંશોધનમાં ખુબ આગળ વધ્યો ..મોટું નામ થયું દેશ વિદેશ ફર્યો ..નામ અને દામ કમાયો ….સંપત્તિ ભેગી નહોતી કરી પણ લક્ષ્મી એને શોધતી આવતી ..એક ટ્રસ્ટ બનાવી પોતાના જેવા બાળકોને બધી રીતે સહાય કરવા માંડ્યો ….એટલા માં જોગાનુજોગે એનો ભેટો એના બાપ સાથે થયો .. …એને દારુણ ગરીબીમાં એની પત્ની અને બાળકો છોડી ગયેલા …અને એક પગ પણ તૂટી ગયેલો ..કાંખ ઘોડી પર ચાલતા ….એને પોતાને ઘેર લાવ્યો …સેવા કરી …એને એક લોટરીમાં જેક પોટ લાગતા એની પત્ની પાછી ફરી …એણે બાપને ફરી સેટ કરીને વિદાય કરી દીધા ….ફરી એકલો જ છે …એ એક વૃદ્ધાશ્રમમાં જાય છે અને બધાને સહાય કરે છે ….
જીવન ક્યારેય નિરર્થક નથી હોતું બસ આપણને એમાંથી અર્થ શોધતા નથી આવડતો …હવે કોઈ મને ગાળ નથી દેતું …પણ અહીં પહોંચતા મારે શું સહેવું પડ્યું હશે તેનો તું વિચાર કરજે ….અને પરીક્ષામાં તો બીજી ટ્રાયલ હશે ..જીવનમાં નહીં હોય ..છતાય જીવન જીવવા જેવું ના લાગે તો આવતા સોમવારે અહીં જ આવજે ..હું તને ખુદ નદીમાં ધક્કો મારી દઈશ ….કોફી મંગાવી બેઉ જણે પીધી ….
બીજા અઠવાડિયે સોમવારે એ ત્યાં ઉભો હતો …એ આવી …થેન્ક્સ કહીને જતી રહી ……..એ આજે એક બાંસુરી લાવેલો જોડે ….બસ બાંકડે બેસી વગાડી ફરી ……સંતોષથી ….

Advertisements

2 thoughts on “એક બાંસુરી…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s