સોરી ફોર ટ્રબલ ગીવન …!!!!


વન્સ અપોન અ ટાઈમ મિસ કોલ્ડ વેડ્સ મિસ્ટર કફ ……એમના ન્યુ બોર્ન બેબીનું નામ હતું ફીવર …..આ ફેમીલીની સરનેમ હતી ફ્લ્યુ …આ ફેમીલી લગભગ આપણા એન આર આઈ ભાઈઓ અને બહેનોની જેમ શિયાળામાં મેહમાન થાય છે …લગભગ હોળી પછી વિદાય લે ….તમે બધા આ ફેમીલીને ખાસ ઓળખતા જ હશો …આ વાયરલ ફીવર વાયરસથી ફેલાય છે …અને કહે છે જે શરીરમાં કોલ્ડ બેન પિયર ગણી પધારે છે તો પાછા લગભગ એક જ વિક માં પણ જઈ શકે અથવા તો એક પછી એક એમ સાઆઆઆઆઆત ..દિવસ બી રોકાય …આ ફેમીલીને તુલસી ,આદુ ,અરડૂસી ,હળદર વગેરેની ભારે એલર્જી હોં કે !!! એને પાછું બામ લગાડીને પણ ભગાવાય ….ટુવાલનો ઘૂંઘટ ઓઢી નાસ પણ લેવાય ……એનો નિવાસ મગજ થી માંડી ફેફસા સુધીનો …..અરે ભલભલું માણસ અંદરથી આખે આખું ધરતીકંપની જેમ હાલી જાય પણ બહાર ખબર ના પડે …….એન્ટી બાયોટીકથી ઝડપી ઇલાઝ કરી લેનારા મનેખ આ કોલ્ડ જેનું ભારતીય નામ છે સર્દી એનો વૈભવ શી રીતે જાણે ???!!
શું કરીએ ફાસ્ટ લાઈફ છે એટલે એનો વૈભવ ના માણી શકાય ..તો ય હાથમાં એક રૂમાલ લઈને જેને સર્દી થઇ હોય એ લોકોએ બુકાની બાંધી નાકે જ સ્તો ..આ લેખ વાંચવો …કેમકે મારા આંગળીના ટેરવે થી કી બોર્ડ માં થઇ સ્ક્રીન પર થઇ ગુગલનું ગુફામાં પેસીને જરા અમથી વાત નામના બ્લોગની બારીમાં બેસવા કોઈ વાયરસ જતા બી રહ્યા હોય ….
તો હા આપણે ક્યાં હતા ???? વૈભવ ….પોણો બાય પોણો નો એક સરસ ધોયેલો કટકો જે આપણા પર્સ કે ખિસ્સામાં રહે છે એનો ઉપયોગ હાથ લુછવા મો લુછવા કરતા હોઈએ છે …પણ એને ભીન્જાવવાની મૌસમ એટલે સર્દી …..એના ધારા પ્રવાહમાં માનુની કે ડુડના હાથની પ્રથમ બે આંગળી અને અંગુઠાની મદદથી નાક સુધીની સફર અને પછી નાકની ગુફામાંથી ઓવરફ્લો થતા પ્રવાહની ગંગોત્રી વિષે માહિતી ફક્ત ડોક્ટર પાસે મળી શકે ….એના આગમન પહેલા કાનમાં પુંગી વાગતી લાગે ,માથામાં ઢોલ નગારા સાથે બેસુરા રાગમાં લાકડાની એડી વાળા બુટ પહેરી ગરબાનું ઝૂંડ જાણે અવિરત નોનસ્ટોપ ધૂણતું હોય એમ લાગે …આંખોમાં કોઈ કરુણ ફિલ્મ કે દ્રશ્ય જોયું ના હોય તોય આંસુ આવી જાય …ગળામાં જાણે ભર ચોમાસે દુકાળ પડ્યો હોય એમ રેતીનું ગરમ રણ જેવું સુકુંભઠ લાગવા માંડે અને
એમાં પણ જાણે વાવાઝોડું આવે એમ ગળામાંથી સનસનાટી બોલાવતી ખાંસી નામની કન્યા બહેનપણી સર્દીને મળવા આવે ….અને પછી સુંઠ મરીનો ઉકાળો થી માંડી બધા વૈદા થઇ જાય …ઓલ મમ્માઝ અને દાદીઝના નુસખા અજમાવ્યા પછી જો એમને તાવ નામનું બાળક અવતરે તો સીધા ડોક્ટર પાસે …એક્તિફાઇદ લઇ લો અને સારા થઇ જાવ …ભલભલા અનિદ્રાથી પીડિત લોકોને સુંદર નિદ્રાસન પર પોઢાવી દેવાની તાકાત છે આ નાજુક નમણી નાકેશ્વરી દીકરી સર્દીમાં …એમાં ચાલતા છીંકોના સંગીત અને ઉધરસના તાલનો જલસો ના અનુભવ્યો હોય એ અભાગી મનુષ્યની દયા ખાવી રહી …નાકમાં છીંકના રથ પર સવાર થઇ એના વાયરસ પર ઘર ગમન કરતા હોય છે …એનું સુંદર નામ ઉંદરનું ઈંગ્લીશ નામ હોય એવું લાગે ..ઇન્ફ્લ્યુએનઝા ….અને એનું ઘરનું નીક નેમ ફ્લ્યુ ….એમાં પાછા પક્ષી સોરી બર્ડ ફ્લ્યુ જે મરઘીને થાય અને એવી રોગીષ્ઠ મરઘી ખાનાર ને પણ થાય …બીજો પેલો હંસ સોરી સ્વાઈન ફ્લ્યુ બી નીકળેલો …વિદેશ થી વસ્તુ ની સાથે સોરી માણસ સાથે આયાત થયેલો આ રોગ ભારે કરી ગયેલો !!! આખું ભારત નાકે બુકાની બાંધી ફરતું હતું …
આમાં એલર્જી વળી સર્દીની એક ન્યાત હોય તો સાદી સર્દીની બીજી …ઘણા ફૂલથી એલર્જિત થાય તો કોઈ ધૂળ થી તો કોઈ ધૂમાડાથી ,,કોઈ અત્તરથી ….અને એમાં પીડાના પ્રકાર પણ જુદા જુદા …ઘણાને નાક વાટે નદી વહે તો ઘણાના માથા એ નદી પર બંધ બંધાઈ ગયો હોય એમ એ સજ્જડ ગયી હોય અને માણસને ગુન્ગલાવતી હોય ….પછી ધીરે ઘટ્ટ સ્વરૂપ ધારણ કરે અને આછો પોપટી રંગ ..અણી ચીકાશ ગુંદરને શરમાવે …અરે ચીડ ના કરો … થાય છે ને !!! કેળા ,સંતરા ,દ્રાક્ષ ,બરફ ,આઈસ્ક્રીમ ,કુલ્ફી ,ફ્રીઝના પાણી પર લદાતો પ્રતિબંધ …કેટલી પીડાઓ આ લગ્નની જાનમાં આવતી હોય છે !!!!
કેટલાકને પાણી વાળી થાય થાય ત્યારે એની પણ કેટેગરી હોય ..નાના રૂમાલની ,બે કે ત્રણ રૂમાલની ,નેપકીનની કે ટુવાલની …..પણ એક મારું નિરીક્ષણ રહ્યું છે કે જેને જેને સર્દી થાય એ માળા હોય છે ઈન્ટેલીજન્ટ મનેખ …એમનું એક્સેસ જ્ઞાન જગ્યાના અભાવે નાકની સુરંગ વાટે બહાર આવી જતું હોય એમ પણ બને !!!!!
આમતો આને શરદી કહેવાય પણ મને મને હાલ સર્દી થઇ છે બોલવામાં અને લખવામાં પ્રોબ્લેમ થઇ ગયો છે …..
હવે કોમ્પ્યુટર ટર્ન ઓફ કરી બુકાની નાખજો ….સોરી ફોર ટ્રબલ ગીવન …!!!!!

Advertisements

3 thoughts on “સોરી ફોર ટ્રબલ ગીવન …!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s