બસ એક ચાનો સવારનો કપ


આજે એક એવા સમયની વાત કરવી છે જે તમારા અને મારા અને સૌના જીવનમાં હોય છે ..તમે એને જાણો કે ના જાણો …તમારું બધું કામ પૂરું થઇ ગયું હોય અને તમે એ સમય કે દિવસ પૂરતા ફ્રી થઇ ગયા હોય ..એ સમયે તમે શું વિચારો છો ??? એટલે કે એ વખતે તમારા વિચારોનો વિષય કયો હોય છે ??? લગભગ તો દિવસની જે પણ ચર્યા હોય એના અનુસંધાનના જ એ વિચારો હોઈ શકે ..એનું વિશ્લેષણ …એની સફળતા કે વધુ પ્રયત્ન કે વધુ વિકલ્પો કઈ પણ !!!!
પણ ક્યારેય આ સિવાયનું કઈ વિચાર્યું છે ખરું ..જે તમારી જીવન ,કુટુંબ કે જોબ સાથે દૂર દૂર સુધી સંબંધ ના ધરાવતો હોય એવો કોઈ વિચાર ???
ચાલો થોડા ઉદાહરણ જોઈ લઈએ :
= પેલી ખાંડના દાણા લેવા જતી કીડીઓની કતારમાં જો બે કીડી સામસામી મળે ત્યારે ઘડીક થોભીને જાણે વાતો કરતી હોય એમ લાગે ત્યારે જો એ વાતો કરે તો શું કરી શકે ????
= પેલો વાંદરો બીજા વાંદરામાં માથામાંથી શું વીણતો હશે ???
= આ માનવેતર જાતિના પ્રાણીઓ જો વસ્ત્રો પહેરે તો કેવા લાગે ??? ( ચંપક મેગેઝીનની વાત નથી અહીં )….
=જો આપણે કાચું જ ખાતા હોત તો ???
= આ રાત્રે તારા દેખાય છે એના પર પણ આપણા જેવા મનુષ્યો વસતા હોય અને સંપર્ક શક્ય હોત તો શું ફેરફાર આપણી જિંદગીમાં હોત ???
= આ ભણવાનું જ ના હોત તો ???
=આપણને ભગવાને ભવિષ્યની ઘટનાઓ જોવાની શક્તિ આપી હોત તો ???
તમારી કલ્પના શક્તિ ખીલવવાનો આ એક મોકો છે ..આવું કૈક બુદ્ધિ વગરનું વિચારવાથી ક્યારેક આપણે ખુબ મનોમન હસી પડીએ છીએ …મુર્ખ ગણાવાની બીકે કોઈને કહીએ તો નહીં પણ બાળક બનવાનો આનંદ તો જરૂર હોય છે ..મન હળવુંફૂલ થઇ જાય …
પણ અફસોસ આપણને એવો સમય જ નથી મળતો ..આપણે આપણા રૂટીનથી બહાર ભાગ્યે જ વિચારી શકીએ છીએ …..જરા પણ નવતર નહીં એવું જીવન લાગે છે તો પણ નિર્ભય પણે આપણા મનમાં બેઠેલ બાળકને પૂરી રાખીએ છીએ ….કેમ ??? દોડતી દુનિયાની હરીફાઈમાં પાછળ ના રહી જવાય એટલે ??? અને થોડો સમય મળે તો ટી વી એ બૂક કરી લીધો છે …….
કાલે એક સરસ લેખ વાંચ્યો ..કે આપણે 100 % જીવીએ છીએ ખરા ????
સવારે એક કપ ચા હાથમાં લઈને બેઠા હોઈએ ત્યારે સભાનતા પૂર્વક એ વખતની આપણી વિચારમાળાને મનોમન યાદ રાખી લો ….
અને હવે આ વાંચો ..ચાનો કપ હાથમાં લઈને એની ઉઠતી વરાળને નાસિકામાં તરબતર કરતી ખુશ્બુ માણી ….કપનો શેપ જોયો ..કેટલું પ્રમાણ છે એ જોયું ..એક સ્નેહાળ સ્પર્શ એની દાંડીને કર્યો …અને ધીરે રહીને એક લાંબી સીપ લીધી …અવાજ આવ્યો હોય તો વાંધો નહીં આ તો આપણું ઘર જ છે ને !!! એનું હુંફાળા પણું જાગ્રત પણે માણ્યું …એમાં પડેલા અદરક, એલચી કે તુલસી પુદીનાનો સ્વાદ ,એની લહેજત માણી …સાથે નાસ્તાની એક બાઈટ સાથે ચાની સંગત માં એક સ્વાદની મહેફિલ …આના માટે કોઈ જુદો કે વધારે સમય આપવાની કોઈ જરૂર નથી …ફક્ત એ વખતે ચા સિવાય બીજે ચિત્તને ભટકાવો પ્રતિબંધ મુકવાનો છે ….
============================
ઉદાહરણ ચા નું છે ..પણ જે પણ કામ કરીએ ફક્ત તેના પર ધ્યાન આપીએ તો સમય અને શક્તિ બેઉ બચે ..એ કામ ઝટપટ પતે અને એકાગ્રતાને લીધે એ વધુ સરસ રીતે થાય ..જો ભૂલ થાય તો તરત ધ્યાન પર આવી જાય અને શક્ય હોય તો સુધરી પણ જાય ….અને તેથી બચેલા સમયમાં આપણે કેટકેટલું નવું જાણી અને માણી શકીએ …કામ જેટલું દેખાય એટલું સહેલું નથી અને અશક્ય તો બિલકુલ નથી ….
જીવનની રાહ પર આપણે આપણા માર્ગ ,આપણી શક્તિ આપણી ખામીઓ કરતા બીજા લોકો પર રાહ પર વધારે ધ્યાન આપીએ છીએ એટલે જ કદાચ જોઈતી પ્રગતિ નથી કરી શકતા …પાછળ રહી જઈએ છીએ ( દુનિયા ના વિચારવા પ્રમાણે )…….
આ સરળ અને સૌને સુલભ રાહ છે ….બસ એક ચાનો સવારનો કપ ફક્ત સવારમાં નહીં જીવનમાં સ્ફૂર્તિ ભરવાનું સામર્થ્ય ભરી શકે છે …હવે એવું નહિ પૂછતાં કે અમે તો ચા કોફી કઈ નથી પીતા ….!!! તો પછી તમે જુના માર્ગ પર જ ઠીક છો …!!!!

Advertisements

2 thoughts on “બસ એક ચાનો સવારનો કપ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s