ક્યારેક સપના પણ સારા આવે છે નહીં ??!!!


આજે સવારે ઉઠીને ઉગતો સૂરજ જોતી હતી ..ત્યારે એને પૂછ્યું તારે એલાર્મ મુકવું પડે છે ?? ઉઠવા માટે ??? તો કહે ના , મને જુદા જુદા ઘરોમાંથી મોબાઈલની રીંગ ટોનમાં એલાર્મ સંભળાય છે એટલે ઊંઘ ઉડી જ જાય છે ….પણ ઠંડી હોય છે એટલે આંખ થોડી મોડી ખુલે અને સ્વેટર શોધવું પડે છે ….શું કરું મિસીસ હજી બાબાને ઉઠાડે અને તૈયાર કરવા માંડે ત્યાં તો વાન આવી જાય સ્કુલે આ લોકોને ડીલીવર કરવા માટે …!!!
સવારે ઉકાળા વાળા રાત્રે સુતા હશે કે નહીં એ વિચાર આવે …..
વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો જયારે ગ્રુપમાં ચાલતા હોય અને પછી ઓફીસ કે રાજકારણ ડિસ્કસ કરે ત્યારે વિચાર આવે અરે સવારની શાંતિ ભંગ કરતા તમને ગિલ્ટી ફિલ કેમ નથી થતું ???? આકાશને જોવાનું લોકો ભૂલી જાય અને વજનકાંટાને જુએ ..ઘટ્યું કે નહીં ?? ફેર પડ્યો કે નહીં ???
આખું શરીર ઢાંકી દઈએ પણ ચેહરો નથી ઢાંકતા ( ક્રીમ લગાડીએ એ જુદી મેટર છે ….તો ત્યાં કેમ ઠંડી નથી લાગતી ??? એતો જેવી ટેવ શરીરને પાડીએ એવી પડે ….પેલા કબુતર કે કુતરા કે ગાય ક્યારેય સ્વેટર પહેરીને નીકળે છે ??? બહુ બહુ તો એના દયાળુ માલિક હોય તો ગોદડું પાથરે કે કોથળો ઓઢાડે …
રાત્રે ચંદ્રને પૂછેલું કે તારા ઘેર વીજળીનું કનેક્શન છે કે નહીં ???? કેટલું બીલ આવે ?? પાવરકટ થાય કે નહીં ??? ઉનાળામાં તું એ સી અને ચોમાસામાં છત્રી ઓઢીને કેમ નથી આવતો ??? તારી પાસે ધાબળો કે સ્વેટર નથી ???? તો ચંદ્ર હસવા માંડ્યો …મારું બધું કામ સોલાર એનર્જી થી થાય છે ..અને જેવી સવાર પડે એવો ઊંઘી જાઉં ..તેથી મારે એવી જરૂર ના પડે અને તબિયત પણ નાં બગડે ……
સવારે પક્ષીઓ ટોળા માં ઉડવા નીકળે ..ત્યારે એવું થાય છે કે હવે માણસે બસ પાંખોની શોધ કરવાની બાકી રહી છે …એ પણ સોલાર એનર્જીથી ચાલે તેવી …આ પેટ્રોલ વગેરે થી પીડાવાનું બંધ …હવે આપણે ડાયેટિંગ ને નામે કાચું ખાતા થઇ ગયા છે ..એટલે રસોઈને લગતા બધા પ્રોબ્લેમ ઓછા ….અને હા પીકનીક માટે જંગલમાં જઈએ છીએ ..માંચડા પર રહીએ છીએ ..એટલે ધીરે ધીરે ટેવાઈ જશું ….હવે જરૂરત ઓછી તો ખર્ચ ઓછો …એટલે ટેન્શન ઓછું ..અને ખુશખુશાલ જીવન …પછી મોંઘીદાટ ફી ભરીને ભણવાની નહીં પણ ગણવાની જરૂર રહે ….કેટલી મજા પડે …
….બેલ વાગ્યો !!!!! ટ્રીન નનનનનનનનનનનનનનનનનનનનન ……….બેન દૂધ …..!!!!!
ક્યારેક સપના પણ સારા આવે છે નહીં ??!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s