લાઈફ ઓફ પાઈ ….


ક્યારેક અચાનક સરળતાથી ચાલી જતી જિંદગીમાં તોફાન આવે ત્યારે આપણી સૌથી પહેલી અને મહત્વની પ્રાથમિકતા માત્ર આપણો જીવ કોઈ પણ ભોગે બચાવવાનો એ જ રહી જાય અને એ તીવ્ર જીજીવિષા આપણી પાસે કશુક અકલ્પ્ય કરાવી જાય કે એના પર કોઈ વ્યક્તિ વિશ્વાસ ના કરી શકે …!!!!
હા …આવી જ વાર્તા છે હાલમાં જોયેલા એક મુવી : લાઈફ ઓફ પાઈ ….
એક વાર જરૂર જુઓ ..એક માનવીનો 223 દિવસ સુધી સમુદ્રમાં કોઈ પણ સાધન વગર માત્ર ચારે તરફ પાણી અને એક વાઘ સાથે એક લાઈફ બોટમાં મુસાફરીની વાત છે …એક છોકરો નામે પાઈ …એક બોટ ..એમાં એક વાઘ ..અને એક સમુદ્ર ….બસ આ વાર્તા …વધુ નથી કહેવું ….
પણ શું ઈશ્વર છે ??? એ ઈશ્વરે આપણને આ દુનિયામાં સહેતુક મોકલ્યા છે …અને એ હર પળે આપણી સાથે હોય છે ..એ માર્ગ ચીંધે છે અને એને સમજીને આપણે ચાલીયે છીએ ..અને ચાલ્યા કરીએ છીએ ..અનંત દેખાતા દરિયાનો કિનારો પણ મળે છે અને જે જીવનનો અંત સામે બેઠેલો દેખાય છે એને જીવન મળે છે ..જેને જીવનના અંતનું કારણ સમજીએ એ કોઈ વાર જીવન જીવી લેવાની જીજીવિષા પ્રગટાવે છે અને કોઈ પણ ભોગે આપણે જીવન બચાવી લેવા કેવી રીતે મથીએ છીએ એનું તાદ્રશ નિરૂપણ એટલે લાઈફ ઓફ પાઈ ….
આપણે આપણા ગલી મોહલ્લા શહેર દેશ સિવાય કશું આગળ વિચારતા નથી …બહુ બહુ તો સમાચારમાં ટપકતા કોઈ ગ્રહ ….
આપણો સૌથી મોટો સંઘર્ષ હોય છે જીવન ટકાવવાનો ….એક શ્વાસ લેવાનો ,ખોરાક મેળવવાનો ,અને કોઈ પણ તકલીફ સામે લડીને જીવતા રહેવાનો …તમારું નાક કોઈ ફક્ત બે મિનીટ માટે દબાવી દે ….એક દિવસ આખું બજાર બંધ હોય અને તમારા ઘરમાં લોટ ખલાસ થઇ ગયો હોય ,શાક માર્કેટ હોટેલ બધું બંધ હોય …સુરતમાં જયારે 2005માં આખું સુરત 15-20 ફૂટ પાણી હતું ત્યારે આ વાત સમજાઈ હશે ……બહુ સરળતાથી એ માર્ગ ચાલતો રહે છે એટલે આપણે એને સંઘર્ષ નથી ગણતા એ જુદી વાત છે …માત્ર આપણે માનવી જ નહિ પ્રાણીઓ અને જીવમાત્ર એના માટે ઝઝૂમે છે ….
ફિલ્મમાં નાયક જીવન સાથે જંગ કરવા સાથે કુદરતના સુંદર રંગોને બિરદાવવાનું પણ ચૂકતો નથી ……કુદરતને કોસે છે પણ અંતે એ ભગવાનને સમજે છે ..સંઘર્ષને અંતે એને સમજાય છે કે એટલી બધી પ્રતિકુળતાઓમાં એક વાઘના નિમિત્તમાં જીવન સામે લડવા ખુદ ઈશ્વર એને પ્રેરિત કરતો રહ્યો ..એને માર્ગ સુઝાડતો રહ્યો …એનો અનુભવ એવો રહ્યો કે દુનિયા એને માની શકી કેમ કે એ ઈશ્વરનો સાક્ષાત્કાર હતો અને અનુભવનું સ્પંદન ફક્ત એને માટે જ હતું ….
આપણા જીવનના સારા બુરા અનુભવો થી જિંદગી ખુબ ઉપર છે અને બધાથી અલગ છે એની રાહ ..સંજોગો અને સુખ દુ:ખ તો એ રેલગાડીના સ્ટોપેજ માત્ર છે પણ સફરના રંગોનો અનુભવ જાગ્રત વ્યક્તિ જ કરી શકે …એ ચિરંતન પરમાત્માને એ સફરમાં ઓળખી શકે ,અનુભવી શકે અને ત્યારે એ અનુભવ ઉપરાંત એને જીવનની સરળતા સમજાય છે ….કેમ કે એની કૃપાનો સાક્ષાત્કાર એને થઇ ચુક્યો હોય છે ……

Advertisements

3 thoughts on “લાઈફ ઓફ પાઈ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s