સુમન…


” માસી , જે વીતી ગયું તેના પર રડો નહીં …જેટલી વહેલી હકીકત સ્વીકારી લેશો એટલુ જીવન વહેલું હળવું થઇ જશે …” છેલ્લા છ મહિના થી જ્યારેથી સુમન આ પાગલખાનામાં આવેલી ત્યારથી પહેલીવાર ડોક્ટર વ્યાસે અને સિસ્ટર જોલીએ પહેલી વાર એને બોલતા સાંભળી અને બોલતા જ નહીં એ સવિતામાસીને રડતા હતા ત્યારે સાંત્વના આપતી હતી ……
આ સુમનને એનો પતિ દર્પણ છ મહિના પહેલા અહીં મૂકી ગયેલા ……..ગુમસુમ સુમન કોઈ સંતાપ કે ગરબડનું કારણ નહોતી પણ એની ચુપ્પી કોઈ કારણસર હતી એ પકડતું નહોતું ..કોઈ જ વાતે રીએક્ટ નહોતી કરતી …..ડોક્ટર વ્યાસે પહેલીવાર એને કેબીનમાં બોલાવી …..અને પૂછ્યું : સુમન ,સાચું કહે બેટા ..તું નોર્મલ જ છે ને ???? કદાચ છેલ્લા પાંચ વર્ષમાં દબાવી રાખેલા આંસુ બંધ તોડીને વહી ગયા ….પુરા એક કલાક અવિરત સુમન રડતી રહી …સિસ્ટર જોલીએ એને પાણી આપ્યું ..થોડી સ્વસ્થ થઇ …બારીની બહાર જાણે પોતાના ભૂતકાળની કોઈ કિતાબ વાંચતી હોય એમ ધીરે અવાજે બોલવાનું શરુ કર્યું ……
== મારા લગ્ન સન 2000માં દર્પણ સાથે થયેલા ….સામાન્ય કુટુંબનો અનાથ છોકરો ..પણ પપ્પાની ફેક્ટરીમાં સૌથી ધગશ વાળો …ખુબ હોશિયાર અને મહત્વકાંક્ષી …ઘેર આવતો જતો ..અમે એકબીજાના પ્રેમમાં પડ્યા …પપ્પાને ખબર પડી …મમ્મી અને પપ્પા સમજુ હતા …દર્પણે કહ્યું કે તમારી દીકરીને સારી રીતે રાખી શકું તમારી માફક ..એ તબક્કે પહોંચીને જ હું એની સાથે લગ્ન કરી લઈશ ….અને હા તમારી મિલકતમાંથી મને ફૂટી કોડી પણ નહીં ખપે …મમ્મી પપ્પા અને હું પોતાની જાતને ખુબ ભાગ્યશાળી સમજવા લાગ્યા …..નરોડામાં પહેલો ફેક્ટરીનો શેડ લીધો એના બીજા દિવસે અમે લગ્ન કરી લીધા …દર્પણને પાંખો ફૂટેલી ….એ દિવસ રાત કામમાં વ્યસ્ત રહેવા માંડ્યો ….અને હું ઘરમાં એકલી ….એક વર્ષ તો ઉડતા ઉડતા નીકળી ગયું …..હું બોર થવા લાગી …એક વર્ષ પહેલા લીધેલા વિશાળ બંગલામાં એકલતા કોરી ખાતી ..દર્પણને પૂછીને મેં સાહિત્યમાં પી એચ ડી શરુ કર્યું …ત્રણ વર્ષ સુધી …
હવે હું ખરેખર ઈચ્છતી  હતી કે મારે એક બાળક હોય …મેં દર્પણને વાત કરી …દર્પણે સિફતથી ટાળી દીધી …ફરી ઘરની એકલતા મને ઘેરી વળી ..
એ દિવસ મને બરાબર યાદ છે ..દર્પણ જર્મની જઈ રહ્યો હતો એણે ઓફીસથી જ મને ફોન કરી દીધો અને મને પાસપોર્ટ અને કપડા ડ્રાઈવર સાથે મોકલાવી દેવા કહ્યું ..એના કબાટમાંથી એના હાથરૂમાલ શોધતા મારા હાથમાં એક ફોલ્ડર આવ્યું …એની બેગ પેક કરી મેં એમના કાગળિયાં વાંચ્યા ….દર્પણ જયારે કોલેજમાં હતો ત્યારે એક મોટા અકસ્માતનો ભોગ બનેલો …એમાં એણે પિતા બનવાની ક્ષમતા ગુમાવી દીધેલી ….મારા પર જાણે વીજળી પડી …એ રાતે હું સુઈ ના શકી …વિચાર્યું કે એ પાછો આવે ત્યારે ખુબ ઝગડો કરીશ …પણ પછી વિચાર્યું કે લગ્ન પછી આવું થયું હોત તો ???!!! અને મારામાં આવી કોઈ ખોડ આવી હોત તો !!!!ખેર કઈ નહીં !! જેવી ભગવાનની ઈચ્છા ……
પછી મને એ જ કોલેજમાં લેકચરરની જોબ ઓફર થઇ જ્યાંથી મેં પી એચ ડી કરેલી …….દર્પણને બહુ ઈચ્છા નહોતી પણ મેં એને મનાવી લીધો …હવે કોલેજના વિદ્યાર્થીઓ જ મારા સંતાન બની ગયા ..મારા લેકચર કાયમ હાઉસ ફૂલ જતા …વિદ્યાર્થીઓ પણ મારી ઈજ્જત કરતા …મને ખુબ ગમ્યું …..એક દિવસ દર્પણ કદાચ ઘેર વહેલો આવી ગયો હશે ..એ દિવસે કોલેજના વાર્ષિક સમારંભની તૈયારી કરવા માટે હું રોકાઈ ગયી અને ખુબ મોડું થયું …દર્પણ કઈ બોલ્યો તો નહીં પણ પછી અચાનક તેણે મારા પર નજર રાખવા કોલેજમાં આવવું શરુ કર્યું …હું સમજી ગયી …મારો સંસાર બચાવવા મેં નોકરી છોડી દીધી …મારા વિદ્યાર્થીઓ અને આચાર્ય તો તે દિવસે રડી પડ્યા ..મને નોકરી ના છોડવા સમજાવી …પણ …???!!!!
ઘેર બેસીને મેં બ્લોગ અને પુસ્તકો લખવાનુ શરુ કર્યું …..મને પહેલે જ વર્ષે એવોર્ડ મળ્યો …એક પાર્ટીમાં જે બીઝનેસ મીટીંગ હતી તેમાં લોકો મારા ઓટોગ્રાફ માંગવા આવ્યા …..અને દર્પણને મારા પતિ તરીકે ઓળખ્યો તેથી એનો અહં ઘવાયો …તે રાત્રે પહેલી વાર અમારો ખુબ ઝગડો થયો ….અને હું ગુમસુમ રહેવા લાગી ..એક દિવસ મેં મારા કાગળ કલમ અને પુસ્તકો એક બેગમાં લીધા …એને પુલ પર લઇ જવા કહ્યું …પુલ ની મધ્યમાં મેં કાર ઉભી રખાવી …મેં પેલી બેગ સાબરમતી નદીમાં પધરાવી દીધી …
.દર્પણને હવે ભૂલનો ખ્યાલ આવ્યો …હવે એ ધ્યાન રાખતો …મને લઇ જતો પણ મારા મોં પર લાગી ગયેલું મૌનનું તાળું ના ખુલી શક્યું …….અને મારા ઈલાજ માટે એ મને અહીં લઇ આવ્યો ……….
====== સુમનના કપડા હોસ્પિટલમાં જતી વખતે દર્પણ શોધી રહ્યો હતો ..ત્યારે એની સાડી નીચે થી એક કાગળ સરી પડ્યો …દર્પણે એ ખોલીને વાંચ્યો …પોતાનો રીપોર્ટ હતો …..
દર્પણ હોસ્પિટલ આવ્યો …અને ડોક્ટરને કહ્યું ..હું સુમનને ઘેર લઇ જવા આવ્યો છું …..
હવે સુમનનું પોતાનું એક પ્લે સેન્ટર કમ અનાથ બાળકોનો બાલાશ્રમ છે …જે નાના નાના ફૂલો થી મઘમઘે છે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s