વિસામો મળે છે અનાયાસે ..


ટી વી આપણો સાથીદાર છે …કોઈને કોઈ રીતે આપણે એને એક વાર જોઈ લઈએ છીએ કેમ ??!!! પણ મેં જેમ પહેલા પણ કહ્યું હતું મારે ત્યાં ફક્ત દૂર દર્શન ચેનલ જ છે …એમ એક મજાની સીરીઅલ શરુ થઇ છે ..છ હપ્તા આવ્યા છે ……લેખક શ્રી રસ્કિન બોન્ડની વાર્તાઓ પર આધારિત સીરીઅલ એક થા રસ્ટી …પાર્ટ ટુ ….પાર્ટ વન તો મેં નથી જોયો ..પણ આ ભાગ જોયો ..
એક લેખકની જિંદગી એની સ્ટાઈલની વાર્તા છે ..કે એ કેવી રીતે લખે છે ..એ શું જુએ છે એનો દ્રષ્ટિકોણ શું હોય છે ..એને કેવું વાતાવરણ ગમે ….બધું બહુ મજાનું ..એનું ટાયટલ આવે ત્યારે સુંદર ચિત્રો આવે …અને પૃષ્ઠભૂમિ છે મસુરીની …આ વાર્તા ખુબ હળવે હળવે ચાલે છે …સાવ મંથર ગતિએ ..પણ ત્યાં પેલી ઘરેણાની દુકાન અને સાડીઓના શો રૂમ નથી ..અને નથી કોઈ મોર્ડન આર્કિટેક્ચરના સેમ્પલ હાઉસ !!! ખરેખર એક હિલ સ્ટેશન પર એના ઘરમાં જ થયેલા શૂટિંગ ..એમાં કામ કરતા પાત્રો પણ જાણે ત્યાંના જ ….ત્યાની ઠંડી ત્યાના ઢોળાવ …અને મસુરી શહેર નહીં પણ ત્યાના આસપાસ ના કોઈ વિસ્તારમાં એક પહાડી વિસ્તારના રહેણાંકની અસલ જિંદગી ….લેખક ક્યાં ય પણ પહાડો પર બેસીને લખવા માંડે કે રાત્રે સુતા પહેલા બધું યાદ કરી કરીને લખે ..લોકોને મળે ….
એક ઇન્સ્પેક્ટરના મુખથી બોલાયેલું એક વાક્ય એક સત્ય લાગ્યું : યહાં લોગ આઠ દસ દિન કે લિયે ઘૂમને યા છુટ્ટી બિતાને કો આતે હૈ તો ઉન્હેં એ જરૂર અચ્છા લગતા હૈ ..શાંતિ કા માહોલ પર યહાં જીને કે બાદ પતા ચાલતા હૈ કી કોઈ એક્સાઈટમેન્ટ નહીં હોતી યહાં …ના કોઈ ગુનાહ હોતા હૈ ના પુલીસ કી જરૂરત …એક પુલીસ કો યહાં કામ કરને પર કભી પ્રમોશન મિલ હી નહીં સકતા ……
મજાની વાત તો એ છે કે આવી જિંદગી આપણે ઇચ્છીએ છીએ ને ???!!!
અઠવાડિયામાં બે દિવસ ગુરુ અને શુક્ર સાંજે સાડા આઠે આવતી સીરીઅલ મને તો એક વિસામા જેવી લાગે છે …જ્યાં માનસિક રીતે જાગતા આળોટવાનો પરમ આનંદ આવે ……વાર્તા રગશીયે ગાડે બેસીને ધીરે ધીરે મસુરીના આંતરિક ભાગોમાં પહાડો પર ફરતી હોય ..ચડતા ચડતા હાંફતી હોય અને દોડીને ઉતરતી હોય !!! ત્યારે ત્યાના ઘરમાં બેસીને સૂપ પીતા નાયકના વાડકામાંથી થોડી વરાળ આપણા નાકમાં પણ જતી લાગે ….એમાં સમયને સાચવીને થયેલું ચિત્રાંકન છે ….આપણે જે બધું જોવા ટેવાયેલા છે એને હિસાબે તો કંટાળો પહેલો શબ્દ છે …પણ ક્યારેક આવો કંટાળો આવી સાવ ધીમી ગતિની અને એને લીધે થોડી વિસ્તરી જતી આપણી દ્રષ્ટિની તમને મને બધાને જરૂર છે જ …….
મારી દીકરી મને એક વાક્ય જરૂર કહે : મમ્મી આ રસ્ટી બિલકુલ તારા જેવો છે ને !!! તું એના જેવી જ છે ..પોતાનામાં જ મસ્ત …શું કરું બસ હંસવું આવી જાય છે …..કેમકે આ સત્ય નથી …..બસ ખાલી લખવાની રીત ” લખાણ નહીં ” પણ લખવાની રીત ક્યાંક સરખી ખરી ..એ પણ ક્યારેક ….!!!
વિસામો મળે છે અનાયાસે ..તમે પણ શોધો ક્યાંક …તમારી આસપાસ એક સરપ્રાઈઝ બનીને સંતાયો હશે …!!!!

Advertisements

2 thoughts on “વિસામો મળે છે અનાયાસે ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s