ચિંતન શિબિર …..


ચિંતન શિબિર …..
સ્ટ્રેસ ફૂલ જીવનમાં શાંતિની શોધમાં લોકો જ્યાં પણ તક અને સમય મળે ત્યારે લોકોનો ગાડરિયો પ્રવાહ જરૂર વહી જાય છે ..કાલે સાંજે જે અનુભવ્યું તે આપ સાથે શેર કરું છું ..અને આ માત્ર મારા વિચાર છે …અને મારું ચિંતન ….
સાંજે ઘેર સાવ એકલી જ હતી ..એક વિખ્યાત સ્વામીજીની પાંચ દિવસની શિબિરનો પૂર્ણાહુતીનો છેલ્લો દિવસ હતો ..મને એક સખીએ ફોન કર્યો અને કહ્યું તો મેં હા પાડી અને ગઈ …કારમાં અને સ્કુટર રીક્ષામાં નિયત સમયે લોકો મેદાનમાં ઠલવાતા હતા ..એક લેપટોપ પર કનેક્ટ કરી બે એલ સી ડી અને એક પરદા પર મોટો પ્રોજેકટર પર વ્યુ …મેં આસ પાસ નિરીક્ષણ કરવા માંડ્યું ..ઓમ નમઃ શિવાય ની ધૂન ચાલુ થઇ ત્યારે લોકો મોટે મોટે થી અવાજ કરી વાતો કરતા રહ્યા …પછી પ્રવચન વખતે શાંતિ છવાઈ ..જે વાતો સાંભળી એ કદાચ મારી મમ્મીએ બહુ નાનપણમાં સમજાવેલી અને મારા ખ્યાલથી એ કોઈ આવી શિબિરમાં નહોતી ગઈ …પણ જીવનના મૂળ સત્યો એને સહજ હતા …
= જમવાનું બનાવતી વખતે મનમાં સંપૂર્ણ શુદ્ધિ ના ભાવ અને મનમાં ભગવાનનું નામ હોવું જોઈએ ….અને ઘરના દરેક કામ તમે નોકર પાસે ભલે કરવો પણ રસોઈ તો જાતે જ બનાવી ખાવ …રાંધીને તરત ખાવ ..વાસી ના ખાવ …સાથે મળીને ખાવ …શારીરિક ,વાચિક અને માનસિક કસરત કરવી જરૂરી …
=મંત્ર લેખનની એક કિતાબનું સામુહિક પઠન …હવામાં સમૂહ મંત્રોચ્ચાર થી જે વાતાવરણ ઉભું થાય એ તો અલૌકિક હોય જ છે …મજા પડી ….ધૂન ,વગેરે બોલાવવામાં આવ્યું ….ચાર કલાક નો કાર્યક્રમ ચાલ્યો …
એમાં મને બે વાત ખુબ જ ગમી ..
= આપણે ચાર વસ્તુ એ યાદ રાખીએ છીએ જેની જરૂર નથી જ : ચાર વર્ણો : બ્રાહ્મણ ,વૈશ્ય ,ક્ષત્રિય અને શુદ્ર ….એને બદલે યાદ રાખવું જોઈએ : બ્રહ્મચર્યાશ્રમ ,ગૃહસ્થાશ્રમ ,વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ ……પહેલા વિદ્યાપ્રાપ્તિ સાથે સંસ્કારનું સિંચન અને જીવનના પડકારને જીલવાની હિંમત , પછી ગૃહસ્થજીવન ,પછી ગૃહસ્થાશ્રમથી પોતાની જાત શુદ્ધિ તરફ પ્રયાણ અને પછી વૈરાગ્યની વિભાવના ……..અને આ કર્મ ઉચિત રીતે કરનાર એના કર્મ પ્રમાણે વર્ણમાં ગણવો જોઈએ ..જે આશ્રમમાં હોવ ત્યારે એને પૂર્ણ પણે જીવો .જો અધુરો જીવશો તો તે છેક સુધી તમારી સાથે રહેશે અને જીવન અધૂરું રહેશે …..
= બધું જ તમારી અંદર છે ..અને તમે એને બધે શોધ્યા કરો છો બહારના જગતમાં ….( આ શિબિર પણ તેમાની એક જ છે ને !!!!) અંદર જુવો બધું જ છે ….
======================================================================
બસ આપણે આપણી જાત પાસે કર્મો નો હિસાબ નથી માંગતા ,આપણા સવાલના જવાબ નથી શોધતા ….જેમ બે માણસ ની હસ્તરેખા સરખી ના હોય એમ દ્રષ્ટિકોણ પણ ભિન્ન હોય સમજ ભિન્ન હોય એ આપણે સમજતા નથી ..અને બીજાની ટોપી પહેરીને સુખ શોધીએ છીએ .. સાચું કે નહીં ???
======================================================================
રાત્રે નવ વાગ્યા સુધી ભીડ જરાય ઓછી ના થઇ …બાળકો સાથે પરિવાર આવેલા પણ કોઈને ઉતાવળ નહીં …કોઈ જાય નહીં …મને આશ્ચર્ય થયું …છેલ્લ્લે ઉદઘોષણ થઇ સર્વે સાધકો પ્રસાદ લઈને જાય ….ભંડારો હતો ..અન લીમીટેડ પૂર્ણ ભોજનનો પ્રસાદ ………..હવે આશ્ચર્ય ના રહ્યું …સર્વ હકીકત સમજાઈ ગઈ ….
==============================================================================
આપણને એક ગુરુ એક માર્ગદર્શનની જરૂર છે …માનું છું …પણ એક વાર સાચો લાગે એવો ( તુંડે તુંડે મતિર્ભિન્ન હિસાબે ) માર્ગ મળે અને આપણે એને અનુસરીને ચાલવા લાગીએ અને આપણે શાંતિ પણ અનુભવીએ પછી પણ દરેક જગ્યાએ એ શિબિર ભરવાની અને એ માટે જરૂરી નાણા ભરી દોડતા લોકો ફક્ત એટલા દિવસ માટે જ સમજતા હશે પછી એમની ગાડી ને સર્વિસ માટે વારંવાર જવું પડતું હશે ????
….કન્ફયુઝન ……કન્ફયુઝન ………કન્ફયુઝન ….જેનો જવાબ આપણી અંદર જ છે ……….

Advertisements

2 thoughts on “ચિંતન શિબિર …..

 1. આને સ્મશાન વૈરાગ્ય કહેવાય. ઘણી વખત પુજ્ય મોરારી બાપુ અને એવા સંતોનો સત્સંગ પતે પછી મન જ્યારે એ ઉંચાઇ પરથી ધીરેધીરે નીચે ઉતરવા લાગે ત્યારે એક સવાલ બહુ કોરી ખાય કે કેટલું યાદ રહ્યુ? અત્યારે જો આ હાલ છે તો પછી શુ? કાયમ એક મોરારી બાપુ કે એવા સંત મારી જોડે રહે તો બતાવી દઉ કેટલી તાકાત છે મારામાં.

  અંધારામાં ચાલવાની કળા આપણે અજવાળામાં શીખી રહ્યા છે. પણ અંધારુ માત્ર અંધારૂ નથી. મને કોઇ જોતુ નથી, મને કોઇ કહેવાનું નથી અને હું એકલો જ છુ તેની ગેરંટી પણ છે. પાછુ આપણે એક થોડા છીએ. આપણે અંદર તો કેટલા ‘હું’ પડ્યા છે. દરેક પ્રસંગને અનુરૂપ એક હું. ઘરનો હું , ઓફીસનો હું. મંદીરનો હું. પત્નીનો હું ,માનો હું. અજવાળાનો હું અંધારાનો હું.

  હીંમત એકઠી કરીને કોશીસ ચાલું રાખવી. પેલા ભજનમાં પાનબાઇએ કહ્યુ તેમ.
  ” વીજડીના ચમકારે મોતીડા પરોવો, અચાનક અંધારા થાશે.
  મનને મુકીને આવો જો મેદાનમાં તો જુદી પાડી દઉ જીવની ભાત.”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s