સાચી દોરવણી


છેલ્લા દસ બાર દિવસ થી અત્ર તત્ર સર્વત્ર જે ચર્ચા થઇ રહી છે તેનાથી ફલિત થાય છે કે જયારે સહનશક્તિની સીમાઓ આવી જાય છે તો વિસ્ફોટ થાય જ છે અને એમાંથી ફલિત થયું છે કે આજનો યુવાન જાગૃત થયો છે ..ગેંડાની ચામડીવાળા રાજકારણીઓની નિદ્રા તો તૂટી છે પણ હજી પણ તેઓ તંદ્રામાં છે કે ડોળ કરી રહ્યા છે એ બતાવવા માંગતા નથી …લોકજુવાળ એ જાગૃત લોકશાહી ને ભાવિના એંધાણ આપી રહ્યા છે ….
પણ આજે મારો પ્રયત્ન છે સમસ્યાની ગંગોત્રીને શોધવાનું ..ચાલો થોડા ભૂતકાળમાં જઈએ …હું ફક્ત રૂપક આપીશ સમસ્યા તમે વિચારી લેજો …
માણસ માત્ર હુંફ અને પ્રેમની અવિરત શોધ અને ઝંખના રાખે છે ….રોટી -કપડા -મકાન -રોજી સાથે જાતીયભુખને અવગણાય તો નહીં જ …પણ જાતીય બાબતને પરદા પાછળ અને એની વાત પણ થોડી વિકૃત રીતે કરાય છે એ આપણું દુર્ભાગ્ય ……..
પહેલા એક માતાને છ સાત સંતાનો હોય તો પણ એ માતા તમામ સંતાનોનું ધ્યાન રાખતી …એમને ઉઠાડી ને સુવાડવા સુધી તેમનું ધ્યાન રાખવામાં જીવનનું સાર્થક્ય સમજતી .સુકા રોટલા અને ડુંગળીનો દડો હોય કે ચાંદીની થાળીમાં પીરસાયેલો વિવિધ વાનગીનો રસથાળ હોય એ બાળકને આગ્રહ થી ખવડાવતી ..પિતાને સંતાન કયા ધોરણમાં ભણતું હોય એ ખબર નહોતી એટલે ટકાના ભાર વગરની એ નાજુક સ્વતંત્રતાએ એના બચપણને ભાર વગરનું રાખેલું ….નૈન સો નૈન તો ત્યારે પણ મળતા પણ મૌનથી શરુ થયેલો પ્રેમ આંખો સુધી સીમિત રહેતો અને મૌનમાં જ વિચ્છેદિત થઇ જતો ..કોઈ બગાવત પણ થતી ..પણ કુટુંબ ખાતર માતા પિતાની આબરૂ ખાતર ના માત્ર સંતાન એમના બતાવેલા સ્થાને વિવાહ કરતા પણ લગ્નને નિભાવી પણ જાણતા …ભલે હમણાં લગ્ન વય વધી છે પણ શારીરિક ફેરફાર સાથે એ જરૂરિયાતની સાથે એમના ઉચિત સમયે લગ્ન થઇ જતા …રેડીઓ -ફિલ્મ -બાગબગીચા સિવાય કોઈ મનોરંજનનું સાધન નહિ ..અને ફિલ્મો પણ સંસ્કાર બોધ મળે એવી …એની અભિનેત્રી નખશીખ ઢાંકીને પણ અભિભૂત કરી દેતી ..માનવતા -દેશ ભક્તિ નો બોધ પણ મળતો વેકેશનનું લોકેશન મામા -ફોઈ -કાકા નું ઘર રહેતા ..ત્યાં રમતી આંબલી પીપળીને લીધે જે સંબંધોનું અટૂટ ગઠ બંધન થતું તેથી પ્રેમ -હુંફ -સંબંધની મહત્તાએ આજના દુષણોથી દૂર રાખેલા …અને એ વારસો પેઢી દર પેઢી સચવાઈ રહેતો …જ્યાં પડોસીની રહેણ સહેન થી ઈર્ષ્યા નહોતી ..અને પોતાના જીવનનો સંતોષ હતો …ખરેખર શાતાની પરબડી જેવું સંગીત અને લોકગીતો હતા …..
હવે આમાનું કશું જ નથી …હવે જે પણ હું કહું છું એ સમસ્યાના ઉદ્ભવસ્થાનથી સંબંધિત છે એમાં સ્ત્રીની પ્રગતિ કોઈ ટીકા નથી ..
સ્ત્રી શિક્ષિત થઇ …બહાર નીકળી …સંયુક્ત કુટુંબ વિભક્ત થયા ……હૂંફની ભૂખ તો રહી જ ..હોસ્ટેલમાં જતું સંતાન કુટુંબના વિકલ્પ શોધતા તેને મિત્રો મળ્યા …એટલે તેના તરફ એ ખેંચાતો ગયો …..માં હવે આર્થીક તડજોડ માટે નોકરી કરવા લાગી …આ ગીલ્ટને નાણાથી ખરીદાતા સાધનો ક્યારેય ઓછો કરી નહીં શકે …સંતાનોની જિદ્દ પૂરી થવા લાગી ….એમાં ટી વી ,નેટ ,મોબાઈલે અધૂરું કામ પૂરું કર્યું ….એક મલ્તિપ્લેક્ષમાં બેઠેલા દીકરો કે દીકરી માં બાપને કહી શકે છે કે તેઓ લાઈબ્રેરીમાં છે …જે પ્રેમ અને હુંફ અને સાચી દોરવણી એમને માં બાપ આપી શકે એ વિજાતીય કે સજાતીય મિત્રોમાં મળી જાય છે એ ભ્રમ પોસાવા લાગ્યો …કઝીન -કાકા -મામા -ફોઈના ઘરનું સ્થાન વેકેશનમાં દૂર દરાજના પ્રવાસે લેવા માંડ્યું એટલે કૌટુંબિક લાગણીઓનો હ્રાસ થતો ચાલ્યો ….હવે તો ફ્રેન્ડશીપ ઇસ વર્શીપ છે ભાઈ …..બાકીનું સમજાવાની જરૂર નથી લાગતી ….આપણે બધા વાકેફ છીએ ….
હવેનો જમાનો છે ભલા ઇસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે ???? ઘરથી દૂર રહેતા માબાપ ઘરને સુખ દાયક સાધનો ,મોંઘી કાર અને રાચરચીલા થી સજાવવાના ,ઘરેણાથી લોકર ભરવાના મોહ માં એમની સાચી જણસ સંતાનોથી દૂર થયા …એટલે લાફો મારીને પણ સાચી વાત સમજાવનાર માર્ગ દર્શક વગર તેઓ દિશાવિહીન બનતા ચાલ્યા …..અને રીમોટ કંટ્રોલનો સાચો વપરાશ સમજાવનાર બહુ ઓછો સમય આપી શક્યા ….
એક સત્ય છે કે જેની સાથે આપણા દિવસનો મહત્તમ સમય જતો હોય આપણે એની અસરમાં વધારે રહીએ ..ઓફીસ ,સ્કુલ કે સંસ્થા ….
હવે કહે છે કે સંતાનોને ક્વોલીટી સમય આપો પણ હવે જરૂર છે ક્વોન્ટીટી અને ક્વોલીટી બેઉ ટાઈમ આપો ……એને મિત્ર સિવાય ના તમામ સંબંધોનું સાચું મહત્વ પણ સમજાશે …..ભણેલી સ્ત્રી જો એના સંતાનોને ભણાવશે તો એને માંનું સહજ સાન્નિધ્ય પ્રાપ્ત તો થશે જ , પૈસા પણ બચશે , પોતાના જ્ઞાનનો ઉપયોગ પોતાની કુટુંબ સંસ્થા માટે થશે ,એ કોમ્પ્યુટર અને નેટથી પોતાને અપડેટ કરશે અને એનો લાભ પોતાના જ સંતાનને મળશે ………પાર્ટ ટાઈમ નોકરી કે ટ્યુશન કરી શકો ..કોઈ ગૃહ ઉદ્યોગ કરી શકો …તમારા સંતાન તમને જોઇને કશું શીખશે તો ખોટા માર્ગે જરૂર જતા અટકશે …..
રોટી -કપડા -મકાનનો ખર્ચ તો હજી પણ પહોંચી શકાય એટલો જ છે પણ ખોટી હરીફાઈની બહુ મોટી કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ ….
સાચું આપણે આજે આપવાની શરૂઆત કરીશું તો એનું પરિણામ થોડા વર્ષો પછી જરુર જણાશે …….
કદાચ આજે મારી વાત અયોગ્ય લાગે પણ જો એક વાર વિચારશો તો એમાં તથ્ય જણાઈ આવશે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s