માણસ નહિ પણ મશીન


કાલે દિલ્હીની એક માસુમ દીકરીના મોતના સમાચારે લગાતાર આંખમાંથી આંસુ વહી ગયા,,,,,,,,,,,,લગાતાર ………….ખબર નહીં કેમ ??? એક અજાણી છોકરી ફક્ત મારા જ નહીં પણ આ દેશના બધા નાગરિકોની સંવેદનશીલતાનું પરિમાણ બની ગયી …વાત એ નથી કરવી જે થઇ રહી છે ….
પણ સાથે એક વિચાર આવી ગયો …
તમને નથી લાગતું આપણે બધા મશીન સાથે રહીને માનવ મશીન બની ગયા છીએ …….સવારે ઉઠીને બ્રશથી લઈને ગીઝરના ગરમ પાણી થી લઈને રાતે સુતી વખતે હીટર કે એ સી કે પંખા સુધીનું વળગણ ….

મને હવે નેટ સર્ફ કરવું ગમે છે ………
મને મારી લાગણીઓ બ્લોગ પર લખવી કે ફેસબુકના સ્ટેટસ પર શ્રદ્ધાંજલિના શબ્દો લખીને સંતોષ થાય છે …..( કદાચ મિથ્યા )
મને ફોન પર વાત કરવી ગમે છે કેમ કે એ વખતે હું સામે વાળા માણસને નથી જોતી …પોતાની બીમાર માં માટે હોસ્પિટલ ટીફીન લઈને જતી દોસ્ત જો મારી સાથે વાત ટાળે તો હું જોઈ નથી શકતી અને એને માટે દુર્ભાવના પાળી શકું છું ……
જન્મથી માંડીને મરણ સુધીના ડ્રેસ કોડ નક્કી છે ……ક્યારેય બેસણામાં જઈને રડી હોઉં એ યાદ નથી ……
ફેસબુક પર 223 દોસ્ત છે પણ એમના કોને છેલ્લે મળી એ યાદ નથી આવતું ……
મારા સ્ટેટસ પર આવતી લાઈક અને કોમેન્ટના આધારે ક્લોઝનેસ નક્કી થાય છે ….
ફોન પર વાતચીત કરીને સંબંધ હજી સલામત છે એ ( મિથ્યા ) સંતોષ મળી રહે છે ……
થોડા બ્લોગ્સ અને ટી વી પર આવતા સમાચાર કે છાપા વાંચીને પોતાની જાતને અપ ડેટ માની લઉં છું ( ખપાવી દઉં છું )…..
મારા સંતાનને સારી શાળા અને ટ્યુશન મળી ગયા છે એટલે જવાબદારી પૂરી ….
મોબાઈલ ફોન પાસે છે એટલે સ્કીમ પ્રમાણે વપરાશ કરવો પડે છે …ગર્લ ફ્રેન્ડ સાથે મેસેજથી બ્રેક અપ કરી લેવાની સુવિધા છે …….બ્રેડ ને પીઝા અપાવનાર માતા પિતા યુ ટૂ ગૂડ સાંભળવાના અધિકારી છે …..ઘેર રોટલી ગરમ આપતી મમ્મી કદાચ આઉટ ડેટેડ બની જશે ………..
હેવીલી લેવીશ્લી કરતા લગ્નના સંગીત માં રસ છે ..પણ કઈ વિધિ કેમ અને ક્યારે થાય છે એ જાણવાની જરૂર જણાતી નથી ……
મેડીક્લેમ પ્રમાણે માં પપ્પાને હોસ્પિતલાઇજ કરીને જવાબદારી પૂરી ..ધંધે જવાનું છે પછી …પત્નીને પણ નોકરી અને બાળકોનું કામ હોય છે …….
ગમે તેવા દર્દનાક સમાચાર કે ખબર હું જમતા જમતા ટી વી પર જોઈ શકું છું ..અને એ પછી હોટેલમાં ડીનર પણ લઇ શકું છું અને એને હું પ્રેક્ટીકલ બનવું પડે એ બહાના હેઠળ છુપાવી શકું છું …
==========================
આજે પ્રમાણિકતાથી કબુલ કરું છું કે ગઈ કાલે મને મારી જાત પર શરમ આવી ગઈ …..
હું અને મારા પતિદેવ મારી બીમાર મમ્મીની ખબર જોવા જતા હતા ..મારા પતિદેવને ફક્ત એક કલાક જેટલો સમય હતો ……રસ્તામાં એક ગલીના નાકે એક છોકરો કદાચ ફીટ આવી હોય એટલે બેભાન પડ્યો હતો ..બે સામાન્ય દેખાતા સાયકલ સવાર પુરુષો એને બુટ સુંઘાડી ભાનમાં લાવવાની કોશિશ કરતા હતા …..સૌની જેમ અમે પણ નઝર નાખી આગળ જતા રહ્યા ….પણ આ વાત તરત જ મારા પતિને કહી : જુઓ એક બેભાન છોકરા માટે પેલા બે માણસો કશુક તો કરી શકયા પણ આપણે ???? કદાચ એટલે જ આજે આપણે માણસ નહિ પણ મશીન બની ગયા છે ……

Advertisements

5 thoughts on “માણસ નહિ પણ મશીન

 1. સંવેદના હોવી એ સારી વાત છે.યથાયોગ્ય કરી છુટવુ એ પણ યોગ્ય છે. પરંતુ પાપની લાગણી ન થવી જોઇએ. એ છોકરાની પાસે કોઇ ન હોય અને તમે અવગણ્યુ હોત તો અ જરૂર ભુલ કહેવાત. પન ઘણી વખત જરૂર કરતા વધારે લોકો કે મદદ એ પણ નુકશાનકારક છે.
  મારો આ ખાશ અનુભવ છે જે સેવાના ક્ષેત્રમાં છે, તે કરૂણાશીલ નથી. અને જે કોઇ લાગણીશીલ છે એ સેવાના ક્ષેત્ર ટકી શકતું નથી . એક વ્રુધ્ધાસ્રમના મેનેજરે કીધુ હતુ આ ડોહો તો નક્કામો છે, પેલો ડોહો એજ દાવનો છે.એક બે પોલીસને હું જાણૂ કે ઉપરથી ખુબ ગાળૉ દે. પણ તક મળૅ યથાયોગ્ય ભલૂ કરી દે ગરીબ માણસનુ અને તે પણ ગાળૉ દેતા દેતા.

  હા આપણે માનવ મશીનો તો જરૂર બની રહ્યા છીએ.પણ માનવ મશીનોની વચ્ચે હજૂ પણ ઘણા બધા માનવો છે.
  સાચી વાત કહું તો પ્રીતીજી અત્યારે ચારેબાજુ બધા નીરાશાવાદી સુરો રેલાવી રહ્યા છે. કશું જ બરાબર નથી, આ બદલાય તે બદલાય, ના નારાઓ ચાલે છે. તમે એક દીવસ કીધુ તેમ અત્યારે એક અઠવાડીયા માટે લાઇટ જાય તો કેવું સારુ? TV બંધ, ફોન બંધ.

  મારા પર વિશ્વાસ રાખો આ સદીયોનો સૌથી ઉત્તમ સમય છે. અધ્યાત્મીક રીતે, સામાજીક રીતે અને માનવીય રીતે. આ યુગ પરીવર્તન છે, અને આપણે નરી આંખે એ બધુ જોવાના છે.

  Like

   1. એકલવીર ની કમેન્ટ વાંચીને મને પણ એમ જ લાગે છે કે આ સદીનો સૌથી સરસ સમય છે.

    અને હા, જ્યાં સુધી આપણી અંદર થોડા ઘણા અંશે પણ લાગણી છે ને ત્યાં સુધી સારું જ છે.

    Like

 2. આ બે અલગ પ્રીતી છે તેવી લાઈટ થોડી વાર પછી થઇ. બંનેનો અભાર.
  છપ્પનીયો કાળ હતો ત્યારની દર્દનાક કહાનીઓ પર કેટલાય પુસ્તકો લાખાયા છે, ત્યારે વસ્તી માત્ર ૩૩ કરોડ હતી.આજકાલ તો દુષ્કાળ માત્ર સરકારી ચોપડે નંધાય છે. તકલીફો આજે પણ છે. પણ આજે પણ ૧૨૦ કરોડ લોકો જીવે છે. કેવી નવાઇની વાત છે,નહી?

  ટોળાથી અલગ થઇએ એટલે સૌથી પહેલુ આવે એકાંત. અને એ જો વશમું લાગે તો કહેવાય એકલતા.
  માણસનો મુળ સ્વભાવ ઓગળી જવાનો છે. ટોળામાં પણ આપણે ઓગડી જવા માટે જ ઉતરીયે છીયે.
  એકાંતમાં પણ ઓગડી શકાય છે, આ અંતરગુફામાં શરૂવાતમાં ઘણી બીક લાગે. પણ જો ફાવે તો અઠે દ્વારકા જેવું છે.

  લોકો છેતરે, મુર્ખ સમજે, આ બધુ, મારા માટે પણ સતત બનતી ઘટના છે. અને ખાસ તો ચર્ચા ની બહુ ડર. લાગે તમે લાખ કોશીસ કરો ચર્ચાના મેદાનમાં ઉતરવું પડે. અને આખરે તમારે જ કહેવું પડે હશે મારી ભુલ થઇ ગઇ. તમે લાખ વખત બોલો કે મારો વિચાર એ મારી સ્વતંત્રતા છે, મારે બીજા કોઇને બદલવા નથી તોય વારંવાર અણીયાડા સવાલો થી લહુંલુહાણ હાલતમાં ફર્યા કરવાનું. આપણે બોલિયે તો વિવાદ અને ચુપ રહીયે તો સહમત/અસહમત નું લેબલ.

  પણ અરીસામા જેમ ડાબે હોય તે જમણે સમજવું તેમ બહારની દુનીયામાં જો હોય તેનાથી બીલકુલ ઉંધી, અંદરની દુનીયા છે. જે બહાર તકલીફ આપે છે તે બાબતો અંદર શુલ્લક થઇ જાય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s