નવું વર્ષ આવી ગયું …


નવું વર્ષ આવી ગયું …આવી ગયું …આવી ગયું …..

કેલેન્ડરના પાના ફાટતા ફાટતા ડટ્ટો બદલાઈ જાય એવી ઘટના …..
એને રીજોલ્યુંશનમાં બાંધવું નથી ..આમ પણ હું તોડવા માટે નિયમ બનાવવામાં પાવરધી છું ….આજ સુધી મેં ક્યારેય મારા માટે કશું લખ્યું હશે કે નહીં એ પણ ખબર નથી ..ત્રુટક ત્રુટક ક્યાંક ક્યાંક ઉલ્લેખ કર્યો છે …
અઢી વર્ષની ઉંમરે વડોદરામાં આવી અને લગ્ન પણ અહીં જ થયા ….મારું જીવન એટલે વિરોધાભાસ થી ભરપુર ……..એટલે બહુ મજાનું લાગે …સ્કુલમાં બધું ગમે પણ ચિત્રમાં પેન્સિલથી સરસ રામ બનાવ્યા હોય અને વોટર કલર પૂરું એટલે રાવણ જેવા દેખાય ….વિજ્ઞાન ગમે પણ ગણિત સાથે વેર ….બીજગણિત આવડે પણ ભૂમિતિના પ્રમેય ઉફ્ફ …માથાના દુખાવા લાગ્યા …ભૌતિક વિજ્ઞાન સરસ અને જીવવિજ્ઞાન પણ રસીલું લાગે પણ રસાયણિક વિજ્ઞાન સાથે જન્મોનું વેર …આ બધા માંથી છૂટવા અંક ગણિત લીધું તો તોફાનમાં ફસાયેલી નાવડીની જેમ દસમાં ધોરણનો સમુદ્ર તર્યો …પછી ડોક્ટર બનવાના સપના પણ ના જોયા કેમકે નાનપણમાં બહુ બીમાર રહેતી એટલે હવે સમજી જાવ …..કોમર્સ લીધું …..બારમાં ધોરણમાં શહેરમાં ત્રીજો નંબર આવેલો પણ કોલેજના પહેલા ટેસ્ટમાં એકાઉન્ટ માં નાપાસ ….અને માસ પ્રમોશનની કૃપાએ બીજા વર્ષમાં ગયા …એટલે પર્સોનેલ મેનેજમેન્ટ સાથે ગ્રેજ્યુએટ કર્યું અને એમ બી એ કરવાનું સપનું દફનાવી દેવું પડ્યું …એટલે એમ કોમ ….માત્ર પંદર દિવસ બી એડ કોલેજમાં એડમીશન લીધું અને લાગ્યું આ આપણું કામ નહીં …બે વર્ષ પછી નોકરી મળી ..ઇન્સ્યુરન્સ કંપનીમાં ….તરત લગ્ન પણ થયા …નોકરી અને લગ્નનો પ્રોબેશન પીરીયડ સાથે જ ચાલ્યો …..પંદર વર્ષની નોકરી પછી વી આર એસ લઇ લીધું અને ગૃહિણી બનીને મલ્ટી ટાસ્કિંગ કરું છું …..મજાની વાત તો એ છે કે ભણવામાં એકાઉન્ટ છોડેલું પણ નોકરીમાં પંદર માંથી તેર વર્ષ એકાઉન્ટ ડીપાર્ટ મેન્ટ માં કાઢ્યા ……..અને એમાં મને બધા માસ્ટર માનતા …….મંદિર માં નથી જતી પણ ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા છે …..તમને પણ ક્યારેક લાગતું હશે ક્યારેક ખુબ હસાવી જાય કે ક્યારેક ખુબ ગંભીર અને ઊંડાણ વાળા બ્લોગ પોસ્ટ નહીં !!!!!!!
દરેક સંજોગ સાથે મુકાલાતો હા મુક્કા અને લાતો ખાઈને ઘડી ત્યારે લાગ્યું કે જીવન એ બધા થી ઉપર છે ….બીજાના અનુભવો પરથી ઘણું બધું શીખી …જયારે સફળતાનો અર્થ ખબર નહોતો ત્યારે ખુબ સફળતા મળી ચુકી છે ….જેનો મર્મ આજે સમજાય છે …નાનપણથી એકલા એકલા રહીને ઘડાવું પડ્યું છે ….એટલે મન થી ખુબ મજબૂત રહી શકી છું ….સમસ્યા આવે તો ગભરાવા કરતા એનો સાચો કે ખોટો પણ ઉકેલ વિષે વિચારવું એ સંજોગો શીખવાડતા ગયા ….
મન ભરીને બાળપણ અને વિદ્યા કાલ સફળતા થી માણ્યો છે ..,,,,,,સમય કરતા આગળ વિચાર હતા એટલે થોડી તકલીફ અવશ્ય પડી ……ગૃહસ્થાશ્રમ પણ ખુશીથી જીવ્યો ….અને નોકરી છોડ્યા પછી મારી જિંદગી વધારે કલરફૂલ થઇ ……
મને જીવનની સચ્ચાઈમાં પૂર્ણ તમ શ્રદ્ધા છે …. 
કેટલા કેલેન્ડર જોયા બદલાતા પણ હજીય
 હું અને સમય કદમ થી કદમ મિલાવતા ચાલ્યા કરીએ છીએ …
ક્યારેક એ મારા માટે રોકાઈ જાય છે ,
ક્યારેક મારે પણ એના આગમનની પ્રતીક્ષા કરવી પડે છે ….
એક એક તાંતણા કરીને જીવનનું પોત વણાતું જાય છે ,
બસ એના પર અહી થોડી કરચલીઓ પડતી જાય છે …..
એનું નામ અનુભવો છે ……
Advertisements

2 thoughts on “નવું વર્ષ આવી ગયું …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s