બોલો …


થોડુક બોલો …થોડું બોલો ….મૌન દરેક વાતનો હલ ના હોઈ શકે ….
તક મળે એટલે બોલવા ના માંડો …મૌન રહેવાનું હોય ત્યાં ના બોલો …બોલવાનું જરૂરી હોય ત્યાં મૌન ને ટાળો ….બોલવાને મૌન ,અવાજ અને શબ્દ સાથે સાંકળવો એ એક આવડત હોય છે જે બધા પાસે નથી હોતી ..જે વ્યક્તિ હમેશા મૌન રહે તેનો એક એક શબ્દ કીમતી હોય છે ..એ જયારે બોલે ત્યારે એને બધા ધ્યાનથી સાંભળે છે …જે બહુ બિનજરૂરી બોલતા રહે છે એમની અગત્યની વાત પણ ક્યારેક સૌ અવગણી દે છે ….
બોલવા પર તો યુદ્ધ ખેલાઈ જાય છે ..અને બોલવાને લીધે યુદ્ધ થતું અટકે છે …બોલવાથી ગેરસમજ દૂર થાય છે અને બોલવાથી જ ક્યારેક ગેરસમજ પણ થાય છે …ના બોલ્યામાં નવ ગુણ પણ બોલે તેના બોર વેચાય …બોલવું એ વ્યક્તિત્વની શાબ્દિક ઓળખાણ છે …એના સંસ્કાર ,ઉછેર, વ્યક્તિત્વ ,એનું જ્ઞાન ,એનો દેશ ,એનું રાજ્ય ,એની સંસ્કૃતિ ,એની સમજ બધું જ છતું થાય છે …જયારે તમે ખુબ ખુશ હોવ ત્યારે તમારા શબ્દો અને તમે દુખી હોવ ત્યારે તમારા બોલાયેલા શબ્દો પરથી તમારી સાચી ઓળખાણ છતી થઇ જાય છે ……
ઘણાનું બોલવું તલવાર બરછી કે બોમ્બ હોય છે …… અને ઘણાનું બોલવું ઊંડા ઘા પર શીતલ મલમ જેવું …
સારો વક્તા એક જંગ વગર હથિયારે જીતી શકે છે અને હારી શકે છે ……
તો ચાલો હવે મારો ક્વોટા પૂરો …
તમે પણ અહીં જ ક્યાંક હશો જ ને ?????

Advertisements

4 thoughts on “બોલો …

 1. હા અમે બધા જ અહીંજ છીયે.. પણ શું છે કે તમે બોલવું/ના બોલવું પર લખીને થોડી મુશ્કેલી કરી. એટલે અહી પાંચ પાંચ જણા ચુપચાપ લાઇક કરીને જતા રહ્યા.
  પણ મારાથી તો ચુપજ ના રહેવાય. ઃ)

  સંસ્ક્રુતમાં સુત્ર છે
  સત્યંમ બ્રુયાત પ્રીયં બ્રુયાત
  ન બ્રુયાય સત્યં અપ્રીયમ
  ન બ્રુયાત પ્રીયમ અસત્યં

  સત્ય બોલો પ્રીય બોલો,
  પ્રીય હોય તેવુ અસત્ય ન બોલો
  અપ્રીય હોય તેવું સત્ય ન બોલો.

  આ પ્રમાણે બોલવા જઇએ તો મોટા ભાગે મૌન જ રહેવું પડે, પણ મૌનનું તપ તમારા શબ્દોને શણગારે છે. તે વાત તમારી બિલકુલ સાચી છે.

  Like

 2. priy rite saty bolvani practice ek bahu lambo samy mange chhe ..pan e bolti vakhte same vala vyaktini samjshakti , ena vyaktitvno abhyas pan jaruri chhe ..ghana lokone detail samjavvi pade ane ghana loko saanma samji jaay ..etle vyaktie vyaktiye aapne pan bolvama parivartan karvu pade chhe ..ane samji na shake to maun pan rahevu pade …..
  aa bdhu maun rahine observe karine shikhi shakie …aavu maru manvu chhe ….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s