એક ફાટેલા પતંગની આત્મકથા …..


એક ફાટેલા પતંગની આત્મકથા …..
યાદ આવી ગયી એ પરીક્ષાઓની જ્યાં ખાસ કરીને છ માસિક પરીક્ષામાં ઉત્તરાયણ કે પછી આઠમાં ધોરણ પછી આ વિષય પર નિબંધ અવશ્ય પૂછાતો ..અને પછી કેવા રંગબેરંગી ગપ્પા કન્ની કે કિન્યા બાંધીને મારતા ..અને પતંગો કલ્પનાના દોર પર સવાર થઇ ઉત્તરવહીની અગાસીમાંથી ઉડતી ..આ પતંગ ના પેચ ના થાય ..પણ પતંગ કપાય ખરી ..માસ્ટર સાહેબ કે મેડમની કલમના જોરે …..બાર માંથી શૂન્ય થી લઈને નવ માર્ક સુધી મળે અને બાકીના જોડણી ,વિરામ ચિન્હો વગેરે બહાના હેઠળ કાપી લેવાય …..
એક ફાટેલા પતંગનું સામર્થ્ય જો આત્મકથા કહેવા જેટલું હોય તો બે પતંગોની પ્રેમ ગોષ્ઠી પણ હશે જ ને ..રિસામણા મનામણા પણ હશે …..તો ચાલો આજે મારા બ્લોગની અગાસીમાં પતંગ ઉડાવીએ …..અહીં ચીક્કી ,બોર ,જામફળ ,ઊંધિયું વગેરેની કલ્પનાનું ટીફીન જોડે લઈને આવજો ….
તો શહેર મધ્યે કાસમ ચાચાની દુકાને પતંગોધ્યાય
= અલી ઓય ગુલાબી તું તો ખરી જાડી થઇ ગયી …
= અરે લીલી શું કહું આ વખતે તો ઠંડી બહુ તે કાસમ ચાચાએ બરાબર અડદ ખાઈને બનાવેલી તે ..થોડી જાડી થઇ ગયી …
પણ લીલી તું ડાયેટિંગ પર છે કે શું …જરા લાંબી અને કમરે પાતળી લાગે છે …….
= ન બાબા ના ….આઈ વોન્ટ તો પાર્ટીસિપેટ ઇન ઇન્ટર નેશનલ મિસ્ પતંગ શો જરા ફિગર મેન્ટેન કર્યું છે …
= પણ તું પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તો પણ પ્લાસ્ટિક નો ગાઉન કેમ પહેરીને આવી છે ?????
= શું કરું આ પ્લાસ્ટિક વાળા એ મારા ગાઉન નો ખર્ચો સ્પોન્સર કર્યો છે …….અને હા મારા માટે પ્લાસ્ટીકની દોરી પણ આવવાની છે જાપાન થી ….
= પણ લીલી આ તારા કાગળ પર બધું શું લાગેલું છે ???
= ગુલાબો આ બધી બ્યુટી ટ્રીટ મેન્ટ કરાવવાની હોય …તો જ સારા લાગીએ …અને હા જો મારા પર આ ગોલ્ડન સિલ્વર ટીકી લગાવી છે ..અને હજી તો એક ફોટો પણ લાગશે …અને હા હું એકલી નહીં હોઉં ..મારી સાથે એક સાથે એ દોરી પર બીજી પચ્ચીસ પતંગો પણ હશે …અને અમારે કાપવાનું પણ નહીં અને કપાવાનું પણ નહીં …બોલ કેવું સારું ????
= લીલી તું એકલી જઈશ ??ક્યાં જવાનું છે ???
= અલી ગુલાબો !!!આ વખતે જ્યાં પતંગોત્સવ જાહેર થશે ત્યાં જ …..ત્યાં તો મારા બહાને બધા એન આર આઈ આવે ..અને પોતપોતાના ફાયદાની વાત થતી હોય એવા બધા વ્યાપાર કરારો સરકાર સાથે કરે ….મારા જેવા કાગળનું બહાનું બનાવીને માનવી પોતાના કેટલા લાભની સ્વાર્થની વાતો કરવા લાગ્યો ….મારી નિર્દોષ મસ્તી પણ જતી રહી …. તારે સારું ગુલાબો !!!! બસ ધાબે જઈને વારાની રાહ જોવાની અને કીન્યાથી બાંધીને દોર સાથે આકાશમાં લટાર મારવાની !!!પછી ચીક્કી ,ઊંધિયું ,બોરની સોડમ માણવાની …મારે તો હવે આ બધું સપના જેવું લાગશે ….
= લીલી ,આ વખતે મારી સગાઇ મારા બોય ફ્રેન્ડ સાથે પેલો તને ખબર છે ને એનું નામ છે આર ડી બ્રાંડ દોરો એની સાથે નક્કી થઇ ગયી છે …એ તો હવે પેલા નાકા વાળા હુસેનના બ્યુટી પાર્લરમાં જઈને લીલા રંગનું ફેસીઅલ કરાવશે અને કાચનો મસાજ ….સાચું કહું એણે મને કાલે જ મેસેજ કર્યો …આ વખતે આપણને જુદા નહીં પાડી શકે ….આકાશની સાખે , સૂર્યની સાખે આપણે કાયમ માટે એક બીજાના થઇ જશું ……
= હાઉ નાઈસ ગુલાબો !!! કોન્ગ્રેટ્સ ……જો મને પણ ત્યાં મેળામાં કોઈ મનનો માણીગર દોરો મળી જશે તો હું પણ વિચારીશ ..આમ પણ ગયા મહીને જ મેં લાસ્ટ સેમેસ્ટરની એક્જામ આપી દીધી હવે જો ચાઈનાની પતંગ યુનીવર્સીટીના ઇન્ટર વ્યુ માં પાસ થઇ જઈશ તો મને ચાઇનીઝ પતંગ સાથે પી એચ ડી કરવાનો મોકો મળશે ….પણ મારે સાથે કામ કરવાનું છે એ જાપાની ઝીણી આંખવાળો બોસ મને જરાય ગમતો નથી …..પણ હા જો મારું પરફોર્મન્સ સારું હશે તો જાપાન જઈને કામ કરવાનો મોકો મળશે …જોઈએ હવે તકદીર ક્યાં લઇ જશે …….
==========================================================
દિનાંક : 18/01/2013 ……..
પણ તકદીરને કૈક જુદું જ મંજુર હતું ….પેલા મહોત્સવવાળા ગુલાબોને  સાથે લઇ ગયા હતા ……લીલીને જોતા જ આર ડી ના પિતાજીને એ પસંદ પડી ગયી હતી એટલે એમણે આર ડી ના વિવાહ એની સાથે કરી નાખ્યા …..અને ગુલાબો અત્યારે ચાઇનીઝ યુનીવર્સીટીમાં પી એચ ડી કરી રહી છે ….અને એની સગાઇ જાપાની દોર સાથે થઇ ગયી ……
ઇતિ પતંગોધ્યાય સંપૂર્ણમ અસ્તુ ……………

Advertisements

4 thoughts on “એક ફાટેલા પતંગની આત્મકથા …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s