ફાટેલા પતંગની આત્મકથાની સિકવલ ….


આપણે મોર્ડન જમાનાના લોકો એટલે ફાટેલા પતંગની આત્મકથાની સિકવલ બનાવીએ ….
પેલી ફિલ્મમાં એન્ડ હતો લીલી ની સગાઇ આર ડી નામના દોર સાથે નક્કી થઇ તો ગયી …પણ હવે ચાલુ થઇ લગ્નની તૈયારી ..આકાશમાં બલૂનમાં બેસીને ઉતારેલો વિડીઓ જોઈ લઈએ ….
= લીલીના કાકાનો ફ્લેટ ખુબ મોટો છે અને શહેરની મધ્યમાં છે ..તો એમના પેન્ટ હાઉસની વાડી બુક થઇ ગયી છે …..અહીં આકાશની ચોરી બાંધવામાં આવી છે …લીલીની મમ્મી કીન્નાબેને લગ્નની સામગ્રીમાં હજી હમણાં કાલે જ તલ ,શીંગ ,કોપરા ,પીસ્તા ,બદામ અને પાંચ કિલો ગોળ લઈને આવ્યા છે …એ સાથે એમણે એમના પિયર ઊંધિયા ભાઈ પાપડી વાળા રતાળુને ત્યાં સુરત ખાસ કંકોત્રી મૂકી છે …..તેમને ત્યાંથી એમના સૌ પિયરીયા ભાઠા ના લીલા રીંગણ ,કતારગામની પાપડી , શક્કરીયાભાઈ સિંગલીયા , છોટે રતાળુ ,કાચા કેળા , મેથીની ભાજી અને લીલા લસણને પ્રસંગના બે દિવસ પહેલા આવી જવા ખાસ આગ્રહ છે …અહીં લીલીના પપ્પાની બેન કોથમીર સહકુટુંબ આવવાની છે …અને એન આર જી લીલા લસણ પણ આ વખતે અહીં હાજર રહેવાના છે …લીલીની બહેનપણીઓ સિંગ ,તલ ,કોપરાનીછીણ , સાકર , અને નાનપણનો મિત્ર ગરમ મસાલો પણ ખાસ હાજર રહેવાના છે ….
લીલી ના પક્ષે નાનકડી ફૂદ્દી થી લઈને ઢાલ અને ચાપટ ગ્રુપમાં હાજર રહેવાના છે ..(કદાચ એક ખર્ચમાં સમૂહ લગ્ન પણ થઇ જાય )..પીંડા સ્વરૂપે આવનારા જાન પક્ષ વાળા માટે નાના તગારા અને ફીરકી સ્વરૂપે આવનાર માટે બે ડઝન ફીરકીના સ્ટેન્ડની વ્યવસ્થા છે ….ફૂદ્દી અને ઢાલે પરસ્પર સમજુતી કરી છે કે તેઓ એકબીજાને નહીં કાપે …અને ફર્સ્ટ એડ માટે બહુ બધા બેન્ડેજની વ્યવસ્થા લીલી ના ડોક્ટર કાકા કરવાના છે ……
આ વખતે લગ્નમાં ડ્રેસ કોડ રાખ્યો છે મહિલાઓ કોઈ પણ સાઈઝ ની કે ઉંમરની હોય લાલ ટી શર્ટ અને ભૂરું જીન્સ પહેરવું ..અને કોઈ પણ પુરુષ કોઈ પણ વય કે સાઈઝ ના હોય એમણે પીળા ટી શર્ટ અને કાળા પેન્ટ પહેરવા ….
માથે છત્રીવાળી ટોપી વાળાને જ પ્રવેશ છે …
અને આવનાર દરેક ભાઈ અને બહેને ગીફ્ટમાં ખાલી પીપુડા કે સીટીઓ લાવવા …..
=હા રાહત વાળી વાત એ છે કે ગોગલ્સ કોઈ પણ રીતના પહેરી શકાય …
=વર પક્ષે પહેરામણીમાં પાંચ કિલો બોર અને પચ્ચીસ સાંઠા શેરડીના આપવામાં આવશે ….અને સ્ટીલના વાસણ આપવામાં આવશે ……
=લગ્નના મંડપ મુહુર્ત વખતે કન્યાની માતાએ બે કિલો ઘઉં કે બાજરીની ઘૂઘરી એમાં ચોખ્ખું ઘી અને ગોળ નાખી પાંચ ગાયોને ખવડાવી દેવી …અને આ કાર્ય સવારે ભરવાડને ત્યાં ગયા બાદ કરવું કેમકે આફરાની બીકે તેઓ ગાયને શહેર માં છુટ્ટી મુકે એ સંભાવના ઓછી છે ….
= લીલીના ભાઈ એના મિત્ર મંડળ સાથે કિન્ના બાંધવાનો મોરચો સંભાળી લેવા સાબદો થઇ ચુક્યો છે ……

= આખો દિવસ ડી જે ની લેટેસ્ટ ધૂન પર ડોલેલા પતંગને સાંજે સફેદ પતંગની સાથે ડી જે ની ધૂન પર નાચીને ભવ્ય વિદાય આપવાનો પ્રબંધ ખાસ છે ..
= આમાં કન્યા વિદાય વખતે ફટાકડા ફોડવામાં આવશે અને બલુન સળગાવી એની સાથે લીલીની ભવ્ય વિદાય આપવામાં આવશે ……….
આ સમૂહ લગ્નોત્સવ આખા ગુજરાતની અગાસીએ ઉજવાશે …જેમાં દરેક જણ પોતાની અગાસી કે છાપરે થી જોડાશે ……
=========================================================================
તાજા કલમ :
આટ આટલી તૈયારી છતાય એવું બની શકે કે દોર કરતા બીજી અગાસીનો વધુ મજબુત દોર આ લગ્નના વિચ્છેદ નું નિમિત્ત બને અને પછી લીલી કોઈ ઝાંખરા માં કે ઝાડમાં ના ભરાઈ જાય એ શુભ કામના …એ જો કપાઈ પણ જાય તો જ્યાં જાય ત્યાં ખુશ રહે ….!!!!!!

Advertisements

2 thoughts on “ફાટેલા પતંગની આત્મકથાની સિકવલ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s