હેપ્પી ડોટર’સ ડે ……..


કન્યાદાન એ જગતનું શ્રેષ્ઠ દાન છે …..
ગમે તેટલો નિષ્ઠુર પુરુષ હોય દીકરીની ડોલી વિદાય થાય ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે …
દીકરી વહાલનો દરિયો …..દીકરી થી સંભવિત પરદાદીની સુધીને સફર એટલે એક જ સ્ત્રીના વિવિધ સ્વરૂપો ….
આજે કદાચ પહેલી વાર સાંભળું છું કે આજે ઇન્ટરનેશનલ ડોટર ડે છે ….આપણા આધુનિક ભારતમાં જેની ભ્રૂણમાં જ હત્યા થાય છે એ દીકરી માટેનો દિવસ ……
= ગઈકાલની જ વાત છે ..મારી દીકરીની પરીક્ષા પૂરી થઇ તો એ ઘર પાસેની લાઈબ્રેરીમાં કોઈ પુસ્તક લેવા ગયી …દસેક મીનીટનું અંતર છે ચાલતા જઈએ તો ….અને બદલાવીની તે દર વખત વીસેક મિનીટમાં પછી ફરી જ જતી ..પણ ગઈકાલે તે કલાક ઉપર થઇ ગયો પણ પાછી ના ફરી ….એ કોલેજમાં ભણે છે ..મને એની કોઈ પણ રીતે ચિંતા કરવી પડે એમ નથી તો પણ …………
મારું શહેર ભારતનું સ્ત્રીઓ માટેનું ચોથા નંબરનું સેફેસ્ટ સીટી જાહેર થયું છે ..અહીંના ગરબા વખતે આખી રાત છોકરીઓ મોડી રાત્રી સુધી ફરે છે …..આ સમય તો દિવસના સાડા બાર નો હતો …તો પણ હું મારું સ્કુટી લઈને લાઈબ્રેરી ગયી …ત્યાં એ હતી અને ઘણા બધા પુસ્તકો વચ્ચે પોતાને ગમતું પુસ્તક શોધી રહી હતી …લાઇબ્રરી વાળા બહેને પણ કહ્યું …..
= આ વાત તો મારી થઇ ..હું જાણતી હતી કે બધું બરાબર છે તો પણ હું ગયી …….
બસ આજે એક નિશ્ચય કરવો રહ્યો કે કોઈ પણ માં બાપ પોતાની દીકરીની સુરક્ષા માટે નિશ્ચિંત રહે એવું વાતાવરણ નિર્માણ કરવાની શરૂઆત કરવી રહી …આજે જ ..અત્યાર થી જ ……આપણી સમાજવ્યવસ્થા પીંખાઇ ના જાય એટલે …..
એ ચાહે બહારના લોકો હોય કે કુટુંબના કોઈ નિકટ પરિચિત ….
હેપ્પી ડોટર’સ ડે ……..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s