સ્વાદિષ્ટ પુલાવ ….


એય ને કાલે મકર નામની સંક્રાંતિ ગયી …તલ શીંગની ચીકી ,બોર ,જામફળ ,શેરડી ઉધીયુ ,જલેબી ,પૂરી ,કચોરી ના પકવાન પચ્યા …અમે વડોદરાના વાસીઓ ઉતરાણ કરતા વાસી ઉતરાણ વધારે દિલથી ઉજવીએ એ વિધિ કે અમારી ની વક્રતા કે વિચિત્રતા છે ..કેમકે વરુણદેવ ઉતરાણ પર આર એચ એટલે કે રીસ્ત્રીક્તેદ હોલીડે પર હોય છે અને વાસી ઉતરાણ ને દિવસે પધારે …બે દહાડા આખું શહેર ધાબે હોય …કોઈ સારો મિક્ષિન્ગ કસબ જાણતો સંગીત પ્રવીણ ..ખાલી રેકોર્ડ કરીને ચારે બાજુ પડઘાતા ગીતો ના અવાજ થી એક નવા આલ્બમની સીરીઝ બહાર પાડી શકે ..કેમકે એમાં મુકેશ થી હિમેશ સુધી એકસાથે વાગતા ગીતો હોય …
આતો ગાડી પાટા પરથી ઉતરી ગયી યાર ….!!!!!
ઉત્તરાયણ :તલ શીંગની ચીકી ,બોર ,જામફળ ,શેરડી ઉધીયુ ,જલેબી ,પૂરી ,કચોરી ના પકવાન પચ્યા ..
હવે હોળી : શ્રીખંડ પૂરી બટાકા વડા …ભજીયા ,કાઢી ભાત …
વચ્ચે કંકોતરીના ખડકલા વચ્ચે આવતા લગ્નના પ્રીતિભોજન નો સમાવેશ નથી કરવો …કે મૃત વ્યક્તિ પાછળ થતા ભોજન નો સમાવેશ પણ નથી ..
બુધવારે મગ , અગિયારસે ફરાળી વાનગીનું મેનુ ..એ તો તમને ખબર જ છે ને !!! ના હોય તો કોઈ રેસીપી બ્લોગ કે વેબ્સાઈટ જોવી …
પૂનમ ,સોમવાર ,મંગળવાર ,રવિવાર ,ગુરુવાર ના ઉપવાસને વ્યક્તિગત મેનુ હોય …..એમાં એક પરિવારજન નો મંગળવાર ફિક્ષ હોય તો બીજાની અગિયારસ ત્રીજનો ગુરુવાર …..ઘરના સભ્યના જન્મદિવસ ….જેમાં સંતાનો જો બહાર જાય તો માં બાપ ઘેર જ રહે એ દોર સામેલ કરવો મરજિયાત છે …માંદગી વખતે બનાવાતું સાદું ભોજન …બી પી કે ડાયાબીટીસનું અલગ મેનુ ગણતરી માં લેવું ….
ઉનાળાના દિવસો માં મહિલા નવરી ??? વરસભરના અથાણા અને મસાલાનો ચટકા કરવા માટે ,ઘઉં ભરવા બેસાડી દો …
પછી અષાઢ મહિના સુધી રાહ જુઓ …ગોર્યો નું મોળું મેનુ છોકરીઓ માટે અને બીજા માટે રેગ્યુલર મેનુ …
અમાસે દિવાસાની  ખીર પછી એ ફરાળી મહિનો ( ઉપરોક્ત ફરાળી વાનગીઓનું વ્યક્તિગત રૂચી અનુસારનું મેનુ )જેમાં કહે છે આખો મહિનો ઉપવાસ કરે છે લો !!!!
રાંધણ છઠ અને શીતળા સાતમ ની વાનગીઓ ( લીસ્ટ ખબર ના હોય તો તપાસ કરી લો તમારા સંપર્કો માંથી )…….ભાદરવાની ચોથના લાડુ અને શ્રાદ્ધમાં તો એ મૃત વડીલોને યાદ કરી દૂધ ની તમામ વાનગી અને મનભાવતા ફરસાણોનો રસથાળ સપોર્ટીંગ દાળ ભાત કે કઢી પુલાવ કચુંબર પાપડ સહીત ….
પછી નવરાત્રીના ફરાળ અને દિવાળીની વાનગી ઓ યાદ કરો ….હજી ઘણું બધું ભૂલી ગયી છું તે તમારા તરફથી મનોમન જોડી લેજો ….
===================================================
માતૃદેવો ભવ : માતાના ચરણમાં સ્વર્ગ ,હાથમાં જાદુ ,મમ્મી કે હાથ ગાજર કા હલવા ,સ્ત્રી શક્તિ છે ,એ ઘરની મોભ છે ,સર્વ શક્તિ માન છે , મને તો માં ના હાથની ચા થી જ ઊંઘ ઉડે ..મારી પત્ની ના ,ભાભીના ,બેનના હાથ માં એવો જાદુ છે કે તમે ખાતા જ રહી જાવ ……આવું ઘણું બધું ઘરની રસોઈ ગૃહના પ્રધાન માટે પ્રસંશની ઉક્તિઓ બોલાય છે ..દિલ થી બોલાય છે ..તમે નોકરી કરતા હોય કે ગૃહિણી હોય ..કડછી તો તમારા હાથમાં હોય જ ….
બસ આ આખી પારાયણ પછી ફક્ત એક દિલથી ગુજારીશ છે : તમારી કોઈ પણ તહેવારની મૌસમ પ્રમાણે પેટ ની ફરમાઈશ તમારા ઘરના રસોઈપ્રધાન પૂરી કરે છે ….. …ઉદાહરણ તરીકે પતંગ તમે બધા મિત્ર મંડળ સાથે ઉડાડો ત્યારે ઊંધિયાની સામગ્રી કે તલની ચીકી નો સામાન લાવી બનાવતી સ્ત્રી શું ખરેખર તહેવારનો આનંદ માણી શકે છે ????? તહેવારો માં કામવાળા બેન પણ રજા પર હોય એટલે બે દિવસ હાથે કામ કરવાનું લટકામાં ….એની ફરજ છે એ વાત છોડો પણ એ વિચારો કે ચુલા સાથે સંગત કરતી સ્ત્રી માટે એવો એક તહેવાર હોવો જોઈએ જયારે બીજા સભ્યો એને ગમતી વાનગી એની જેમ જાતે કરીને ખવડાવે ..એ દિવસે એણે કામ કરવાનું નહીં …બધું પતિદેવ સંભાળી લે …..એ ચાહે એનો જન્મ દીવસ કેમ ના હોય !!! આમાં 8 માર્ચ મહિલા દિવસ ના ગણવો …..હોટેલમાંથી તૈયાર ટીફીન કે નાસ્તો મંગાવવાની વાત નથી આ ……એક સ્ત્રીને ઓવન ,ગેસ ,સગડી ,ચુલ્હો ,માઈક્રોવેવ માંથી એક દિવસ મુક્તિની ખરા અર્થ માં મુક્તિની આ એક ચાહ છે ..અને મારા મનમાં રંધાયેલો સ્વાદિષ્ટ પુલાવ છે !!!!!!

Advertisements

2 thoughts on “સ્વાદિષ્ટ પુલાવ ….

 1. રાંધણછઠ કદાચ આવા જ કો આશયથી શરુ થયો હશે, પણ એનો પણ આપણે સગવડીયો અર્થ કાઢીને, આગલે દીવશે બિચારીનો ઘોણ કાઢી લિધો.
  મને ઘણી વખત લાગે છે સ્ત્રીને પણ આવું જ ગમે છે. રસોડુ કોઇ પણ સ્ત્રી માટે અધીકાર અને સ્વમાનનો વિષય બની જાય છે. અને એ રીતે નવી આવનારી વહુ માટે પણ અસ્તીત્વનો વિષય બને છે. રસોડા વિહોણી સ્ત્રી એટલે બેકાર સ્ત્રી. આમ કોંપીટીશન્સ હોય ત્યા, ક્યાથી વિરામ હોય.
  પણ આજકાલ હોટલોનો ઉપયોગ કરીને બંને પક્ષ પોતપોતાની સગવડ સાચવી લે છે.
  સ્ત્રી માટે મહેનતથી પણ વધારે મહત્વનું છે, કુટુંબનુ કેન્દ્રબિંદુ. મમ્મી તુ ના હોત તો કોણ અમારો ખ્યાલ રાખે. બસ આટલામાં જ પાણી પાણી થઇ જાય છે કોઇ પણ સ્ત્રી. શું કહો છો?

  Like

  1. હા તમારી વાત સાચી છે ..ખુશામત તો ખુદાને પણ પ્યારી છે ..એટલે જો સ્ત્રીને કોઈ પોતાના જીવનનું કેન્દ્રબિંદુ કહે તો સ્ત્રી તેને માટે પોતાની જાત ન્યોછાવર કરી દે છે …..પણ રસોડા વિહોણી સ્ત્રી એટલે બેકાર સ્ત્રી ના કહી શકાય ..સ્ત્રીની નજાકત તેને રસોડાના કામમાં નિપુણતા બક્ષે છે એ સત્ય છે …તે એક સારી મેનેજર છે એ પણ સત્ય છે …
   પણ મારો એક સવાલ સ્ત્રીને પણ છે કે તેણે રસોડા સિવાય પણ કશુક પોતાના અસ્તિત્વને પુરવાર કરવા વિચારવાની કોશિશ કરી છે ? આ વાત અર્બન મલ્ટી ટાસ્કાર લેડીની નથી ..એક સામાન્ય સ્ત્રી ( જે હમેશા અસામાન્ય સ્થાન ધરાવે છે ..કોઈ સેલેરી કે પ્રતિષ્ઠા કે પુરસ્કારની અપેક્ષા વગર )ની છે …..બાળપણથી એને એ રીતની રીતસર ટ્રેન કરવામાં આવે છે ..અને અહીં હોટેલનો વિકલ્પ ભલે હોય ..પણ એક રીતે એક ખુબ જ મીઠું ઈમોશનલ બ્લેકમેલીંગ પણ હોય છે (જે નુકસાનકર્તા જરાય નથી હોતું )……કોઈ એ રીતે કેમ વિચારતું નથી ??? માત્ર પુરુષ નહીં પણ સ્ત્રી તરીકે બીજી સ્ત્રી પણ ……કોઈની વાઈફ ,દોસ્ત કે બહેન કે દીકરી કે સાસુ નણંદ જેવા સંબંધો ને પણ આ સવાલ છે …..એક વિભક્ત કુટુંબમાં સાસુમા એક દિવસ તહેવાર પર આવે અને વહુબેટા તમે આ તહેવારને માણો હું રસોડું સાંભળી લઈશ …કૈક આવું !!! પ્રમાણિકતા થી કહું છું કે મારા ભાગ્યમાં આવું ક્યારેય નથી થયું ….

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s