નવો ગ્રહ…


નેપ્ચ્યુન ગ્રહથી 600 પ્રકાશવર્ષ દૂર એક એન્ઝાઈમીન નામનો નવો ગ્રહ જોકેબે શોધી નાખ્યો છે ….એ ગ્રહની સૌથી મોટી વિશેષતા છે કે એ દરેક રીતે આકાશગંગાના કુંભ મેળા માં ખોવાઈ ગયેલા પૃથ્વીબેનના જોડિયા ભાઈ જેવો જ છે …બસ કદમાં 157 ગણો મોટો છે …ત્યાની પ્રજા પણ આપણા જેવી જ અને જીવ શ્રુષ્ટિ પણ લગભગ મળતી આવે …હા ત્યાં ઓક્સીજનનું પ્રમાણ આપણા કરતા 128.5 ગણું વધારે છે …પાણી અને જમીન 50% -50% છે . વનરાજી અને જંગલોથી 70 % વિસ્તાર આચ્છાદિત છે …પેટ્રોલની શોધ નથી થઇ પણ સમગ્ર કામ સૌર ઉર્જાથી ચાલે છે …તેમની પાસે સૂર્યગ્રહ પર યાન ઉતારી ત્યાંથી ઉર્જા ભરી લાવવાના વિશાળ ઉપગ્રહો પણ છે ..ટૂંક માં પૃથ્વી થી દૂર એક મોર પૃથ્વી …..
આપણા જોકેબ ભાઈએ એક કોમ્યુનીકેશન યંત્ર વિકસાવી ત્યાના માનવ સાથે સંપર્ક પ્રસ્થાપિત કર્યો તો ખબર પડી ત્યાં યુનિવર્સલ ભાષા તરીકે ગુજરાતી જેવી જ ગોલાઈલી ભાષા છે . અને લગભગ 5600 ભાષાઓમાં વ્યવહાર ચાલે છે …જોકેબે જયારે ત્યાની દિનચર્યા જાણવાની કોશિશ કરી ત્યારે એક મોબાઈલ જેવું યંત્ર ત્યાંથી એના ડેસ્ક ટોપ પર મળ્યું જેમાં બધા ચિત્રો દ્વારા માહિતી હતી ..
તો ત્યાની જિંદગીની એક ઝલક જોઈએ :
ગોઝીલ અને એની પત્ની લાલાબ ઝામ્પુઝામાં રહે છે ..અઢી લાખ વસ્તી વાળું શહેર છે . બેઉ એક લિખિત પ્રેમપત્ર ( આપણે લગ્ન કહીએ તે ) દ્વારા એક બીજા સાથે રહેવા લાગ્યા અને તેમના બે સંતાન છે …બેઉ પતિ પત્ની નોકરી કરે છે . પતિ વહેલા ઉઠી ચા જેવું પીણું પીમ્પું બનાવે અને આપણા પીઝા જેવી બ્રેડ નો નાસ્તો બનાવે …પછી શાક જેવું કૈક કાપે અને પત્ની રોટલી જેવું કૈક બનાવવા કણેક બાંધે . પતિ બાળકોને નવડાવી સ્કુલ ( જેપીપુલ)માટે બાળકોને તૈયાર કરે .બાળકો એક બળદગાડીમાં બેસી કે ઘોડાગાડીમાં બેસી જેપીપુલ જાય . સવારે નવ થી બપોરે અઢી વાગ્યા સુધી …પત્ની કપડા ધુએ અને પતિ સૂકવે ..પછી પત્ની કચરા વાળે અને પતિ પોતા કરે .પત્ની ટીફીન બનાવીને ભરે બેઉ માટે અને બેઉ જોબ પર જાય …પત્ની જેપીપુલમાં અને પતિ એક સૌરઉર્જાના સંશોધન કેન્દ્ર માં ….બાળકો જેપીપુલમાં જ બપોર પછી મનગમતી પ્રવૃત્તિ કરે ..રમતગમત માં ભાગ લે ..ઈતર પ્રવૃત્તિ કરે …એક ખાસ સ્ટોરી સેશન પણ હોય રોજ .ઊંઘ આવે તેને ઊંઘી જવાની છૂટ ..ઓફીસ માં પણ એ સુવિધા હોય પણ કામ પૂરું કરે પછી …
ગોઝીલ અને લાલાબ પાછા આવે ત્યારે બાળકોને જેપીપુલ્ માંથી લેતા આવે ..ઘેર આવીને ગોઝીલ અને લાલાબ પોતાના બાળકો સાથે ગપ્પા ગોષ્ઠી કરે રમે અને પછી બાળકો જેપીપુલમાં જે ભણ્યા હોય એ બધું ફરી વાંચે અને મુશ્કેલી હોય તો માં બાપને પૂછી લે ..સાંજે ગોઝીલ કપડા લઇ વાળી ગોઠવી દે ..બાળકોને પણ સ્કુલે થી આવ્યા પછી ફ્રેશ કરી દે ..લાલાબ રસોડાની તૈયારી કરે અને બેઉ ભેગા થઇ રસોઈ બનાવે ….બાળકો બહાર રમવા ગયા હોય અને વહેલા આવે તો કિચનના ટેબલ પર બેસીને તેમને દિવસ દરમ્યાન જે વાતે કૌતુક થયું હોય એ બધું એમને પૂછી શકે …અને એમના હોમવર્કમાં પણ મદદ લઇ શકે છે …પછી બધા ભેગા થઇ ને ટી વી પર શો જુએ ( તેમને ત્યાના ટી વી માં એમના ગ્રહ સિવાય પણ આકાશગંગાના બીજા ગ્રહ ના સમાચાર પણ આવે ..અને પૃથ્વી ગ્રહ પરની ચેનલો તો એમને જુનવાણી લાગે છે )…
અને નવ વાગ્યે તો બધા સુઈ જાય ….ત્યાં દર અઠવાડિયે પતિ પત્ની ની ડ્યુટી બદલાય એટલે કે આ અઠવાડિયે પતિએ જે કામ કર્યા હોય તે બીજા અઠવાડિયે પત્ની કરે …અને બાળકો જયારે બાર વર્ષના થાય પછી તેમને પણ ઘરના કામમાં ભાગ લેવો પડે …અને પોતાનું બધું કામ સ્વયં કરવું પડે ….અને ઘરકામમાં મદદ પણ કરવી પડે …
તેઓ ટીન એજ માં પોતાની મનપસંદ સાથી સાથે દોસ્તી કરે અને પછી લિખિત પ્રેમપત્રની વિધિ એકવીસ વર્ષની વયે કરી શકે ..પણ ત્યાં સુધી તો એમનું સંપૂર્ણ ધ્યાન પોતાની કારકિર્દી પર જ હોય ( આડું અવળું  નહિ) …લગ્ન પછી બધા એક જ કુટુંબ માં રહે ..દીકરા દીકરી બધા જ ..અને જયારે તેમને ત્યાં પણ સંતાન થાય એટલે દાદા દાદી કે નાના નાની બનેલા પતિ પત્ની પોતાની જોબમાંથી રીટાયર થઇ જાય અને પૌત્ર પૌત્રી સાથે સમય ગાળતા હોય ..અને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરે ..સમાજ ઉપયોગી કામ કરે …..
એમના ગ્રહ પર વિલીસીયા દેશમાં તમામ આકાશગંગા પર બોલાતી તમામ ભાષાઓનું સંશોધન થયેલું છે …અને સંપૂર્ણ ડેટા પણ છે …એ લોકો કામ કરવા માટે મશીન નથી વાપરતા ….ત્યાની એક અજાયબી એ છે કે ત્યાં કોઈ બીમાર નથી પડતું …અને જો કોઈ પડે તો તેમને બીજા ગ્રહ પરથી માહિતી લઇ ( બીમારી માટે તો લગભગ બધી માહિતી પૃથ્વી પરથી જ મળી જાય છે ) એનો ઈલાજ કરે છે …5678 વર્ષના ઈતિહાસ માં ત્યાં કોઈ સર્જરી થઇ નથી …….
અને એ ડિસ્કની બેટરી ખતમ થઇ જતા આગળ જાણી ના શકાયું ….
==========================================================================
તમને નથી લાગતું કે સ્ત્રી પુરુષ સમાનતાની વાતો અને કાયદા ની વાતો કરતા આપણે એન્ઝાઈમીન ગ્રહના વાસીઓ પાસેથી સાવ સરળ જીવન શીખવા જેવું છે ???? ઘણી વાર સાવ સાદી વાત ને સૌથી વધારે ગૂંચવાડા વાળી બનાવી દેવામાં આપણે કેટલા નિપુણ હોઈએ છીએ !!!!!

Advertisements

7 thoughts on “નવો ગ્રહ…

 1. મીન્સ કે બીજી પ્રુથ્વી પર પણ આપણા જેવું જ જીવન…

  ત્યાં કામ દર અઠવાડિયે બદલાય… મીન્સ કે કોઇ ભેદભાવ નહીં?

  વધારે માહિતિ મળે એની રાહ જોઇશું… 🙂

  Like

  1. હા આપણા જેવી જ પૃથ્વી જેવી જ દુનિયા છે …
   કાલે રાત્રે એ લોકોએ મારો બ્લોગ વાંચી લીધો ..ખુશ થઇ ગયા …એમણે તમારી ક્વેરી વાંચીને જવાબ પણ મોકલ્યો છે :
   મીન્સ કે બીજી પ્રુથ્વી પર પણ આપણા જેવું જ જીવન…

   ત્યાં કામ દર અઠવાડિયે બદલાય… મીન્સ કે કોઇ ભેદભાવ નહીં?

   વધારે માહિતિ મળે એની રાહ જોઇશું…

   નાં ત્યાની સીસ્ટમ લોકો પોતાની અનુકુળતા મુજબ ચલાવે છે ..નિયમો તો છે પણ તેને જડની જેમ વળગી નથી રહેતા ..ત્યાં સ્ત્રી કે પુરુષ નહીં પણ તેમને માનવજીવ જેમને એ લોકો ઇથોલી કહે છે એ જ ગણવામાં આવે છે …..

   Like

 2. પ્રીતિબહેન,

  સરસ ગ્રહ છે. આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે.

  “લગ્ન પછી બધા એક જ કુટુંબ માં રહે ..દીકરા દીકરી બધા જ ..અને જયારે તેમને ત્યાં પણ સંતાન થાય એટલે દાદા દાદી કે નાના નાની બનેલા પતિ પત્ની પોતાની જોબમાંથી રીટાયર થઇ જાય અને પૌત્ર પૌત્રી સાથે સમય ગાળતા હોય ..અને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરે ..સમાજ ઉપયોગી કામ કરે …..”

  એક વાત ન સમજાણી
  લગ્ન પછી બધા એક જ કુટુંબમાં રહે. આવું કેવી રીતે શક્ય બને?

  ધારોકે એક કુટુંબની પુત્રી બીજા કુટુંબના પુત્ર સાથે લિખિત કરાર કરે તો શું તે પુત્ર કે પુત્રીનો આખો પરીવાર સામેની વ્યક્તિના પરીવાર સાથે રહેવા લાગે?

  ધારો કે આપણે ત્યાં જેમ કન્યા સાસરે જાય છે તેમ ન રાખવું હોય અને સાસરાનો કોન્સેપ્ટ જ દૂર કરવો હોય તો માત્ર એક જ વિકલ્પ છે કે જેવા લેખિત કરાર થાય એટલે કન્યા અને કુંવર જુદા ઘરે એકલા રહેવા જાય. નહીં તો કા તો કન્યાએ કુંવરના ઘરે જવું પડે અથવા તો કુંવરે કન્યાના ઘરે જવું પડે.

  જ્યારે ડિસ્કની બેટરી રીચાર્જ થાય ત્યારે પુછી જોજો ને 🙂

  Like

 3. @ Atul bhai
  એમણે તમારા દ્વંદ્વનો પણ જવાબ દીધો છે …વાંચીને મેલ આવી ગયો જે કોપી પેસ્ટ કરી દીધો છે :
  ત્યાં કુટુંબ વ્યવસ્થા અનુકુળતા મુજબ છે …કરારમાં એ વખતે લોકો નક્કી કરે લે અને પછી જો અનુકુળ ના રહે તો અલગ રહેવા જાય …જો છોકરી નું ઘર મોટું અને છોકરાનું નાનું હોય તો છોકરો છોકરીને ત્યાં રહેવા જાય ..અને નહિ તો આની વિરુદ્ધ હોય તો છોકરી પણ છોકરાને ત્યાં જાય ….સામાજિક નિયમો નહિ કે કન્યા કે વર વિદાય થાય …જયારે ઈચ્છે ત્યારે છોકરા કે છોકરીના માં બાપ એક બીજાને ત્યાં શકે ..ઘર જમાઈ જેવો ટોણો નહીં …ફક્ત લોહીની સગાઇ ના બે પેઢી સુધી લગ્ન ના કરે …એટલે જે સાથે રહે એ પરિવાર …મને બી કૌતુક થયું ..જડ નિયમો નહિ …
  =================================================================

  મેં આ કાલ્પનિક વાર્તા સ્વરૂપે મનની વાત લખી છે …કે બદલાતા સમય સાથે આપણે નિયમો બદલી શકીએ ..આજે આપણે જેટલી મુસીબતોથી પીડાઈએ છીએ એનો ક્યાંક હલ પણ છે ..કે બચપણથી જ સંતાન કેવી રીતે કુટુંબની હુંફ વચ્ચે ઉછરી શકે અને આજનો માનવ જે સ્ટ્રેસ અને એકલતા થી પીડાય છે એનો એક કાલ્પનિક પણ સાચો ઉકેલ છે ….

  Like

 4. મને લાગે છે, આ ગ્રહ પર ૠતુઓ નહી બદલાતી હોય. હંમેશા ઠંડીનું વાતાવરણ હશે.
  ડીસ્કની બેટરી આવશે પછી ખબર પડ્શે કે આ ગ્રહ પર અહીંથી કેટલાક લોકોને નીયમીત વિઝા મળે છે. અહી ભારતમાં આ ગ્રહને સ્વર્ગ તરીકે ઓડખવામાં આવે છે. અને ત્યાના રાજનૂ નામ ઇન્દ્ર જેવું કાઇક છે.અહીં જે લોકો આ ગ્રહની માનસીકતા કેળવે તેમનેજ ત્યાના વિઝા મળૅ. એના કોચીંગ ક્લાસ કરનારા લોકોને આપણે સંતો કહીએ છીયે.

  પણ મજાની વાત એ છે કે જોકેબ ભાઇને હવે ત્યા નથી ગમતું. બધું બોરીંગ લાગે છે. એને એવા લોકની ઇચ્છા છે જે લગભગ પ્રુથ્વી જેવો છે. અને તેના માટે તેને ગુગલ સર્ચ કરી રહ્યો છે.
  અને કોઇ ગાઈડ પણ મળી ગયો છે. એ શીખી રહ્યો છે, ઝગડા કરતા, રડતા, રીસાતા,પોલીટીક્ષ વગેરે વગેરે.. જેથી તેને પ્રુથ્વીના વિઝા મળી જાય. અને તેને આ બધુ ગમે છે.
  – JUST FOR A CHANGE-

  Like

 5. @ ekalveer bhai ..
  આ ગ્રહ પર વાતાવરણ સમધાત છે …અહીં ભેજવાળી હવા નથી …અહીંની ભૂતલમાં રણપ્રદેશ નથી …પણ એમણે બગીચા બનાવ્યા છે જે આપણા રણપ્રદેશ જેવા જ લાગે છે …ત્યાની જેપીપુલમાં જયારે ગ્રહ નો પ્રાગૈતિહાસિક કાળ ઇતિહાસમાં શીખાવાય છે ત્યારે એમને ટેલિસ્કોપિક કેમેરા થી સીધું જ પૃથ્વીનું નિરીક્ષણ કરાવાય છે અને સમજાવાય છે કે ત્રણથી ચાર હાજર વર્ષ પહેલા એમના ગ્રહમાં આવી શોધ થતી ..ત્યાના જે લોકો આ ઇતિહાસનું પુરાતત્વનું સંશોધન કરવા પૃથ્વી પર આવે છે ત્યારે તેઓના પ્રયોગો અહીં લેટેસ્ટ ટેકનીક કહેવાય છે …તેમના ઝગડા પણ હાઈ ટેક હોય છે ……અને સજા પણ !!!!
  ત્યાં જવા માટે વિઝા જોઈએ તો તમારે એમની એક એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવી પડે ..એને માટે લીંક જાતે શોધવી પડે ..અને એક વાત યાદ રાખવી પડે આપણા સૌનો બાયોડેટા એમની પાસે હોય છે એમ્બેસીમાં …….જોકેબ સિવાય કોઈ શોધી નથી શક્યું …
  ===========================================================

  આપણે સૌએ ત્યાં જવાની શું જરૂર છે …આપણે શું અહીં આ વાતાવરણનું નિર્માણ ના કરી શકીએ ..સહેલું અને સીધું છે !!!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s