પાસ કે નાપાસ…???!!!


ગયા શનિવારની જ વાત છે …એક પરફેક્ટ જીવન -કુટુંબ જેવું કૈક જે આજના જમાનામાં આદર્શ મનાય છે તે જોયું …પણ મારા આત્માને ઘણું ખરું ના રુચ્યું ..પણ તોય એ વર્તમાન માટે આદર્શ જ હતું ….
એક બહુ જુના ઓળખીતાને ત્યાં જવાનું થયું …એક જમાનામાં મારી સાથે ઓફીસમાં કામ કરતા હતા ..એમના પિતાજી અવસાન પામ્યા હતા અને બેસણામાં નહોતી જઈ શકી એટલે પહેલા ફોન પર પૂછીને ગયી ..લગભગ દસેક વર્ષે મળ્યા …દસ વર્ષનો સમય વહી ગયો હતો ….જયારે અમે જોડે હતા ત્યારે એ ભાઈ કામકાજમાં સાવ ધીમા , કાર્યકુશળતા અને કાર્યનું જ્ઞાન પણ ખુબ ઓછું અને નવું શીખવાની ધગશ પણ નહીવત …પગાર સારો હતો અને નોકરી સરકારી …..પણ ઓફીસના ફોનનો સૌથી વધારે ઉપયોગ ..મળતા તમામ લાભોની ગણતરી ….મોડા આવવું વહેલા જવું …એમના જીવનસાથી પણ બધું વ્યક્તિગત કામકાજ ઓફીસના સમયમાં પતાવે …હજી પણ બધું એમ જ …ટીપીકલ સરકારી નોકરી ની જે છાપ છે એવું જ કૈક ..એ વ્યક્તિની બદલી નિયમ મુજબ થઇ છે તો પણ એજ ઘરેડ …..
જયારે સાથે હતા ત્યારે હું મારા કાર્યમાં ખુબ કુશળ હતી અને ધગશથી નવું નવું શીખ્યા પણ કરતી …કંપની પાસે થી લોન લઈને પોતાનું મકાન પણ લીધેલું …પણ આદર્શવાદી હતી …ઓફીસના કલાકોમાં અંગત કામ કામ અનિવાર્ય સંજોગોમાં જ ..ફોન પણ નહીં …હા શરૂઆતમાં લોકોની દેખાદેખી કરતી પણ પછી જયારે સત્ય સમજાયું ત્યારે બીજું કોઈ નહીં તોય ભગવાન તો બધું જુવે છે ને !!! બસ આ નિયમ ધ્યાન રાખી બનતી પ્રમાણિકતાથી નોકરી કરી …બીમાર હોઉં તો જ બીમારીની રજા નહીં તો હક્ક રજા લેવાની ……ઓવર ટાઈમ જો કામની ખરેખર જરૂરિયાત હોય વર્ષના યર એન્ડીંગ વખતે જ કરવો …અને પોતાની શરતે નોકરી કરવાની ..કોઈ મને વધારાના સમયમાં કામ કરવા બાધ્ય ના કરી શકે ..લગભગ સમય પહેલા પતી જ ગયું હોય …
તો આજના દિવસ માં નોકરી છોડ્યા પછી એક સામાન્ય મધ્યમ વર્ગની જિંદગી સંતોષ સાથે ગુજારું છું ….ખાસ કોઈ તામ ઝામ વગર ..કોઈની દેખાદેખી થી પર રહીને …..જીવનજરૂરિયાતના જરૂરી સાધન સિવાય કોઈ વધારાનું સાધન કે રાચરચીલું મળે નહી ..અને આ સંસારમાં રહીને સન્યાસી જેવું જીવન એ મારી પોતાની પસંદગી છે …
પણ એ ઓળખીતાનું ઘર બે માળનું થઇ ગયેલું ..આંગણા માં નવી નકોર ગાડી …..સંતાનો હોસ્ટેલમાં ભણે ….એમના જીવનસાથી રાબેતા મુજબ ઓફીસ સમયમાં પણ ઘેર જ હતા …કહે કે છેક સુધી નોકરી તો કરવાની જ ….પણ મારી સાથે હતા એમનું કહેવું હતું કે શરીર બહુ સાથ નથી આપતું ..એટલે સ્વસ્થ રહેવાય ત્યાં સુધી જ નોકરી કરીશ …
==============================================================================
ઘેર આવીને બે ઘડી માટે વિચાર આવ્યો …કે ક્યાંક મારાથી ભૂલ થઇ ગયી છે ?? પણ ના …મારો નિર્ણય સાચો જ હતો ….મારી કદાચ જમાનાની દ્રષ્ટિથી પરફેક્ટ નહોતી જ …..હું કદાચ હજી દસ વર્ષ પહેલાના જીવનમાં જ હતી ….અને પેલા ઓળખીતા ખુબ આગળ …છતાય કોઈ ઈર્ષ્યાનો ભાવ ના થયો …..બસ એક જ વિચાર આવ્યો …મને રાત્રે સુતી વખતે કોઈ ગુનાહિત લાગણી ક્યારેય નહિ થાય …મને મારા જીવનથી સંતોષ છે …ભલે હું દુનિયાદારીની દ્રષ્ટીએ જરાય પરફેક્ટ નથી પણ મારી લાગણીઓ પર મન પર કોઈ બોજ નથી ……હું પાસ છું કે નાપાસ તે તો નથી ખબર …પણ જીવન સાથે અંચાઈ નથી કરી એ જાણું છું એ બસ …..

Advertisements

8 thoughts on “પાસ કે નાપાસ…???!!!

 1. પ્રિતિબહેન,
  સુખનો રોટલો ત્યારે જ મળે છે જ્યારે આપણે ખોટું કામ નથી કરતા. બાકી “કટકી કરનારા” સામે ૩૨ જાતનાં પકવાન સામે પડેલા હોય પણ ભૂખ જ ના હોય એવું પણ બને 🙂 . આપે વિચારેલું બરાબર જ છે. આપે જરાય ખોટું પગલું નથી ભર્યું.

  “બીજું કોઇ જોવે કે ના જોવે, ઉપરવાળો જોવે છે.” એકદમ સાચી વાત.

  આપને ખુબ ખુબ ધન્યવાદ…

  Like

 2. ઉપરવાળો તો By Default જોતો જ હોય છે , પણ અંદર પણ એક ભાઈ કે બહેન બેઠા હોય છે . . . કે જે સતત તમારું ધ્યાન રાખે છે અને ધ્યાન દોરે પણ છે . . . તો આ બંને રાજી તો ફિર કૈસી ના’રાજી’ 🙂 . . Distinction 🙂

  Like

 3. શ્રીમદ ભગવદ ગીતા સુખના ત્રણ પ્રકાર વર્ણવે છે.

  ૧. સાત્વિક સુખ – આરંભે દુ:ખરુપ અને પરીણામે અમૃતરુપ તે સાત્વિક સુખ છે.

  ૨. રાજસી સુખ – ઈંદ્રિયોના સ્વાદથી, અનીતીથી વગેરે દ્વારા શરુઆતમાં તાત્કાલિક સુખ મળે પણ અંતે તે દુ:ખરુપ નીવડે.

  ૩. તામસી સુખ – પ્રમાદ / આળસ દ્વારા મળતું સુખ તામસી સુખ છે.

  પાસ કે નાપાસ તમે જ નક્કી કરી લ્યો. ગીતાનો ગાનારો તો પાસ જાહેર કરે છે. જગતની દૃષ્ટીએ કદાચ નાપાસ પણ ગણાવ.

  વાસ્તવમાં આપણે આનંદ સ્વરુપ છીએ. ભોગ ઈંદ્રિયસુખ આપે છે અને ઐશ્વર્ય શરીર સુખ આપે છે. નીતી અને ધર્મ મનનું સુખ આપે છે. કામ પ્રાણસુખ આપે છે. જ્યારે આત્મસુખ સર્વ બંધનોથી મુક્ત તેવું સ્વરુપનું સુખ આપે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s